Main Menu

Saturday, April 14th, 2018

 

ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતી ઉજવણી

ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતી ઉજવણી 

ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્‍વપ્‍નોને સાકાર કરવાગ્રામ સ્‍વરાજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે

આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી

સમગ્ર રાજયની સાથોસાથ અમરેલી જિલ્‍લામાંગ્રામ સ્‍વરાજ અભિયાનની ઉજવણીનો પ્રારંભ

અમરેલી, તા.૧૪ એપ્રિલ-૨૦૧૮, શનિવાર

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીને સામાજિક ન્‍યાય દિવસ તરીકે ઉજવવામાં આવ્‍યો હતો. આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્‍થિતિમાં અમરેલી જિલ્‍લાના સાવરકુંડલાના ગીણીયા ખાતે ગ્રામ સ્‍વરાજ અભિયાનનો પ્રારંભ કરી, ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્‍મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ દીપપ્રાગટ્ય કરી જણાવ્યું કે, જેવી રીતે પૂ.બાપુનું સ્‍વચ્‍છ ભારતનું સ્‍વપ્‍ન પૂર્ણ કરવા સ્‍વચ્‍છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્‍યું તેવી રીતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્‍વપ્‍નોને સાકાર કરવા ગ્રામ સ્‍વરાજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

રાજયમંત્રીશ્રી કાનાણીએ વધુમાં કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર એ ભારતના ઇતિહાસના મહાન વ્‍યક્તિ હતા. તેમના જન્‍મદિવસે જન ઉપયોગી સુવિધાઓ-યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તે તેમના જન્‍મદિવસની સાર્થક ઉજવણી છે.

મંત્રીશ્રી કાનાણીએ કહ્યું કે, જરૂરિયાતોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે. સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ છે. તેમણે ગ્રામ સ્‍વરાજ અભિયાન કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમના ઉદ્દેશ્યો જણાવ્યા હતા.મ

તેમણે, ડો.બાબાસાહેબને સવાસો કરોડ દેશવાસીઓના નેતા ગણાવી સૌને સંકલ્પબદ્ધ થવા માટે અપીલ કરી કે બાબા સાહેબે શિક્ષિત બની સંગઠિત બની વિકાસનો જે કોલ આપ્યો છે તેને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે નેક બની એક બની સમાજ સમસ્ત સાકાર કરે એ જ બાબા સાહેબને સાચી શ્રધ્ધાંજલિ છે.

સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ પૂ.બાપુને ટાંકતા જણાવ્યું કે, સાચું ભારત ગામડાઓમાં વસે છે ત્‍યારે ગ્રામ્ય વિસ્‍તારમાં સુવિધાઓ અને યોજનાકીય લાભ આપી ગામડાઓને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય રહેલો છે. ગામ-ગરીબ-કિસાન માટે રાજય-કેન્‍દ્ર સરકાર પ્રતિબધ્‍ધ છે. શ્રી કાછડીયાએ વિવિધ યોજનાઓની વિગતો જણાવી, ગામડાઓને વિકાસ માટે જાગૃત્ત થઇ યોજનાકીય લાભો મેળવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, કલેકટરશ્રી આયુષકુમાર ઓક, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશકુમાર નિરગુડે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી પી.એમ. ડોબરીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી કમલેશભાઇ કાનાણી, મહાનુભાવો-પદાધિકારીશ્રીઓ-અધિકારી-કર્મચારીશ્રીઓ અને ગીણીયાના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રારંભમાં શાબ્‍દિક સ્‍વાગત કરતા પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિએ, ગ્રામ સ્‍વરાજ અભિયાનની સમગ્રતયા રૂપરેખા આપી તેના ઉદ્દેશ્યો જણાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે,   અનુ. જાતિ કલ્‍યાણ-ગાંધીનગર દ્વારા ડૉ. બાબાસાહેબ જન્‍મ જયંતી નિમિત્તે તા.૧૪ એપ્રિલ-૨૦૧૮થી તા.૫ મે-૨૦૧૮ દરમિયાન ગ્રામ સ્‍વરાજ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. સમગ્ર રાજયના ૧૭ જિલ્‍લાના ૯૬ ગામોમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગીણીયા, વડીયાના બાદનપુર અને બગસરાના ઝાંઝરીયા ગામની પસંદગી કરવામાં આવી છે.

