Main Menu

Wednesday, April 4th, 2018

 

ધારીના માલસિકા ગામે માતાજીના મંદિરે આહીર સમાજ દ્રારા 15 મો પાટોત્સવ યોજાશે.આહીર સમાજ દ્રારા માત્ર ધર્મકાર્યજ નહી સાથે સાથે સફાઈ અભિયાન,વ્યસન મુક્તિ,બેટી બચાવો,વૃક્ષા રોપણ જેવા સામાજિક સંદેશ સાથે રક્તદાન કેમ્પ પણ યોજાશે

દિનેશ ભાઈ દ્વારા બોરડી

ધારીના માલસિકા ગામે માતાજીના મંદિરે આહીર સમાજ દ્રારા 15 મો પાટોત્સવ યોજાશે.આહીર સમાજ દ્રારા માત્ર ધર્મકાર્યજ નહી સાથે સાથે સફાઈ અભિયાન,વ્યસન મુક્તિ,બેટી બચાવો,વૃક્ષા રોપણ જેવા સામાજિક સંદેશ સાથે રક્તદાન કેમ્પ પણ યોજાશે.આ ધર્મોત્સવમાં રાજસ્વી રત્નો પક્ષ ભૂલીને એકજ છત્રમા બેસી ધર્મસભાને પણ સંબોધશે જેમાં ભાજપના વાસણભાઇ આહીર તેમજ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ અમરીડેર તેમજ પૂનમ માંડમ, વિક્રમ માંડમ પણ ખાસ ઉપસ્થિત રહેશે.તો ધમહોત્સવ સાથે સમાજ ઉત્થાનને વણી લેવાનો નવતર કાર્યક્રમ યોજાશે

 


અમરેલી દરિયાઇ સાગર સુરક્ષા કવચ દરમિયાન પીપાવાવ મરીન દ્વારા મોક ડ્રિલ યોજાઈ 10 નોટિકલ માઈલ દૂર દરિયા માં પરશુરામ નામક શંકાસ્પદ બોટ જડપી પડાઈ

અમરેલી
દરિયાઇ સાગર સુરક્ષા કવચ દરમિયાન પીપાવાવ મરીન દ્વારા મોક ડ્રિલ યોજાઈ
10 નોટિકલ માઈલ દૂર દરિયા માં પરશુરામ નામક શંકાસ્પદ બોટ જડપી પડાઈ

જે ઓપરેશન માં મરીન પીએસ આઈ યશવંત સિંહ ગોહિલ. જાફરાબાદ પીએસ આઈ એચ જી ગોહિલ.તેમજ કમાન્ડો મહેશ ભાઈ મજીથીયા ઈન્દુ ભા ગોહિલ નરેશ ભાઈ સાગઠિયા નરેશ ભાઈ કથીરિયા આ ઓપરેશન માં જોડાયા હતા અને દિવસ ભર આ ઓપરેશન દરિયા માં ચાલ્યું હતું


રાજુલા ના વિક્ટર નજીક શંકાસ્પદ મળી આવેલા સિંહ ના કમોત ની તપાસ ઠેર ની ઠેર ..સવા મહિના જેવો સમય થયો હોવા છતાં નથી મળી કોઈ નકર કડી …

