Main Menu

Sunday, May 6th, 2018

 

મીતીયાળા અભ્યારણ નજીક બંધુક ના ભડાકે શિકારા નો શિકાર . આરક્ષિત વન્ય પ્રાણી ની કેટેગરી આવતા શીંકારા ના  શિકારી ઓ ડીએફ ઓ સહીત ની ૧૦૦ થી વધુ સ્ટાફ ને ચકમો આપી નાસી છુટ્યા .

દશરથ સિંહ રાઠોડ દ્વારા

મીતીયાળા અભ્યારણ નજીક બંધુક ના ભડાકે શિકારા નો શિકાર . આરક્ષિત વન્ય
પ્રાણી ની કેટેગરી આવતા શીંકારા ના  શિકારી ઓ ડીએફ ઓ સહીત ની ૧૦૦ થી વધુ
સ્ટાફ ને ચકમો આપી નાસી છુટ્યા .

ધારી ગીર પૂર્વ ના ડીએફ ઓ કૃપા સ્વામી સહીત ડીવીજન નો સમગ્ર સ્ટાફ ચાર
ચાર આરએફ ઓ ની હાજરી માં શિકાર થયો છતાં વન વિભાગ શિકારી ને પકડી ન શકતા
, વન વિભાગ ના જ બે જવાબદાર અધિકારી ઓ ની ઘોર બેદરકારી સામે આવી .

સમગ્ર મામલા ના પ્રત્યક્ષ દર્શી ફરિયાદી દશરથ સિંહ રાઠોડ દ્વારા બે
જવાબદાર અધિકારી સામે કડક પગલા ભરવા માંગ કરાઈ

માત્ર બે રાઉન્ડ હવા માં ફાઈરીંગ કરી . વન વિભાગે સંતોષ વ્યકત કર્યો .
તમામ લોકો પાસે હથિયાર હોવા છતાં કોઈ અધિકારી દ્વારા શિકારી ઓ ને પકડવા
હિમત ન કરી . જેથી શિકારી ઓ વન વન વિભાગ ઉચ અધિકારી ને સહીત ૧૦૦ જેટલા
કારમી ઓ ને ચકમો આપી ફરાર

