Main Menu

Thursday, April 5th, 2018

 

ધારી તાલિકાના માલસીકા ગામે કાતરીયા પરિવારના કુળદેવીના પન્દરમા પાટોત્સવ નિમિતે એકઠા થયેલા આહિર પરિવારે ધર્મ કાર્ય સાથે નવતર પ્રયોગ કરી વ્યસન મુક્તિ અને બેટી બચાવની લિધી પ્રતિગ્નાઓ લઈને અન્ય સમાજને નવો જ સન્દેશો આપ્યો…

દિનેશ ભાઈ કાતરિયા દ્વારા

 ધારી તાલિકાના માલસીકા ગામે કાતરીયા પરિવારના કુળદેવીના પન્દરમા પાટોત્સવ નિમિતે એકઠા થયેલા આહિર પરિવારે ધર્મ કાર્ય સાથે નવતર પ્રયોગ કરી વ્યસન મુક્તિ અને બેટી બચાવની લિધી પ્રતિગ્નાઓ લઈને અન્ય સમાજને નવો જ સન્દેશો આપ્યો…

માલસીકા ગામે આવેલ ખોડીયાર માતાજીનુ મન્દિર…અહિયા માતાજીનો પન્દરમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે આ હવન અને માતાજીના ધર્મકાર્ય સાથે આવેલ આહિર સમાજે પદયાત્રા કાઢી હતી અને જાહેર સભામા મહેમાનોનુ સન્માન કરાયુ આ કાર્યક્રમમા રાજુલાના યુવા ધારાસભ્ય અમરીશ ડેર  જે.વી. કાકડીયા ધારીના ધારાસભ્યો સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

કાતરીયા પરિવારના આ પાટોત્સવમા સમાજ ઉત્કર્શના વિવિધ સન્દેશ સાથે લોકોએ તેનો લાભ લીધો હતો અને વ્યસન મુક્તિ તેમજ રક્ત્દાન કેમ્પમા ભારે ધસારો જોવા મળ્યો હતો

  1. આહુર સમાજ માલસીકા દ્વારા યોજાયેલ આ ધર્મોત્સવમા અન્ય સમાજને પ્રેરણા આપતા તેને આવેલ મહેમાનોએ આવકીરી હતી અને આહિર સમાજનુ ગૌરવ એવા રાજુલાના ધારાસભ્યએ તમામ સમાજને બેટી બચાવો બેટી પઢાવો..વ્યસનો છોડો..અને એક વ્રુક્ષ વાવવાની પ્રતિંગ્ના લેવડાવી નવો ચિલો પાડ્યો હતો..

ધારીના માલસેકા ખાતે યોજાયેલ ધર્મોત્સવ કાર્યક્રમમા જે સમાજ સન્દેશ સાથે અપાયેલ પ્રેરણા અને પ્રતિગ્નાનુ અન્ય સમાજ અનુકરણ કરે તો તમામ સમાજમાથી આ દુશણો દુર કરવા સહેલા પડી જશે….


બાબરા શહેર માં પીવા ના પાણી ની મોકાણ લોકોને જાહેર સ્ટેન્ડ પર પીવાનું પાણી ભરવા જવાની ફરજ પડી રહી છે  છતે પાણી લોકો એ  હાડમારી નગરપાલિકા ની બેદરકારી ના કારણે લોકો પીવાના પાણી માટે ભટકી રહ્યા છે

