Main Menu

May, 2018

 

છેલ્લા વિશ વર્ષથી એકજ પોલીસ મથકમાં ચીટકી રહેલ તુલા રાશિના પોલીસ કર્મીની દાદાગીરી…. એમ.ટી.નો દ્રાઈવર ન હોવા છતાં ગેરકાયદેસર દ્રાઇવિંગ કરીને જિલ્લા પોલીસ વડા સામે ફેંકી રહ્યો છે ચેલેન્જ…. 300 કર્મીઓની હેરફેર કરનાર નીડર ઇન્ચાર્જ એસ.પી.અનુભવી રહ્યા છે શરમ..??? કોણ છે આ પોલીસ કર્મી ને ક્યાં પોલીસ મથકમાં કરે છે નોકરી…..?? જુઓ એસ.એન.ન્યુઝ…..

સાવરકુંડલા

             બીટકોઈન પ્રકરણ બાદ અમરેલી જીલ્લાના પોલીસ તંત્રનું કલેવર બદલવા ઇન્ચાર્જ એસ.પી.કમર કસી રહ્યા છે પણ હજુ અમુક પોલીસ કર્મી તંત્રની આબરૂ ધૂળધાણી આગામી સમય માં કરે તે પહેલા ઇન્ચાર્જ એસ.પી. ભર ભલામણો ની શરમ નેવે મુકીને એકજ પોલીસ મથકમાં ચીટકી રહેલા પોલીસ કર્મી સામે લાલ આંખ ક્યારે કરે તેતો સમય કહેશે પણ પર્સનલ સ્વાર્થ માટે છેલ્લા ૨૦ વર્ષથી એકજ પોલીસ મથકમાં નોકરી કરીને ઇન્ચાર્જ એસ.પી.સામે પડકાર ફેંકતો  પોલીસકર્મી ચર્ચાની એરણે ચડ્યો છે ત્યારે પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ પોલીસના સ્વાંગમાં ખનીજ માફિયાની ભૂમિકા ભજવતા પોલીસ કર્મી આખા પોલીસ મથકનો “વહીવટ” કરી રહ્યા હોવાની વિગતો મળી રહી છે ત્યારે લોકોની કાયદો વ્યવસ્થા સાથે સુરક્ષાની જવાબદારી નિભાવતું પોલીસતંત્રથી વિપરીત ગેરકાયદેસર કામો માટે પીળો પરવાનો આપવાનું કાર્ય કરતા પોલીસ કર્મી સામે આગામી દિવસો માં ગૃહ વિભાગ સુધી રજૂઆત થવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે સાવરકુંડલા સીટી પોલીસ મથકમાં છેલ્લા ૨૦ વર્ષથી નોકરી કરતા તુલા રાશીના પોલીસકર્મી કોઈપણ પ્રકારની એમ.ટી.ની ટ્રેનીંગ વિના અધિકારીઓની ચાપલુસીને કારણે કાયદેસરના ડ્રાઈવર ને કાઢીને ડ્રાઈવર ની ભૂમિકા પણ ભજવતો હોવાની વિગતો પોલીસ સુત્રો માંથી મળી રહી છે સીટી પોલીસ મથકમાં કાયદેસર ના ડ્રાઈવરે બીજા પોલીસ મથકમાં બદલી કરાવી લીધી એ હદ સુધી આ તુલા રાશીના પોલીસ કર્મીની દાદાગીરી નો ભોગ નિર્દોષ પોલીસ કર્મી બની રહ્યા છે ટ્રેક્ટર, ટ્રક બીજાના નામે રાખીને ખનીજચોરી નો કાળો કારોબાર કરતો પોલીસ કર્મી જે પણ પોલીસ મથકના અધિકારી આવે તેની ચાપલુસી કરીને ડ્રાઈવર માં ગોઠવાઈ જાય છે જે ખરેખર કાયદેસર ન હોવા છતાં સીટી પોલીસ મથકના અધિકારી ને વ્હાલા બનીને પોલીસ તંત્રની આબરૂ પર પાણી ફેરવી રહેલા તુલા રાશિના પોલીસ કર્મી પોતાની સર્વિસની ૨૦ વર્ષ જેવી નોકરી ફક્ત ને ફક્ત સાવરકુંડલા સીટી પોલીસ મથક માજ કરી છે મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસવડાની બદલીશાખાના કલાર્ક, કર્મીઓ સાથે મીઠા સંબંધો રાખીને ત્રણ ચાર વર્ષે બે ચાર મહિના આજુબાજુના વંડા, સાવરકુંડલા તાલુકા પોલીસ માં પીરીયડ ચેન્જ કરાવીને ફરી સીટી પોલીસ મથક માજ આવી જતા પોલીસ કર્મી કોંગ્રેસી ધારાસભ્યના મીઠા આશીર્વાદ હોવાની વાતો સંભળાઈ રહી છે ત્યારે ભાજપના રાજમાં કોંગી પદાધિકારીના આશીર્વાદથી કાળા કામ કરનાર સામે અમરેલી જીલ્લાના પોલીસ તંત્ર ક્યારે પગલા ભરે તેતો સમય જ કહેશે પણ અમરેલી જીલ્લા પોલીસ તંત્રને ચેતનવંતુ બનાવવા મથતા નીડર ઇન્ચાર્જ જીલ્લા પોલીસવડા દેસાઈ ખાખી વર્દી ની આડમાં પોલીસતંત્રની આબરૂ નીલામ કરનાર પોલીસકર્મી સામે નિષ્પક્ષ કાર્યવાહી કરીને પોલીસ તંત્રની આન, બાન અને શાન ઇન્ચાર્જ પોલીસ વડા જાળવાશે કે પછી મેરા ભરત મહાન….. વધુ વાંચો


સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે નોકરી કરતા ડ્રાયવર કન્ડક્ટર નું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

અમિતગિરી ગોસ્વામી

સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે નોકરી કરતા ડ્રાયવર કન્ડક્ટર નું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ સાવરકુંડલા એસ.ટી. ડેપો માં છેલ્લા ૩૧ વર્ષ થી કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા નીડર, નિષ્ઠાવાન અને પ્રામાણિક કર્મચારી શ્રી અશોકગીરી ગોસ્વામી તથા ડ્રાયવર તરીકે એસ.ટી. નિગમ માં ૨૮ વર્ષ ફરજ બજાવતા શ્રી રામભાઈ મોરી નો વયમર્યાદા થી નિવૃત થતા હોવાથી સાવરકુંડલા એસ.ટી.ડેપો ના કર્મચારી દ્વારા વિદાય સમારોહ યોજ્યો હતો આ તકે સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર શ્રી પી.બી.મકવાણા સાહેબ દ્વારા બને કર્મચારી ને શ્રીફળ અને સાકર નો પડો અને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે એ.ટી.આઈ. રવિસિંહ રાઠોડ, હેડમિકેનિક એલ.કે.પરમાર, એ.ટી.આઈ. પુનિતભાઈ જોષી, વોચમેન પ્રકાશગીરી ગોસ્વામી, કંડકટર ભરતભાઈ મહેતા, ડ્રાયવર દાનુભાઈ ચાંદુ, ભાણભાઈ ખાડક, હુસેનભાઈ પરમાર, ઈકબાલભાઈ કુરેશી, મહેશભાઈ જોષી તથા સમગ્ર સાવરકુંડલા એ.ટી. સ્ટાફ દ્વારા ફુલહાર શાલ દ્વારા સન્માનીત કરી વિદાય સમારોહ યોજ્યો હતો.


હેડીગ….. સોમનાથ મહાદેવને ૪૦૦ કીલો કેસર કેરીનો શણગાર અને ૩૦ કીલો કેરીના રસથી અભિષેક કરાયો…. જગવિખ્યાત સોમનાથ મહાદેવને આજે અમદાવાદના ઇશનપુરમાં રહેતા શિવભવક અવીનાશ નાગોરીએ પોતાની મનોકામના પૂર્ણ થતા ગીરની પ્રખ્યાત કેસર કેરીનો મનોરથ કરેલ હતો

રવિ ખખ્ખર, વેરાવળ

હેડીગ….. સોમનાથ મહાદેવને ૪૦૦ કીલો કેસર કેરીનો શણગાર અને ૩૦ કીલો કેરીના રસથી અભિષેક કરાયો….

જગવિખ્યાત સોમનાથ મહાદેવને આજે અમદાવાદના ઇશનપુરમાં રહેતા શિવભવક અવીનાશ નાગોરીએ પોતાની મનોકામના પૂર્ણ થતા ગીરની પ્રખ્યાત કેસર કેરીનો મનોરથ કરેલ હતો. જેમાં સવારે ૧૧ વાગ્યે મહાદેવને ૩૦ કેરીના રસનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ બપોરે મહાદેવને ૪૦૦ કીલો કેસર કેરીનો અલોકિક શણગાર કરાયેલ જેના દર્શનનો લ્હાવો લઇ શિવભકતો ઘન્ય બન્યા હતા. 