ધારી ગીર પૂર્વ ના મીતીયાળા અભ્યારણ નજીક રાત ના સમયે બંધુક ધારી શિકારી
ઓ આવી ચડ્યા હતા અને શિકાર ની ફિરાક માં જંગલ આસપાસ રેવન્યુ વિસ્તાર
જ્યાં સિંહો સહીત દરેક વન્ય જીવો નો નો વસવાટ છે ત્યાં આ શિકારી ઓ બંધુક
સાથે આવી ચડ્યા હતા જેથી સ્થાનિક પર્યાવરણ વિર્દ દશરથ સિંહ રાઠોડ ના
ધ્યાને આ બાબત આવી હતી જેથી વન્ય જીવો ને બચવાની તેમની  ફરજ ના ભાગ રૂપે
દશરથ સિંહ દ્વારા અહી ના સ્થાનિક આર એફ ઓ તેમજ સ્થાનિક સ્ટાફ ને જાણ કરે
છે છતાં કોઈ સ્ટાફ ત્યાં ન આવતા પર્યાવરણ પ્રેમી દ્વારા સીધો ધારી ગીર ના
પ્રમુખ અધિકારી કૃપા સ્વામી ને ફોન કરી શિકારી હોવાની ફરિયાદ કરે છે અને
સ્ટાફ કોઈ આવતો ન હોવાનું જણાવે છે ત્યારે કૃપા સ્વામી ઘટના ની ગંભીરતા
સમજી તુરંત ઘટના સ્થળ પર પહોચી જાય છે અને શિકારી ને ટ્રેસ કરે છે તે
દરમિયાન ૧૦૦ જેટલા વન કર્મી ઓ જેમાં સાવરકુંડલા ધારી ગીર ખાંભા તુલાશીશામ
રેંજ ના વન્ય કર્મી ઓ આવી જાય છે છતાં આ શિકારી ઓ બંધુક મારી શીન્કારા નો
શિકાર કરે છે ત્યારે વન વિભાગ દ્વારા તેને પડકારતા આ શિકારી ઓ શિકાર મૂકી
ભાગી જવામાં સફળ થાય છે તે પણ પ્રમુખ અધિકારી સહીત ૧૦૦ જેટલા વન્ય કર્મી
ઓ ની હાજરી માં આ બધી બબાલ દરમિયાન સુત્રો જણાવે છે કે બે રાઉન્ડ ફાયરીંગ
પણ કરવા માં આવે છે છતાં બેખોફ બનેલા શિકારી ઓ વન વિભાગ ની હાજરી માં
ભાગી છુટે છે ત્યારે વન વિભાગ ની ઘોર બેદરકારી અહી સામે આવે છે અને આ
પ્રસંગે પૂર્વ આર એફ ઓ સી બી ધાંધિયા ની પણ યાદ કરવા પડે હજારો ની હાજરી
માં અનેકો વખત સી બી ધાંધિયા એ ફાયરિંગ કરી શિકારી ઓ ને દબોચી લીધેલા ના
દાખલા છે ત્યારે માત્ર ખાંભા રેંજ માં આ શિકારા નો શિકાર નો બીજો બનાવ છે
આ અગાઉ આજ રેંજ માં કોઠારિયા રાઉન્ડ માં હરણ નું માંસ પકડાયું હતું જેમાં
બે લોકો ની ધરપકડ થઇ હતી ત્યારે સતત સિંહો થી ધમ ધમ તા આ વિસ્તાર માં
શિકારી ઓ બેખોફ બન્યા છે અને વન વિભાગ ના અધિકારી ઓ ને પણ મચક આપી રહ્યા
હોય અહી થી આ પેધી ગયેલા કર્મી ઓ અંગે ડી એફ ઓ ને ફરિયાદ પણ થવા પામી છે

ત્યારે ઘોડા વસુટી જતા  જતા હવે તબેલે તાળા મારવા ના વારા આવ્યા હોય તેમ
વન વિભાગ હાલ શિકારી ઓ નેપક્ડવા દોડતું થયું છે અને સાંજ સુધી ઘટના સ્થળ
આસપાસ શિકાર માં વપરાયેલ બંધુક મળી આવતા હવે વન વિભાગ નો સ્ટાફ મીતીયાળા
અભ્યારણ સહીત ભાડ તેમજ આસપાસ ના ગામો જંગલ ખુંદી શિકારી ઓ પકડવા મથામણ
કરી રહ્યા છે


સવારે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવો

દૂધીનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. અમુક લોકોને દૂધી ખાવાનું પસંદ નથી હોતું. પરંતુ, દૂધી ખાવાના અનેક ફાયદા છે. દૂધીનું શાક ન ભાવે તો તેનું જ્યુસ કરીને પણ પી શકાય છે. જો તમે વધતા વજનથી હેરાન છો તો, તમે દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવો અથવા તેને ઉકાળીને થોડુ મીઠુ નાખીને પણ ખાઈ શકો છો. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે. દરરોજ તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. શુગરના દર્દીઓ માટે દૂધી કોઈ વરદાનથી ઓછી નથી. નિયમિત ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. મોટા ભાગના લોકો પેટની સમસ્યાઓથી પીડાતા હોય  છે. જો તમને પણ પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા છે તો દરરોજ ખાલી પેટ દૂધનું જ્યુસ પીવો. તે ખૂબ જ હળવું હોય છે અને તેમાં રહેલ તત્વ કબ્જ અને  એસીડીટીની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે. દરરોજ તેના સેવનથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ ઓછુ થઈ જાય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય તો હૃદય સંબંધી બીમારીઓ થવાની સંભાવના રહે છે.  તેથી જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો દરરોજ દૂધીના જ્યુસનું સેવન કરો.