રાજુ બસિયા
બાબરા શહેર માં પીવા ના પાણી ની મોકાણ લોકોને જાહેર સ્ટેન્ડ પર પીવાનું પાણી ભરવા જવાની ફરજ પડી રહી છે
છતે પાણી લોકો એ  હાડમારી નગરપાલિકા ની બેદરકારી ના કારણે લોકો પીવાના પાણી માટે ભટકી રહ્યા છે
—————————————————————–
 બાબરા શહેર માં નગરપાલિકા ની બેદકારી ના કારણે લોકો ને પીવા ના પાણી માટે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે અહીં શહેર માં આવેલ નગરપાલિકા નો પમ્પહાઉસ ની મોટર ખોરવાય જતા મોટાભાગ ના વિસ્તારમાં પાણી નું વિતરણ અનિયમિત થયું છે
બાબરા શહેર નગરજનો ને છેલ્લા એક સપ્તાહ થી પીવાનું પાણી નિયમિત ન મળતા લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે
પીવાનું પાણી મેળવવા લોકો ને પરિવાર સાથે શહેર માં આમતેમ ભટકવું પડે અહીં  ધંધો રોજગાર બંધ રાખી પરિવાર સાથે લારી માં પાણી ભરવાની નોબત લોકો ને આવી છે
છતે પાણી એ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે નગરપાલિકા ના પાણી પુરવઠા ના ઋષિકભાઈ રાવળ ના જણાવ્યા અનુસાર અહીં પમ્પહાઉસ માં પાંચ ઇલેક્ટ્રોનિક મોટર આવેલી છે જેના વડે પાણી નું પમ્પીગ કરી વિતરણ કરવામાં આવે છે પણ હાલ ચાર મોટર ખોરવાય જતા રીપેરીંગ અર્થે મોકલી આપેલ છે માત્ર એક મોટર ના સહારે પાણી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે લોકો ને પૂરતા સમય પાણી મળતું નથી હાલ શહેર માં એક કાતરા ચાર એમ એલ ડી પાણી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે પણ મોટર ખોરવાય જતા ચાર દિવસે પાણી મળી રહ્યું છે જોકે નગરપાલિકા દ્વારા જણાવ્યું છે થોડા દિવસો માં મોટર રીપેરીંગ થઈ જશે અને નવી મોટર પણ ખરીદી કરવામાં આવશે માટે કાયમી પ્રશ્ન નો નિવારણ આવશે

મુખ્યમંત્રી વિજયભાઈ અંબાજી માતાજીના દર્શને

રક્ષાપોટલી બંધાવી લીધા આશીર્વાદ ;51 ગજની ધ્વજા ચડાવી :સુવર્ણ શિખર માટે 1 તોલા સોનાનું દાન અર્પણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંબાજી ધામની મુલાકાત લઈને માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા અંબાજી મંદિરમાં તેઓએ ધર્મપત્ની અંજલીબેન તથા પરિવાર સાથે દર્શન કરી મંગળા આરતી કરી હતી. CM એ માતાજીની કપૂર આરતી ઉતારી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા સીએમ વિજય ભાઈ  રૂપાણીને માતાજીની પ્રતિમા અર્પણ કરાઈ હતી. વિજયભાઈએ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવીને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યપ્રધાને અંબાજી મંદિર પર 51 ગજની ધજા ચડાવી હતી અને સુવર્ણ શિખર માટે 1 તોલા સોનાનું દાન પણ ટ્રસ્ટને કર્યું અકીલા હતું.વિજયભાઈ  રૂપાણીએ ગુજરાત શક્તિશાળી બને તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી .સાથે જ ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે તેમ જણાવ્યુ હતુ.ગુજરાતીઓને શક્તિશાલી અને સામર્થ્ય શાળી બનાવે તેવી આશા દર્શાવી હતી


સસ્તા અનાજની દુકાનને લગતી સઘળી માહિતી હવે આંગળીના ટેરવેઃ એપ્લીકેશન લોન્ચ

કોઇપણ નાગરિક માલનો સ્ટોક, કાર્ડ ધારકોની સંખ્યા, વિતરણ વગેરે જાણી શકશેઃ જયેશ રાદડિયા