આ મનોરથ અર્થે માતા, પત્ની અને પુત્રીઅો સહિતના પરીવારજનો સાથે આવેલા મનોરથી ભકત અવીનાશભાઇએ જણાવેલ કે, તેઅો વર્ષમાં ચારેક વખત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આવે છે. ૨૦૧૩ માં તેમની કરોડરજુની સર્જરી કરેલ હતી. ત્યારથી સોમનાથ મહાદેવના આર્શીવાદ તેમમના વેપાર અને કુંટુંબમાં ફળયા હોવાના ફળશ્રુતિરૂપ સાથે મારા સ્ર્વર્ગસ્થ પિતા અને દાદીના સ્મરણાર્થે મહાદેવને કેસર કેરીનો મનોરથ કર્યો


પૂર્વ સમય માં જેમ રાજા પ્રજા ની સમસ્યા જાણવા નગર ચર્ચા એ નીકળતા તેમ રાજુલા ના યુવા ધારાસભ્ય અમરીશ ડેર પોતાની સાદગી માટે જાણીતા છે  . રાજુલા ની બજારો માં ગમે ત્યારે બાઇક લઈને નીકળે છે અને લોકો ને હળે મળે છે લોકો ના પ્રશ્નો જાણે છે જે તેમની સહજ વૃત્તિ

પૂર્વ સમય માં જેમ રાજા પ્રજા ની સમસ્યા જાણવા નગર ચર્ચા એ નીકળતા તેમ રાજુલા ના યુવા ધારાસભ્ય અમરીશ ડેર પોતાની સાદગી માટે જાણીતા છે  . રાજુલા ની બજારો માં ગમે ત્યારે બાઇક લઈને નીકળે છે અને લોકો ને હળે મળે છે લોકો ના પ્રશ્નો જાણે છે જે તેમની સહજ વૃત્તિ છે હાલ સવાર ના સુમારે જ રાજુલા ના પીઢ પત્રકાર સાથે બાઇક ની સવારી કરી રાજુલા ની સાંકડી બજાર માંથી પસાર  થતા કેમેરે કેદ થયા હતા

તસ્વીર . જગદીશ જાખરા


કાઠિયાવાડ માં મહેમાન ભગવાન નું સ્વરૂપ ત્યારે અતિથિ દેવો ભવ નું વડા પ્રધાન નું સૂત્ર નો અહીં ફિયાસ્કો દીવ પ્રશાસન દ્વારા સેફટી નું બાનું ધરિ મહેમાનો ને ગરમી માં રસ્તે રજળાવતા  પ્રવાસી ઓ માં રોષ  સેફટી જેવી સામાન્ય બાબત માં પ્રવાસી ઓ ને હેરાન કરાયા નો પ્રવાસી ઓ નો આક્ષેપ  નરેન્દ્ર મોદી ના અતિથિ દેવો ભાવ નાં સૂત્ર ને દીવ પ્રશાસને રાજકારણ માટે નેવે મુક્યું