કાર્યક્રમના પ્રારંભે બાળાઓએ સ્‍વાગત કૃત્તિ અને સાંસ્‍કૃત્તિક કૃત્તિઓ રજૂ કરતા મહાનુભાવોએ તેમને રોકડ પુરસ્‍કારોથી સન્‍માનિત કર્યા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોનું ફળ-કઠોળની ટોપલીથી સ્‍વાગત કરવામાં આવતા, તેમણે આંગણવાડીના બાળકો માટે અર્પણ કર્યુ હતુ. આભારવિધી સરપંચશ્રી રમેશભાઇ વાઢેરે કરી હતી.


દરિયા વચ્ચે ઘેરાયેલા શિયાળ બેટ ને મળશે નર્મદા નું પાણી અમરેલી વહીવટી તંત્ર તથા .કાર્યપાલક ઈજનેર ની મહેનત રંગ લાવી

Executive Editor  Snnews
દિલિપજીરૂકા
 ઉનાળા નાં દિવસો ચાલુ થતા જ રાજય માં પાણી નોંપોકાર ઉઠવા પામ્યો છે ત્યાંરે રાજુલા નાં પીપાવાવ પોર્ટ નજીક એક નોટિકલ માઈલ દૂર શિયાળ બેટ ટાપુ આવે લો છે ચો તરફ દરિયા થિ ઘેરાયેલ આ ટાપુ પર જવા આવવા હોડી નો સહારો લેવો પડે છે ત્યારે ચારે તરફ દરિયો હોવાથી અહીં ખાસ કરી પાણી ની વિશેષ તકલીફ છે અહીં પાણી  જે ડંકી દાર નું ખારું આવે છે અને લોકો તેજ પાણી પિય રહ્યા છે સવાર થતાંજ અહીં લોકો ડંકી પાસે એકઠા થઇ પાણી ભરતા જૂવા મળે છે લોકો ને પાણી ની પાર વાર મુશ્કેલી ઓ અહીં ઉભી છે  જેથી
સરકાર દ્વારા અહીં ટાપુ પર નર્મદા નું પાણી મળી રહે તે માટે દરિયા માં પાણી ની પાઇપ લાઇન નાખવા નું કામ ચાલુ છે . જે આગામી દિવસો માં પૂર્ણ તા નાં આરે છે જેથી લોકો ને મીઠું નર્મદા નું પાણી દરિયા વચ્ચે થઈ મળશે .
અમરેલી કાર્યપાલક ઈજનેર આર એસ ઉદેનિયા જણાવે છે કે  અહીં શિયાળ બેટ દરિયાઈ ટાપુ છે જેના વસતા 15 હજાર લોકો માટે મીઠું પાણી મળી રહે તે માટે ખાસ 6 કિમિ દૂર ચાંચ ગામ ના સંપ માંથી નર્મદા નું પાણી દરિયા માં પાઇપ લાઇન બેસાડી લાવવાના પ્રયાસો હાલ હાથ ધરાઈ રહ્યા છે જેથી અહીં લોકો ને પણ મીઠું પાણી નર્મદા નું આગામી થોડા દિવસો માં મળી રહેશે  ખાસ કરી સરકાર શ્રી દ્વારા અહીં લાઈટ પણ દરિયામાં કેબલ નાખી ને આપવા માં આવી છે તેવી જ રીતે દરિયા માં પાણી ની નર્મદા ની સ્પેશ્યલ લાઇન નાખી અહીં 6 કિમિ દુર અને 70 ફુટ ઊંડા દરિયા માંથી આ પાણી ની લાઇન નાખી અહીં શિયાળ બેટ નાં લોકો ને મીઠું પાણી સરકાર દ્વારા આપવામાં આવશે જે નીંકામગીરી જોર શોર માં ચાલુ છે અને આગામી દિવસો માં આ શિયાળ બેટ નાં દરિયા માં વસતા લોકો પણ નર્મદા નું પાણી પિય શકશે

error: Content is protected !!