ગાંધીનગર : રાજયભરમાં આવેલી ૧૭૦૦૦થી વધુ સસ્તા અનાજની દુકાનો અને ૨૦૦થી વધુ ગોડાઉનોની માહિતી હવે સામાન્ય પ્રજાને જીઆઇએસ એપ્લીકેશનની મદદથી નકશા ઉપર ઉપલબ્ધ થશે તેમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા દ્વારા ગાંધીનગર ખાતેથી જણાવાયું હતું. મંત્રીશ્રીએ આજે જીઆઇએસ બેઇઝ એપ્લીકેશન“Knowyour FPS and Know your Godown” એપ્લીકેશનનું લોન્ચીંગ કરતા કહ્યું હતું કે આ એપ્લીકેશનના લોન્ચીંગથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગએ સઘળી કામગીરી પૂર્ણ પારદર્શકતા સાથે આંગળીના ટેરવે ઉપ્લબ્ધ કરાવી વહીવટી અકીલા પારદર્શકતા માટે નવી પહેલ કરી છે. આ એપ્લીકેશનની મદદથી છેવાડાનો નાગરિક પણ પોતાના આજુબાજુના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનની માહિતી તેમજ તેમાં ઉપલબ્ધ પુરવઠાની વિગતો સરળતાથી આંગળીના ટેરવે નકશા દ્વારા મેળવી શકશે. આ જીઆઇએસ એપ્લીકેશન જાહેર જનતા માટે “pds-geo.gujarat. gov.in” ઉપર ઉપલબ્ધ થશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે કહ્યુ હતું કે બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ્લીકેશનની મદદથી રાજયમાં આવેલા તમામ ગોડાઉનો અને રાજયના તમામ ‘પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર’ની સંપૂર્ણ વિગતો સામાન્ય વ્યકિત મેપ દ્વારા જાણી શકશે. આ એપ્લીકેશનના કારણે ડિસીઝન મેકીંગ કામગીરી થતાં નાણાની બચત થશે ઉપરાંત આપદા સમયે યોગ્ય સંકલન, આયોજન અને અમલીકરણમાં તંત્રને સુગમતા રહેશે. આ એપ્લીકેશનથી રાજયનો કોઇપણ નાગરિક પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારનું સ્થળ અને તેમાં ઉપલબ્ધ સગવડ, કાર્ડ ધારકોની વિગતો, સ્ટોક, વિતરણ વગેરેની માહિતી મેળવી શકશે. રેગ્યુલર અને ચાર્જમાં ચાલતી દુકાનો, પરમીટના સ્ટેટસની છેલ્લી સ્થિતિની વિગતો પણ મેળવી શકશે. રાજયના ૨૦૦ કરતા પણ વધુ ગોડાઉનો અને એની તમામ વિગતો, જથ્થો તથા જથ્થાના વિતરણની વિગતો ભૌગોલિક માહિતી સાથે મેળવી શકશે. સસ્તા અનાજની બે દુકાનો વચ્ચેનું અંતર, આધાર આધારિત જથ્થાના વિતરણની વિગતો પણ ઉપલબ્ધ થતા સમગ્ર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક બનશે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. આ એપ્લીકેશન લોન્ચીંગ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના એમ.ડી. શ્રી મનીષ ભારદ્વાજ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના નિયામક શ્રી અમૃત પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


સલમાન ખાન દોષિત જાહેરઃ બે વર્ષની સજા

અન્ય કલાકારો સૈફઅલીખાન, તબ્બુ, નિલમ, સોનાલી બેન્દ્રે નિર્દોષ જાહેર

બહુચર્ચિત કાળિયાર શિકાર કેસમાં આરોપી ફિલ્મ અભિનેતા સલમાન ખાન પર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. સલમાન ખાનની દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે અન્ય આરોપીઓને  રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૮ માર્ચે આ કેસમાં સીજેએમ ગ્રામીણ દેવકુમાર ખત્રીની કોર્ટમાં સુનવણી થઇ હતી. ત્યારબાદ જજે પોતાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. જો કે આજે એની પર ચુકાદો પણ આવી ગયો છે જેમાં સલમાન ખાનને દોષિત માનવામાં આવ્યો છે અને તેને બે વર્ષની સજાફટકારવામાં આવી છે.


“ઇફ યુ હેવ નો લાયબ્રેરી યુ હેવ નો પાસ્ટ નો ફ્યુચર”

“ઇફ યુ હેવ નો લાયબ્રેરી યુ હેવ નો પાસ્ટ નો ફ્યુચર”

રાજુલા તાલુકામાં એ પી એમ ટર્મિનલ ,પીપાવાવ પોર્ટ ના આર્થિક સાહયોગથી ચાલતી સ્વદીપ સંસ્થા દ્વારા મારા બ્લોક રાજુલાની 23 શાળાઓમાં લાઈબ્રેરી માટે કપબર્ડ તથા પુસ્તકોનું તથા મહાનુભાવોના પરિચય સાથે હાર્ડબોર્ડનું વિતરણ કરવામાં આવેલ.વિતરણના ઝોલા લાઈબ્રેરીના લોકાર્પણ કાર્યક્રમની આછેરી ઝલક અત્રે મુકું છું .આ કાર્યક્રમમાં પીપાવાવ પોર્ટ એપીએમ ટર્મિનલ સી એસ આર હેડ માન. ગુપ્તા સાહેબ , જયંતભાઈ માધડ,કલ્યાણજી ભાઈ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો શાળા સમય બાદ હાજર રહયા હતા.આ તકે શ્રી ગુપ્તા સાહેબે સૌને પ્રેરણાત્મ પ્રવચન આપેલ. આ નોબલ કાર્યને બિરદાવવાના એક પ્રયાસ રૂપે આ પોસ્ટ અત્રે શેર કરું છું.


error: Content is protected !!