કાઠિયાવાડ માં મહેમાન ભગવાન નું સ્વરૂપ ત્યારે અતિથિ દેવો ભવ નું વડા પ્રધાન નું સૂત્ર નો અહીં ફિયાસ્કો
દીવ પ્રશાસન દ્વારા સેફટી નું બાનું ધરિ મહેમાનો ને ગરમી માં રસ્તે રજળાવતા  પ્રવાસી ઓ માં રોષ
સેફટી જેવી સામાન્ય બાબત માં પ્રવાસી ઓ ને હેરાન કરાયા નો પ્રવાસી ઓ નો આક્ષેપ
નરેન્દ્ર મોદી ના અતિથિ દેવો ભાવ નાં સૂત્ર ને દીવ પ્રશાસને રાજકારણ માટે નેવે મુક્યું
ગુજરાતમાં પ્રવાસીઓ હરવા ફરવા વેકેશનમાં જઈ શકે તેવા નજીક માં બહુ ઓછા સ્થળો છે, જેમાં દિવનો પણ સમાવેશ થાય છે. પરંતુ સોમવારની રાત્રે દિવના જાણિતા નાગવાબીચ ઉપર આવેલી જાણિતી હોટલ કોસ્ટમારમાં વેકેશન ગાળવા આવેલા મુસાફરોને પોલીસ કાફલા સાથે આવેલા દિવ કલેક્ટર હેમંતકુમાર અને ડેપ્યુટી કલેક્ટર અપુર્વ શર્માએ બહાર કાઢી મુક્યા હતા. જો કે પહેલા તો મુસાફરો અચાનક આવી ચઢેલી પોલીસ તેમને હોટલની બહાર કેમ કાઢી રહી છે તે સમજી શકી જ નહીં પણ બાદમાં તપાસ કરતા માલુમ પડ્યુ કે ફાયર સેફ્ટિના એનઓસીના મુદ્દે વહિવટી તંત્રને હોટલના સંચાલકો સામે વાંધો પડતા તેમને હોટલ ખાલી કરવાની ફરજ પડી હતી. આમ પરિવાર સાથે ફરવા આવેલા પ્રવાસીઓએ મોડી રાત્રે બીજી હોટલ શોધવા નિકળવુ પડ્યુ હતું.
સોમવારે રાતના નવ વાગ્યે કલેક્ટર ઓફિસના સ્ટાફ નાગવાબીચ ઉપર આવેલી જાણિતી હોટલ કોસ્ટમાર ઉપર આવી  પહોંચ્યા હતો અને તેમણે દરેક રૂમમાં જઈ અને રેસ્ટોરન્ટમાં બેઠેલા પ્રવાસીઓ તાત્કાલીક હોટલ ખાલી કરવાનું ફરમાન કર્યુ હતું. આમ હોટલ ખાલી કરાવવાનું શરૂ કરતા હોટલના મેનેજર અને અન્ય સ્ટાફને તેમના મુસાફરો સાથે આ પ્રકારનું વર્તન નહીં કરવાની વિનંતી કરતા તરત કલેક્ટરે પોલીસ બોલાવી હતી. આ દરમિયાન હોટલના માલિક એવા ભાજપના દિવ-દમણ ઉપાધ્યાક્ષ કિરીટ વાજા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે પણ કલેક્ટર સામે આ પ્રકારનો વ્યવહાર તેમના મુસાફરો સાથે કેમ થઈ રહ્યો છે તેવી પૃચ્છા કરતા અધિકારી એ જણાવ્યુ હતું કે હોટલ પાસે ફાયર સેફ્ટિનું એનઓસી નથી.

ત્યારે કિરીટ વાજાએ જણાવ્યુ હતું કે તેમણે કલેક્ટર ઓફિસમાં એનઓસી માટે અરજી કરેલી છે પરંતુ હજી સુધી તેનો કોઈ ઉત્તર તેમને મળ્યો નથી. પરંતુ કલેક્ટર આ અંગે કોઈ વાત સાંભળવા તૈયાર ન્હોતા.  હાજર પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો કે કિરીટ વાજા અને તેમના સ્ટાફને કામગીરીમાં અડચણ ઉભી કરવાના આરોપસર પુરી દેવામાં આવે. પોલીસે તમામની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ હોટલના મુસાફરો પોતાના પરિવાર અને સામાન સાથે નવી હોટલ શોધવા માટે નિકળ્યા હતા

ત્યારે પ્રધાન મંત્રી નું અતિથિદેવો ભવ નું સૂત્ર કદાચ આ પ્રશાશન ને લાગુ નહિ પડતું હોય અને રાજકારણ હાવી થઈ અહીં અતિથિ ઓ ને હેરાન કરી ભગાડી દેવામાં આવ્યા નું પ્રવાસી ઓ જણાવી રહ્યા હતા

જાફરાબાદ ની ૮૦૦ જેટલી બોટો પરત ફરી જાફરાબાદ ની માત્ર બે બોટો હવે દરિયા માં એકાદ દિવસ માં તે પણ કિનારે આવી જશે માછીમારી ની સીજન પૂરી થતા હવે અઢી મહિના માછીમારો અન્ય વ્યવસાય માં અથવા રોજગારી માટે સ્થળાંતર થશે માછીમારો ને અઢી મહિના નું પેન્શન આપવા માંગ

જાફરાબાદ ની ૮૦૦ જેટલી બોટો પરત ફરી જાફરાબાદ ની માત્ર બે બોટો હવે દરિયા માં એકાદ દિવસ માં તે પણ કિનારે આવી જશે માછીમારી ની સીજન પૂરી થતા હવે અઢી મહિના માછીમારો અન્ય વ્યવસાય માં અથવા રોજગારી માટે સ્થળાંતર થશે માછીમારો ને અઢી મહિના નું પેન્શન આપવા માંગ

૨૫ મેં થી માછીમારો નું વેકેશન. હવે ૧૫ મી ઓગષ્ટ થી ફરી સીજન ચાલુ થશે .