શાહિદ જીરૂકા દ્વારા  વિકટર

રાજુલા ના વિક્ટર નજીક શંકાસ્પદ મળી આવેલા સિંહ ના કમોત ની તપાસ ઠેર ની ઠેર

..સવા મહિના જેવો સમય થયો હોવા છતાં નથી મળી કોઈ નકર કડી …

સિંહ ના હતિયારા શું ?હવા માં ઓગળી ગયા

સિંહ ના રક્ષણ માટે કરોડો નો ધુમાડો છતાં વન વિભાગ થયું વામણું પૂર વાર

રાજુલા ના વિક્ટર નજીક આવેલ ડુંગર ફાટક પાસે થી ગત તા .24/2/ના રોજ આશરે 4વર્ષ ના નર સિંહ નો શંકાસ્પદ મ્રુત દેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું અને ખુદ અમરેલી જિલ્લા ડી .એફ .ઑ .શાકિરા બેગમ પણ અહીં દોડી આવ્યા હતા અને એફ .એસ .એલ .અને ડોગ સ્કોડ ની મદદ લય ને તપાસ શરૂ કરાય હતી અને ડી .એફ .ઑ .મેડમ ની સૂચના થી જુદી જુદી 3ટુકડી બનાવી ને તપાસ પણ શરૂ કરાય હતી પરંતુ ઘટના બન્યા ને આજે સવા મહિના જેવો સમય વીતવા છતાં ફિફા ખાંડતું વનવિભાગ ની તપાસ ઠેર ની ઠેર છે
……….વિક્ટર નજીક થી મળી આવેલ સિંહ નું મોત વાડીઓ માં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રીક શોક થી થયું હોવા નું પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું અને વાડી માલિક દ્વારા બનાવ ને અકસ્માત માં ખપાવવા ના બંદ ઇરાદે વાડી માલિક દ્વારા વાહન તેમજ જાનકારોં ની મદદ લય ને સિંહના મ્રુત દેહ ને તન માર્ગ પર બાવળ ની કાંટ માં ફેંકવા માં આવ્યો જેથી કરી ને સિંહ નું મોત અકસ્માત માં થયું હોય તેમ ખપાઈ જાય પરંતુ મ્રુત દેહ પર કોઈ ઈજા ના નિશાન ના મળ્યા હતા જેથી બનાવ શંકાસ્પદ જણાયો હતો પણ વન વિભાગ ની તપાસ હજુ ઠેર ની ઠેર હોય તેવું લાગી રહ્યું છે …….
……કારણ કે સિંહો ની પંજવણી મામલે વન વિભાગ દ્વારા સાઇબર ક્રાઇમ ની મદદ વડે ગુન્હો ઑ ઉકેલી નાખવા માં આવતા હોય છે પરંતુ સિંહની હત્યા ના મામલે હજુ સુધી શા ? માટે વન વિભાગ સાયબર ક્રાઇમ ની મદદ લેતું નથી તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે
આ મામલે સીધી જ તપાસ ડી.એફ .ઓ .શકીરા બેગમ ના માર્ગ દર્શન હેઠળ ચાલી રહી છે અને ડુંગર પોલીસ સ્ટેશન માં લગાવેલા સી .સી .ટી .વી .ની પણ મદદ લેવાઈ હોવા નું વનવિભાગ ના સૂત્રો પાસે થી જાણવા મળ્યું હતું તેમાં પણ કોઈ નકર પુરાવા મળ્યા ના હતા તેમજ અહીં આજુ બાજુ ના 10કી .મી .ના એરિયા પણ વન વિભાગ દ્વારા ખૂંદી નાખવા માં આવ્યા હતા તેમાં પણ કોઈ કડી હાથ લાગી ન હતી અહીં સિંહ ના મ્રુત દેહ નજીક થી ગોદડાં પણ મળી આવ્યા હતા તે પણ હજુ શોભના ગાંઠિયા સમાન પંડ્યાજ છે ત્યારે સિંહ પ્રેમી ઑ માં એવી માંગ ઉઠવા પામી છે કે અહીં મળી આવેલા મ્રુત દેહ ની તપાસ માં વન વિભાગ ના અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમ ની મદદ લીધી જ નથી ત્યારે સિંહો ની પંજાવણી કરતો વિડીઓ વાયરલ થાય તેમાં તુરંત જ સાયબર ક્રાઇમ ની મદદ લય ને ગુન્હો ઉકેલવા માં આવતો હોય છે ત્યારે અહીં પણ જો વન વિભાગ દ્વારા બનાવ ની રાત્રિ દરમિયાન ના કુલ કેટલા લોકો ના મોબાઇલ ના લોકેશન અહીં ના આવે છે તેમાંથી કેટલા લોકો ની શંકાસ્પદ હિલ ચાલ છે અને આવા શંકાસ્પદ લોકો ના પણ કોલ ડિટેલ કાઢવા માં આવે તો ગુન્હો ઉકેલવા માં મોટી સફળતા મળે તેમ છે સિંહોના હત્યારા હવા માં તો ઓગળી ગયા નથી ને ? ત્યારે જો સિંહો ની પંજવણી મુદ્દે વન વિભાગ ઊંધે માથે થાય ને કસૂરવાર ને સજા અપાવતું હોય છે તો સિંહો ની સુરક્ષા માટે કરોડો રૂપિયા ના ખર્ચા થાય છે છતાં પણ આવા બનાવો બનવા પામે છે તો શું ?સિંહો ની હત્યા માં વન વિભાગ સાયબર ક્રાઇમ ની મદદ ન લય શકે અને શા માટે સાયબર ક્રાઇમ ની મદદ લેવા માં આવતી નથી તે પણ એક શંકા ઉપજાવતો સવાલ છે ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે સાયબર ક્રાઇમ ની મદદ લય ને કસૂરવાર ને કડક સજા કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમી ઑ માં માંગ ઉઠવા પામી છે….. વધુ વાંચો


