Main Menu

Monday, April 2nd, 2018

 

બ્રેકીંગ….. અમરેલી-ભારત બંધના એલાનને પડધા અડધી રાત્રે પડ્યા….. સાવરકુંડલા ના આંબરડી ના પાટીયા પાસે ટાયરો સળગાવ્યા…. પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે થયો જામ……

બ્રેકીંગ…..
અમરેલી-ભારત બંધના એલાનને પડધા અડધી રાત્રે પડ્યા…..
સાવરકુંડલા ના આંબરડી ના પાટીયા પાસે ટાયરો સળગાવ્યા….
પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે થયો જામ……
રસ્તો બંધ થતાં ટ્રાફિક થયો જામ…..
પોલીસને ટ્રાફિક જામની જાણ થતાં ઘટના સ્થળે જવા રવાના…..
અડધું રાત્રે દલીત સમાજના ટોળાએ ટાયરો સળગાવી ચક્કાજામ કર્યું…….


ટેકા નાં ભાવે ખરીદેલ મગફળી નું ચુકવણું ન થતા અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી તુરંત ખેડૂતો ને રૂપિયા ચૂકવવા પ્રતાપ દુંધાત દ્વારા માંગ કરાઈ .મુખ્ય મંત્રી ને પત્ર પાઠવાયો

Executive Editor

દિલિપજીરૂકા

ટેકા નાં ભાવે મગફળી ખરીદયા પછી ખેડૂતોને પૈસા આપવામાં ઠાગાથયા કરતું તંત્ર નો કાન આમળી

સાવરકુંડલા ના કોંગી ધારાસભ્ય એ મુખ્યમંત્રી ને પત્ર પાઠવીને 5 એપ્રિલ સુધીમાં ખેડૂતોના પૈસા નહિ ચૂકવાઈ તો કલેકટર કચેરીએ અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પ્રતાપ દુધાતે આપી છે

ખેડૂતો ને મગફળીના પૂરતા ભાવ મળી રહે તેમાટે સરકારે ખેડૂતોની ટેકાના ભાવે મગફળી તો ખરીદી લીધી પણ મગફળી ખરીદયા બાદ ખેડૂતોને પૈસા ન ચૂકવતા ખેડૂતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે જગતનો તાત કાળી મજૂરી કરીને પકાવેલી મગફળી ટેકાના ભાવે વેચ્યા બાદ હજુ સુધી નાણાં ન મળતા ખેડૂતોમાં રાજ્યની સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે

 

સરકાર પોકળ વાતો કરી રહી છે ટેકાના ભાવની મગફળી ખરીદી ખેડૂતોના પૈસા ચૂકવતા ન હોવાથી જગતનો તાત હતાશ થઈ ગયો છે 70 મણ ટેકાના ભાવે મગફળી વેચી તેના પૈસા હજુ આવ્યા નથી પાક વીમો નથી આવ્યો ટેકાના ભાવની મગફળીના પૈસા જો સરકારે ચૂકવી દીધા હોતતો મંડળીઓના પૈસા ભરી શક્ય હોટ પણ મંડળીઓના પૈસા નથી શક્યા ફક્ત મગફળીના પૈસા ચૂકવે આ સરકાર તો પણ ખેડૂતોને હાશકારો થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે ત્યારે સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ને પત્ર પાઠવીને ખેડૂતોના હિતાર્થ ચીમકી ઉચારીને સરકાર સામે અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે

 

ચૂંટણી પહેલા ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ઠાગાથૈયા કરીને ખરીદી ડિસેમ્બર ના હજુ પૈસા ખેડૂતોના ચૂકવ્યા નથી સરકાર જાહેરાતો મસમોટી કરે છે પણ ઠેંગો બતાવે છે બીજા ફેસની ખરીદીના પણ પૈસા નથી ચૂકવ્યા તો ચૂંટણી પહેલા ખેડૂતોનું પ્રિયમ 5% સરકાર ભરવાની વાતો કરી હતી તે પણ ખોટી ઠરીને ખેડૂતોને મંડળીઓમાં દોડધામ મચી હતી ત્યારે 5 એપ્રિલ સુધીમાં સરકાર નાણાં નહિ ચૂકવે તો અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન કરીને ખેફુટે માટે કોંગ્રેસ જમીન પર લડાઈ કરવાની ચીમકી આપતા રાજકીય ખળભળાટ મચી ગયો છે