મસ્ત્ય ઉદ્યોગ નો છેલ્લો તમામ જથો વેરાવળ તરફ રવાના કરાયો . તમામ સ્ટોરેજ ને અઢી મહિના ના અલીગઢી તાળા

હાલ ચોમાસા ની સીજન ના દિવસો ગણાઇ રહ્યા છે તેથી તમામ દરિયા ખેડું ઓ હવે દરિયા માંથી પરત ફરી પોતાની બોટો ને કિનારે લાંગરી દીધી છે વાત કરી એ અમરેલી જીલ્લા ના રાજુલા જાફરાબાદ બંદર ની તો અહી ૮૦૦ જેટલી નાની મોટી બોટો દરિયા માં મસ્ત્ય ઉદ્યોગ સાથે જોડાયેલી છે જે તમામ ૮૦૦ બોટો બે દિવસ પહેલા જ મધ્ય દરિયા માં હતી ત્યારે ૨૫ મી મેં પછી માછીમારી નું વેકેશન પડી જતા હાલ જાફરાબાદ ની તમામ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે અને માત્ર બે બોટો જ દરિયા માં છે જે એકાદ દિવસ માં કિનારે આવી જશે તેથી હાલ માછીમારી ઉદ્યોગ હાલ સંપૂર્ણ અઢી મહિના સુધી સાવ બંધ રહેશે નું માછીમાર ના વેપારી સીદુ ભાઈ જણાવી રહ્યા છે અહી કાલ સાંજ સુધી માં માછીમાર ની તમામ પ્રોડક્ટ ને વેરાવળ રવાના કરી દેવા માં આવી છે અને તમામ સ્ટોરેજ ને હાલ બંધ કરીદેવા માં આવ્યા છે જે હવે ૧૫ મી ઓગષ્ટ બાદ જ ખુલશે તેથી હવે આ માછીમારો અઢી મહિના સુધી સાવ બેકાર રહશે જેથી હવે આ માછીમારો અન્ય જગ્યા ઓ પર મજુરી અર્થે ચાલ્યા જશે અથવા સામાજિક પ્રસંગો માં લાગી જશે ત્યારે અઢી મહિના સુધી બેકાર બનેલા આ માછીમારો ને સરકાર દ્વારા પેન્શન આપવું જરૂરી છે નું અહીના મસ્ત્ય ઉદ્યોગ ના વેપારી સીદુ ભાઈ માંગણી કરી રહ્યા છે ત્યારે હાલ આ વિસ્તાર માં કુલ આંઠ થી દસ હજાર લોકો મસ્ત્ય ઉદ્યોગ માં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જોડાયેલા છે જે તમામ હાલ અઢી મહિના સુધી બેકાર બની જશે ત્યારે હાલ તો ચોમાસા ની સીજન શરુ થવાની હોવાથી રાજુલા જાફરાબાદ ની ૮૦૦ બોટો પરત ફરી છે અને જાફરાબાદ ના દરિયા કિનારે લાંગરેલી જુવા મળી રહી છે


બ્રેકીંગ….. અમરેલી-મહા પંચાયતમાં વિરજી ઠુમરે કરેલ બફાટ નો મામલો…..

બ્રેકીંગ…..
અમરેલી-મહા પંચાયતમાં વિરજી ઠુમરે કરેલ બફાટ નો મામલો……
વિરજી ઠુમર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસીઓ પહોંચ્યા એસ.પી.કચેરીએ……
વિરજી ઠુમરે લેટરપેડ માં ભાજપના કાર્યકરો સામે આપી લેખિત ફરીયાદ……
પરેશ ધાનાણી એ ભાજપના કાર્યકરોની ગુંડાગીરી સામે કરી ફરીયાદ……


ખાંભા તુંલસીશ્યામ રેન્જ ના પીપળવા રાઉન્ડ માંથી વાય મર્યાદા થી દીપડી નું મોત

ખાંભા
દશરથસિંહ રાઠોડ

  • ખાંભા તુંલસીશ્યામ રેન્જ ના પીપળવા રાઉન્ડ માંથી વાય મર્યાદા થી દીપડી નું મોત વધુ વાંચો

ખાંભા તુલશીશ્યામ રેન્જ ના ભણીયા રાઉન્ડ માંથી સાત થી આઠ માસ ના સિંહ બાળ નો મૃતદેહ મળી આવ્યો. સિંહ બાળ નું મોત નર સિંહ સાથે ઇનફાઈટ માં થયા નું વન વિભાગ નું અનુમાન ..

