Main Menu

Monday, May 7th, 2018

 

ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ડેડાણ ગામે પટેલપરા પાસે આવેલ દરગાહની સામે આવેલ વાડી-ખેતરમાં આવેલ ઓરડીમાં ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળો ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને દેશી દારૂ ગાળે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ડેડાણ ગામે પટેલપરા પાસે આવેલ દરગાહની સામે આવેલ વાડી-ખેતરમાં આવેલ ઓરડી પાસે આરોપી ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળો પોલીસને જોઇને નાસી ગયેલ. અને ઓરડીમાં તપાસ કરતાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવતાં આ જગ્યાએથી દેશી દારૂ લીટર ૭૦, કિં.રૂ.૨૧૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૪૮૦, કિં.રૂ.૧૪૪૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી આવેલ તેમજ સદરહું જગ્યાએ દેશી દારૂની હેરા-ફેરી માટે ઉપયોગમાં લેવાતું હીરો કંપનીનું સીડી ડીલક્સ મો.સા. રજી.નં. જી.જે.૦૨.બી.ક્યુ.૬૦૭૬ કિં.રૂ.૧૫,૦૦૦/- નું મળી આવતાં મળી આવેલ કુલ કિં.રૂ.૨૧,૯૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી ખાંભા પો.સ્‍ટે. હવાલે કરેલ છે. અને નાસી જનાર ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
આ કામગીરી અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર, કિશનભાઇ હાડગરડા, મનિષભાઇ જોષી, મયુરભાઇ ગોહિલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી, ડ્રાઇવર રાજુભાઇ ચૌધરી વિ.એ કરેલ છે.


પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા

રિલાયન્સ નેવલ- પીપાવાવ કંપની પાસે તેમના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પોતાના ત્રણ વર્ષ જુના નાણા કઢાવવા માટે અંદાજે ૫૫ (પંચાવન) જેટલા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ કંપની આ આંદોલન તોડી પાડવા માટે જુદા જુદા પ્રકારના રસ્તાઓ અપનાવી રહી છે.

ધારાસભ્ય ડેર એ જણાવ્યું હતું કે, મારા વિસ્તારનાં શોષિત લોકોને ન્યાય અપાવવા માટે અમે સરકારનું ધ્યાન દોરવા માટે ગાંધીનગર ખાતે બે દિવસ પ્રતીક ધરણા કરવાનું નક્કી કરેલ પણ તંત્રએ એક જ દિવસની પરમીશન આપેલ છે તો આવતી કાલે તારીખ 08/05/2018 ના સવારના ૧૧. 00 વાગ્યા થી સાંજના 04 .00 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે પ્રતીક ધરણા કરી પ્રમાણિક પ્રયત્નો થકી એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ


અમરેલી મરીન પોલીસ ની સરાહનીય કામગીરી ઘાયલ માછીમાર ની બોટ શોધી સારવાર માટે મધ દરિયા માંથી હોસ્પિટલ પહોંચાડયો અમરેલી-જાફરબદના દરિયામાં માછીમારને થઈ ઇજા…. દરિયામાં 30 નોટિકલ માઈલ દૂર બની ઘટના… માછીમારી દરમ્યાન માથાના ભાગે થઈ ગંભીર ઇજા… મરીન કમાન્ડોની બોટ દ્વારા ઇજગ્રસ્ત માછીમારને લાવવામાં આવ્યો કિનારે….

  1. બ્રેકીંગ….
    અમરેલી-જાફરબદના દરિયામાં માછીમારને થઈ ઇજા….
    દરિયામાં 30 નોટિકલ માઈલ દૂર બની ઘટના…
    માછીમારી દરમ્યાન માથાના ભાગે થઈ ગંભીર ઇજા…
    મરીન કમાન્ડોની બોટ દ્વારા ઇજગ્રસ્ત માછીમારને લાવવામાં આવ્યો કિનારે….

બિટકોઈન કેસમાં ફરાર નલીન કોટડિયાના રૂ.25 લાખ CIDએ રાજકોટથી કબજે કર્યા

બિટકોઈન કેસમાં પોતે પાકસાફ હોવાનો વીડિયો વાયરલ કરનાર પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને સીઆઈડી સામે હાજર થવા માટે સીઆઈડી ક્રાઈમના બે સમન્સ પછી પણ તેઓ હાજર થયા નથી, બીજી તરફ સીઆઈડીની કસ્ટડીમાં રહેલા કિરીટ પાલડિયાની પુછપરછમાં તેણે બિટકોઈનમાંથી મળેવી રકમનો એક ચોક્કસ હિસ્સો નલીન કોટડિયાને પણ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે સીબીઆઈ ક્રાઈમની એક ટીમ રાજકોટ પહોંચી હતી અને તેમણે કોટડિયા તરફથી આવેલા આંગડિયામાં આવેલા રૂ.25 લાખ સ્વીકર્યા હતા, તેની પાસેથી રૂ.25 લાખ રિકવર કરી ટીમ ગાંધીનગર આવા રવાના થઈ છે.

કિરીટ પાલડિયાના પુછપરછ દરમિયાન તેણે શૈલેષ ભટ્ટ પાસેથી પડાવી લેવામાં આવેલા બિટકોઈનમાંથી કોને કેટલી રકમ ચુકવી તે અંગેની પુછપરછ કરી હતી, જેમાં પોલીસ અધિકારીઓ સહિત નલીન કોટડિયાને કેટલીક રકમ ચુકવાઈ હોવાની તેણે કબુલાત કરી હતી. જેમાં રાજકોટની નાનુ નામની વ્યકિતને રૂ.25 લાખ આંગડિયા મારફતે મોકલ્યા હતા. કોટડિયાનો આ નાનુ નામની વ્યકિત અંગત હોવાનું તેણે જણાવ્યું હતું, આ માહિતીને આધારે એક ટીમ રાજકોટ રવાના થઈ હતી. રાજકોટ પહોંચેલી ટીમે નાનુની પુછપરછ કરતા તેને રૂ.25 લાખ આંગડિયા મારફતે મળ્યા હોવાની કબુલાત કરી હતી.સીઆઈડીએ નાનુ પાસેથી રૂ.25 લાખ રૂપિયા કબજે કર્યા હતા અને નાનુની પુછપરછ માટે ગાંધીનગર લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ હજી સુધી નલીન કોટડિયાનો કોઈ પત્તા લાગ્યો નથી. સંભાવના છે કે તેઓ કોઈ પણ કોર્ટમાં આગોતરા જામીન મુકશે, જેના કારણે સીઆઈડી કોર્ટ ઉપર પણ નજર રાખી રહી છે. કોટડિયાના પરિવારના નિવેદન પ્રમાણે તેઓ પોતાના મોબાઈલ ફોન મુકી જતા રહ્યા છે ક્યાં ગયા છે તેની કોઈ જાણકારી પરિવાર પાસે નથી.