Main Menu

Friday, April 6th, 2018

 

સાવરકુંડલાના મિતીયાળા ગામના લોકો તરસી રહ્યા છે પાણી વગર. ગ્રામ પંચાયત દ્વારા મનસ્વી વતૅન રખાઈ રહ્યાનો ગ્રામજનોનો આક્ષેપ.

સાવરકુંડલા, તા.૬/૪

સુભાષ સોલંકી

સાવરકુંડલાના મિતીયાળા ગામના લોકો તરસી રહ્યા છે પાણી વગર.
ગ્રામ પંચાયત દ્વારા મનસ્વી વતૅન રખાઈ રહ્યાનો ગ્રામજનોનો આક્ષેપ.
સાવરકુંડલાના ગીરકાંઠે અંતરીયાળ વિસ્તારમા વસેલ મિતીયાળા ગામના લોકો સહિત પશુઓ પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે.ગીરકાંઠે આવેલ મિતીયાળા ગામ ૨૦૦૦ થી ૨૫૦૦ની વસ્તી ધરાવે છે.આ ગામ વષોૅથી વિકાસથી વંચિત રહેલ છે.હાલ ગામની મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે.ગામના સુભાનભાઈ મકવાણાનુ કહેવુ છે કે ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે કુવા, બોર છે જેમા પાણી પણ છે પરંતુ ગામના સરપંચ દ્વારા ગામના અમુક વિસ્તારોમા જાણી જોયને પાણી અપાતુ ન હોવાથી ભરઉનાળે ગામની મહિલાઓ માથે બેડા ઉંચકી દુર દુર વાડીમાથી પાણી લાવી પોતાના પરિવારની તરસ છીપાવે છે. પશુઓ માટે ગામમા અવેડાઓ પણ છે પરંતુ અવેડામા પાણી નહી અપાતા પશુઓ પણ પાણી માટે તરસી રહ્યા હોય મિતીયાળા ગામની પ્રજા સાથે પશુઓની પણ માઠી દશા હોય પંચાયત દ્વારા યોગ્ય કરવા ગ્રામજનો દ્વારા અનેકવાર મૌખિક રજુઆતો કરવા છતા સરપંચ અને તલાટીમંઞી દ્વારા ઉડાવ જવાબ આપી ગામની ભોળી પ્રજા સાથે મજાક કરી રહી હોવાનો ગામના સુભાનભાઈ મકવાણા, કરશનભાઈ બગડા, અશરફભાઈ મકવાણા, દિલાભાઈ રાઠોડ, ખીમજીભાઈ બગડા સહિત પાણી પિડીત લોકોએ ગ્રામ પંચાયત પર આક્ષેપ કરેલ હોવાનુ અશરફ મકવાણાએ જણાવેલ.


અમરેલી બ્રેકિંગ… જાફરાબાદ નાગેશ્રી નાં સહિયર બિડ માં ભયંકર દવ લાગ્યો 50 થઈ 60 વિઘા નું બિડ બળી ને ખાખ સિંહ સહિત નાં અન્ય વન્ય જીવો નો કાયમી વસવાટ. રાજુલા રેન્જ નાં નવ નિયુક્ત મહિલા આરએફઓ આર ડી પાઠક તેમજ ટિમ દ્વારા 6 સિંહો ને સળગતા બિડ માંથી સ્થળાંતરિત કરાયા . તમામ સિંહો સુરક્ષિત

સંજીવ જોશી દ્વારા

અમરેલી
જાફરાબાદ નાગેશ્રી નાં સહિયર બિડ માં ભયંકર દવ લાગ્યો
50 થઈ 60 વિઘા નું બિડ બળી ને ખાખ
સિંહ સહિત નાં અન્ય વન્ય જીવો નો કાયમી વસવાટ. રાજુલા રેન્જ નાં નવ નિયુક્ત મહિલા આરએફઓ આર ડી પાઠક તેમજ ટિમ દ્વારા
6 સિંહો ને સળગતા બિડ માંથી સ્થળાંતરિત કરાયા . તમામ
સિંહો સુરક્ષિત

રાજુલા રેન્જ નીચે આવતા જાફરાબાદ નાં સહિયર બિડ માં આજ સાંજ નાં સુમારે ભયંકર આગ આગી હતી જેમાં બિડ નો 50 થિ 60 વિધા નાં વૃક્ષો સહિત ની ફૂલ જાડ બળી ને ખાખ થઈ જવા પામ્યા હતા ત્યારે આ બિડ માં કુલ બે નર સિંહો એક સિંહણ અને ત્રણ નાના સિંહ બાળ નો કાયમી વસવાટ છે તેથી રાજુલા વન વિભાગ ના નવ નિયુક્ત આર એફ ઓ આર ડી પાઠક તેમની ટિમ સાથે આગ પર કાબુ મેળવવાની મથામણ હાથ ધરી હતી તે દરમિયાન અહીં 6 સિંહો આ બિડ માં હતા તેથી વન વિભાગ દ્વારા આ સિંહો ને અહીં થી અન્ય સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત કરાયા હતા જ્યાં હાલ આ છ સિંહો સુરક્ષિત રીતે છે ત્યારે વન વિભાગ અને ગ્રામ્ય પંચાયત નાં મંત્રી સહિત નાં એ ડી વાળા .અજય કોટીલા. વિજયભાઈ સહિત નાં વન કર્મી ઓ પણ આગ ને કાબુ લેવામાં જોડાયા હતા અને આ ભયંકર દવ ને કાબુ માં લેવામાં આવ્યો હતો