ખાંભા
દશરથસિંહ રાઠોડ

ખાંભા તુલશીશ્યામ રેન્જ ના ભણીયા રાઉન્ડ માંથી સાત થી આઠ માસ ના સિંહ બાળ નો મૃતદેહ મળી આવ્યો. સિંહ બાળ નું મોત નર સિંહ સાથે ઇનફાઈટ માં થયા નું વન વિભાગ નું અનુમાન ..
આજે ખાંભા તુલશીશ્યામ રેન્જ માં ભણીયા રાઉન્ડ માં પડાળીયા વિસ્તાર માં એક સાત થી આઠ માસ ના સિંહ બાળ નો મૃત દેહ વન વિભાગ ને મળી આવ્યો હતો . ત્યારે વન વિભાગ ના આર એ ફો તેમજ ડો દેસાઈ ઘટના સ્થળ પર પોહચી તપાસ હાથ ધરેલ હતી .આ સિંહ બાળ ની ઉમર સાત થી આઠ માસ ની હોય અને સિંહ બાળ ને ડાલામથા સિંહ એ ઇનફાઈટ માં મોત ને ઘાટ ઉતારી દીધા નું વન વિભાગ ના આર એ ફો પરીમલ પટેલે જણાવ્યું હતું .આ વિસ્તાર માં એક સિંહણ અને બે બચ્ચા નું ગ્રુપ હતું જેમાંથી આ એક બચ્ચા નું સિંહ સાથે ઇનફાઈટ મોત થયું હતું. આ મૃત સિંહ બાળ નું ડો દેસાઈ દવરા પીએમ કરવા માં આવ્યું હતું અને સિંહ બાળ ના મૃત દેહ ને ખાંભા રેન્જ ઓફીસ ખાતે અગ્નિદાહ આપવા માં આવ્યો હતો .ત્યારે ખાંભા વિસ્તાર માં એક પછી એક એમ બે થી ત્રણ માસ માં બે સિંહ બાળ અને ત્રણ સિંહ ના મોત આમ કુલ 5 જેટલા સિંહ ના મોત થવાથી વન્યપ્રેમી ઓ દુઃખ ની લાગણી ફેલાઇ હતી ..

આ વિસ્તાર ના બીટ ગાર્ડ ની બેદરકારી સામે આવી …

ખાંભા તુલસીશ્યામ રેન્જ ના ભણીયા બીટ ના ફોરેસ્ટ ગાર્ડ નું હેડક્વાર્ટર તાતણીયા હોય અને તેઓ ખાંભા તાલુકા ના રબારીકા ગમે રહેતા હોય જેથી તેમની ભણીયા બીટ માં ફરના કરવા માં આવતા ન હોય અને જંગલ રેઢું પેડ પડ્યું હોવાથી સિંહ તથા સિંહ બાળ ના મોત થવાની ઘટના ઓ સામે આવતી હોય છે અને આમ આ સિંહ બાળ નું મોત આ વિસ્તાર ના બીટગાર્ડ ની બેદરકારી સામે આવી છતાં વન વિભાગ ના ઉચ્ચ અધિકારી દવરા પગલાં ભરવા માં આવતા નથી


બ્રેકીંગ અમરેલી જિલ્લા ના વાતાવરણ માં આવ્યો પલ્ટો…….

બ્રેકીંગ
અમરેલી જિલ્લા ના વાતાવરણ માં આવ્યો પલ્ટો…….

અસહ્ય ગરમી બાદ છુટા છવાયા છાંટા પડતા લોકો એ અનુભવ્યા રાહત નો શ્વાસ……..

સાવરકુંડલા માં આંબરડી, થોરડી,જાબાળ, સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ……..

ખાંભા ના કેટલાક ગામો માં વરસાદી જાપટા……


error: Content is protected !!