એસ એન ન્યુઝ નાં ચીફ એડિટર  સંજીવ જોશી ને ત્યાં  માનવ મંદિર નાં પૂજ્ય ભક્તિ રામ ની પધરામણી. બાપુ એ એસ એન ન્યુઝ ને આશીશ પાઠવી શુભેચ્છા અર્પિ

એસ એન ન્યુઝ નાં ચીફ એડિટર

સંજીવ જોશી ને ત્યાં  માનવ મંદિર નાં પૂજ્ય ભક્તિ રામ ની પધરામણી. બાપુ એ એસ એન ન્યુઝ ને આશીશ પાઠવી શુભેચ્છા અર્પિ

સાવરકુંડલા માનવ મંદિર નાં ભક્તિ રામ બાપુ રાજુલા માં એસ એન ન્યુઝ નાં ચીફ એડિટર ને ત્યાં પહોંચી સંજીવ જોશી સહિત નાં પુરા પરિવાર ને આશિષ પાઠવ્યા હતા અને એસ એન ન્યુઝ ખૂબ પ્રગતિ કરે સત્ય નાં માર્ગે ચાલી લોકો નાં પ્રાણ પ્રશ્નો માં મદદ રુપ થાય તે શુભેચ્છા ઓ અર્પિ હતી

 


અમરેલી જીલ્લાના પ્રાણ પ્રશ્નો ને વાચા આપનાર રિપોર્ટર ફારુક કાદરી નો ૪ એપ્રિલે ૩6 માં જન્મ દિવસની શુભકામનાઓનો વિશાળ મિત્ર વર્તુળો દ્વારા શુભેચ્છા નો ધોધ વછુટ્યો છે

સાવરકુંડલા

             સાપ્તાહિક અખબાર થી પા.. પા… પગલી કરીને ઈલેક્ટ્રોનિક મીડિયા ના એ.બી.પી.અસ્મિતામાં સર્વોપરી સાબિત થયેલા ફારુક કાદરી અમરેલી જીલ્લા નું રીપોર્ટીંગ કરીને અમરેલી જીલ્લાના પ્રાણ પ્રશ્નો ને વાચા આપનાર રિપોર્ટર ફારુક કાદરી નો ૪ એપ્રિલે ૩6 માં જન્મ દિવસની શુભકામનાઓનો વિશાળ મિત્ર વર્તુળો દ્વારા શુભેચ્છા નો ધોધ વછુટ્યો છે

             અમરેલી જીલ્લાના સાવરકુંડલાના રહીશ એવા ફારુક કાદરી એ અખબારી આલમ થી પત્રકારત્વ શેત્ર પદાર્પણ કર્યા બાદ હાલ ગુજરાતની નંબર ૧ ગણાતી ચેનલ એ.બી.પી.અસ્મિતા માં જીલ્લા નું રીપોર્ટીંગ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ડંકો વગાડીને લોકોના પ્રાણ પ્રશ્નો અંગે સતત વહીવટી તંત્રના કાન આમળતાં ફારુક કાદરી આજે ૪ એપ્રિલે ૩5 વર્ષ પૂર્ણ કરીને ૩6 માં વર્ષના મંગળ પ્રવેશ કરતા રાજકીય, સામાજિક, શેક્ષણિક શ્ત્રેના માંધાતાઓ સાથે વિશાળ મિત્ર વર્તુળોએ ફારુક કાદરીને ૯૪૦૯૩ ૨૭૨૨૭ પર જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે


error: Content is protected !!