Main Menu

Thursday, May 3rd, 2018

 

રાજુલા તાલુકાના દરિયાકાંઠા પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન નો નવમો દિવસ નવમા દિવસે એક ૪૦ વર્ષની દેવુબેન ચૌહાણ નામની મહિલાની તબિયત લથડી હતી

રણછોડ બાબણીયા

રાજુલા તાલુકાના દરિયાકાંઠા પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન નો નવમો દિવસ
નવમા દિવસે એક ૪૦ વર્ષની દેવુબેન ચૌહાણ નામની મહિલાની તબિયત લથડી હતી અને એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
GHCL કંપની અને ભૂમાફિયા સામે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં ગુજરાતના જીલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યા
ભાવનગર ના બાડી-પડવા સુરકા સહિત ના ૧૨ ગામનાં ચાલી રહેલા આંદોલન સમિતિના પ્રવિણસિંહ કનકસિંહ હનુભા‌ સહિત ના લોકો એ આંદોલન છાવણીની મુલાકાત લીધી તેમજ આ તકે ભાજપના અગ્રણી મહેશભાઈ કસવાલા રવુભાઈ ખુમાણ અરજણભાઇ લાખણોત્રા સહિત ના આગેવાનો તેમજ કોળી સમાજના કરણભાઈ પટેલ મહુવાના વિજયભાઈ બારૈયા એ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી તેમજ નવમા દિવસે આંદોલન માં બેસાયેલા લોકોએ કાળી પટ્ટી બાંધી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો આ તકે લોકસમિત ગુજરાત ના આંદોલનકારી મહિલા નીતાબેન વૈધ પણ આંદોલન માં હાજરી આપી હતી
તેમજ આ આંદોલનમાં દિવસે દિવસે ગુજરાતના ખુણે ખુણેથી સામજિક અને રાજકીય આગેવાનો પોંહચી રહ્યા છે અને આંદોલનને સમર્થન કરી રહ્યા છે
તેમજ આંદોલનના આઠમા દિવસે નાયબ કલેકટર સાહેબ એવું કહ્યું હતું કે બહારના લોકો આંદોલનમાં બેઠેલા લોકો ને ઉશ્કેરવાનું કામ કરો છો આ નિવેદન ના વિરુદ્ધ માં અશોકભાઈ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા જીલુભાઈ બારૈયા અજય શિયાળ રણછોડભાઈ બાંભણિયા સહિતના આંદોલનકારીઓ મોંઢે પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


બાબરા પીજીવીસીઍલ દ્રારા બાબરા શહૅરમા નાયબ ઍન્જીનીયર સાહૅબ ઍ.ઍન.વૉરા ની ટીમ દ્રારા બાબરા તાલુકામા ગ્રાહકૉ નૅ અવરીત પાવર સ્પલાઈ મલી રહૅ તૅ માટૅ પુરૅ મુન્સુન મૅન્ટીનૅશન કામગીરી હાથ ધરી

ગોરધન દાફડા દ્વારા

બાબરા પીજીવીસીઍલ દ્રારા બાબરા શહૅરમા નાયબ ઍન્જીનીયર સાહૅબ ઍ.ઍન.વૉરા ની ટીમ દ્રારા બાબરા તાલુકામા ગ્રાહકૉ નૅ અવરીત પાવર સ્પલાઈ મલી રહૅ તૅ માટૅ પુરૅ મુન્સુન મૅન્ટીનૅશન કામગીરી હાથ ધરી.
બાબરા પીજીવીસીઍલ દ્રારા બાબરા શહૅર મા મૅન્ટૅનૅશન ની કામગીરી બાબરા ટાઉન ટીમ દ્રારા બાબરા શહૅર મા અવરીત રીતૅ પાવર ગ્રાહકૉ નૅ મલી રહૅ અનૅ જૅ અવર નવર જૅ પાવર કાપ મુકવૉ પડતૉ હતૉ તૅ પાવર હવૅ ઍકજ વાર ગુરુવાર નૉ પાવર કાપ રાખૅલ અનૅ આખા વષૅનુ મૅન્ટીનૅશન કામ આજ રૉજ બાબરા શહૅર નુ પુણૅ કરૅલ ઍમ બાબરા ટાઉન મા ફરજ બજાવતા નાયબ ઍન્જીનીયર સાહૅબ ઍ ઍન વૉરા સાહૅબ જણાવૅલ.


બ્રેકિંગ ન્યૂઝ… રાજુલા નગરપાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત બાદ ફરી આજે સામાન્ય બેઠક મળતા પ્રમુખ તરીકે બાઘુબેન વાણીયા ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવા માં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ…
રાજુલા નગરપાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત બાદ ફરી આજે સામાન્ય બેઠક મળતા પ્રમુખ તરીકે બાઘુબેન વાણીયા ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવા માં આવી છે
અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા નગરપાલિકા કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે અહીં ચૂંટણી માં કોંગ્રેસ ના 27 સદસ્યો ચૂંટાયા હતા અને ભાજપ ના એક સદસ્ય ચૂંટાયા હતા ત્યાર બાદ પ્રથમ પ્રમુખ તરીકે મહિલા અંતમત હોવાને કારણે મીનાબેન વાઘેલા ની વરણી કરવા માં આવી હતી ત્યાર બાદ અહીં કોંગ્રેસ માં ભંગાણ થયું હતું હતું અને પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત મુકવા માં આવી હતી જે 10 દિવસ પહેલા અવિશ્વાસ પસાર થઈ ત્યાર બાદ આજે પ્રાંત અધિકારી ડાભી ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં 18 સદસ્યો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે પ્રમુખ તરીકે બાઘુબેન બાલાભાઈ વાણીયા ની વરણી થતા કોંગ્રેસ ના સદસ્યો અને કાર્યકરો દ્વારા સન્માન કરી મોં મીઠા કર્યા હતા