Main Menu

Thursday, May 10th, 2018

 

રાજુલાની પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ધામ સહિતનાં ગામજનો છેલ્‍લા 1પ દિવસથી ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ આંદોલન કરી રહૃાા હોય, છતાં પણ બુદ્ધિજીવી ગણાતા અધિકારીઓ કોઈ સમાધાન શોધી શકતા નથી.

રાજુલાની પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ધામ સહિતનાં ગામજનો છેલ્‍લા 1પ દિવસથીછતાં પણ બુદ્ધિજીવી ગણાતા અધિકારીઓ કોઈ સમાધાન શોધી શકતા નથી.આજે પાંચ આંદોલનકારીઓએ અનશન આંદોલન શરૂ કર્યુ છે. મહિલાઓ, વૃઘ્‍ધો, શ્રમજીવીઓની માંગ સ્‍વીકારવામાં આવતી નથી અને આંદોલનને રાજકીય સ્‍વરૂપ આપીને અવળે માર્ગે ચડાવવાનો પ્રયાશ થઈ રહૃાો છે.રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી શનિવારે લાઠીનાં જરખીયા ગામે પધારી રહૃાાં હોય તેને પણ રજૂઆત થવાની શકયતાઓ જોવા મળી રહી છે.


અમરેલી જિલ્‍લામાં કરોડો રૂપિયાની મગફળી ‘‘રામભરોસે”રાજય સરકારની બેદરકારીને ઉજાગર કરતી ઘટના મગફળી ભરેલ ગોદામમાં સીસી ટીવી કેમેરા, અગ્નિશામક સાધન અને ચોકીદારનો સ્‍પષ્‍ટ અભાવ

અમરેલી જીલ્‍લાનાં ગોડાઉનોમાં સરકારે ખરીદેલી ટેકાના ભાવની મગફળી રાખવામાં આવી છે. જયારે વેર હાઉસ ઘ્‍વારા અમરેલી જીલ્‍લામાં કુલ પ6 ગોડાઉનોમાં કયાંય પણ સરકારના નીતિ-નિયમોનું એકપણ પ્રકારનું પાલન થતું નથી. ગોડાઉનો બહાર સીસી ટીવી કેમેરા, ચોકીદાર, અગ્નિશામક સામગ્રી જેવી એકપણ પ્રકારની સુવિધાઓ વિના અમરેલી જીલ્‍લામાં તમામ ગોડાઉનો પર શાપર, ગોંડલ જેવી આગની ઘટના નિર્માણ પામે તો ગંભીર બેદરકારી સરકારના વેરહાઉસ વિભાગની આવે તેવું જોવા અને જાણવા મળ્‍યું હતું.
ત્‍યારે અમરેલી જીલ્‍લામાં 17 કેન્‍દ્રો પર ગુજપ્રો 8 કેન્‍દ્ર પર, ગુજકોમાસોલ ઘ્‍વારા 6 કેન્‍દ્ર પર તો ગુજકોટ ઘ્‍વારા 3 કેન્‍દ્ર પર ખરીદી કરીને હાલ મગફળી ગોડાઉનોમાં રાખવામાં આવેલ છે. જે અંગે અમરેલી જીલ્‍લા ખેતીવાડી અધિકારીએ જણાવ્‍યું હતું કે, અમરેલી જીલ્‍લામાં 17 કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી છે. જોઈએ કે અમરેલી જીલ્‍લાના 11 તાલુકા મથકો પર કયાં કયાં ગામોમાં મગફળીના કેન્‍દ્રો હતા અને રાજયની કઈ એજન્‍સી ઘ્‍વારા મગફળી ખરીદાઈ છે. તો ગુજકોટ ઘ્‍વારાખાંભા, બગસરા, ધારી, ટીંબી, લાઠી અને સાવરકુંડલાના બે કેન્‍દ્રો પર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી હતી તો ગુજકોમાસોલ ઘ્‍વારા બગસરા, ધારી, અમરેલીમાં ર કેન્‍દ્રો, રાજુલા, બાબરા, તો ગુજપ્રો ચલાલા સબયાર્ડ, હેમાળ, વાંકીયા અને મોટા સમઢીયાળાના 4 કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદાઈ છે. આમ અમરેલી જીલ્‍લાના કુલ 17 કેન્‍દ્રો પર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે. ગુજપ્રો ઘ્‍વારા 3 કેન્‍દ્રમાં 486ર ખેડૂતોની મગફળી ખરીદાઈ છે. 4ર કરોડ ર0 લાખ 7ર હજાર 761 રૂપિયા ખેડૂતોને ચૂકવાયા છે અને 93749 કવીન્‍ટલ મગફળીની ખરીદી ગુજપ્રોએ કરી છે. તો ગુજકોટ ઘ્‍વારા 8 કેન્‍દ્રમાં 10949 ખેડૂતોની મગફળી ખરીદાઈ છે. 96 કરોડ 30 લાખ ર7 હજાર 170 રૂપિયા ખેડૂતોને ચુકવાયા છે અને ર16410 કવીન્‍ટલ મગફળીની ખરીદી ગુજકોટે કરી છે. ત્‍યારે ગુજકોમાસોલના 6 કેન્‍દ્રમાં 1009પ ખેડૂતો મગફળી ખરીદાઈ છે. 98 કરોડ 1પ લાખ 8પ હજાર ખેડૂતોને ચુકવાયા છે અને ર18113 કવીન્‍ટલ મગફળીની ખરીદી ગુજકોમાસોલે કરી છે. ત્‍યારે હાલ અમરેલી જીલ્‍લાના પ6 ગોડાઉનોમાં સરકારની ટીના ભાવની મગફળી પડી છે જેમાં અમરેલી 36, સાવરકુંડલામાં 6, રાજુલા 1, દામનગર 1, પીપાવાવ પોર્ટમાં ર અને મહુવાના 6 ગોડાઉનોમાં પ લાખ ર7 હજાર ર7ર કવીન્‍ટલ મગફળીનો જથ્‍થોપડયો છે પણ ગોડાઉનોમાં સરકાર ઘ્‍વારા ગોડાઉનોની સુરક્ષા માટે સીસી ટીવી કેમેરા, ચોકીદાર, અગ્નિશામક સાધનોની ઉણપ જોવા મળી રહી છે. ગુજકોમાસોલ સહિતના અમરેલી જીલ્‍લાના પ6 ગોડાઉનોમાં જોવા મળી રહી છે.