 


શાસ્ત્રો માં જેનો ઉલ્લેખ છે તે રામાયણ કાળ વખતે રામચંદ્ર ભગવંતે સ્થાપિત કરેલ હનુમાન દાદા ની ૫  ફીટ ઉંચી મૂર્તિ ધાતરવડી ના કાંઠે અકબંધ સચવાયેલી છે

સત્યમ ધકાણ

શાસ્ત્રો માં જેનો ઉલ્લેખ છે તે રામાયણ કાળ વખતે રામચંદ્ર ભગવંતે સ્થાપિત કરેલ હનુમાન દાદા ની ૫  ફીટ ઉંચી મૂર્તિ ધાતરવડી ના કાંઠે અકબંધ સચવાયેલી છે

પુરા ભારત વર્ષ માં રાજા રામચંદ્ર દ્વારા માત્ર ત્રણજ હનુમાનજી ની મૂર્તિ પ્રતિષ્ઠા થયેલ જેમાં ઘલુડી . લંકા .અને ત્રીજી મુરત ધાતરવડી ના કાંઠે રામાયણ કાળ નો ઈતિહાસ પૂરે છે

પંપાણા આશ્રમ રાજુલા સાવરકુંડલા રોડ પર આંબરડી દોલતી દેતડ ની વચે ધાતરવડી નદી ના કાંઠે આજે પણ આ રામાયણ કાળ ની મુરત સચવાયેલી છે

જાડી જાખરા ગીચ જંગલ જેવા માહોલ હોવાથી લોકો ઓછા ત્યાં દર્શને પહોચે છે

સરકાર દ્વારા રોડ રસ્તા અને આશ્રમ ની કાયાપલટ થાય તો રામાયણ કાળ ની હનુમાનજી ની ૫ ફીટ ઉંચી મુરત ના દર્શન કરવા આસાન બને

સાવરકુંડલા થી રાજુલા જતી વેળા ધાતરવડી નદી આવે આ ધાતરવડી નદી ના કાંઠે ત્રણ ગામ ની સીમ આવેલી છે જેમાં આંબરડી દોલતી અને દેતડ ના સીમાડે નદી ના કાંઠે જ રામાયણ કાળ વખત ના હનુમાનજી વિરાજે છે જે પંપાણા આશ્રમ નજીક હોવા છતાં લોકો ના ધ્યાન માં જ નથી અહી નદી નાળા ડુંગરો જાડી જાખરા વચે રસ્તા પસાર કરી અહી આશ્રમ માં પહોચાય છે  જ્યાં પહોજ્તાજ નવીનતમ અભીભુતી લોકો માત્ર ને થાય જ છે સાવ શાંત વાતાવરણ પક્ષી નો ઘોંઘાટ સિવાય કોઈ પણ પ્રકાર નું પ્રદુષણ નથી તેથી જ આ આશ્રમ રામાયણ કાળ માં હોય તેવી અભુભુતી થાયછે અહી ના મહંત ધીરુ દાસ ગુરુ શ્રી વિષ્ણુદાસ પણ ઋષિ મુની જેવા સરળ અને મૃદ ભાષી છે ત્યારે મહંત શ્રી ના જણાવ્યા અનુસાર આ હનુમાન જી ની મુરત રામાયણ કાલ વખત ની છે અને રામ ચંદ્ર ભગવાન દ્વારા વનવાસ દરમિયાન અહી તેમની સ્થાપના કરેલી જે હાલ નો પ્રદેશ ચંપા નગરી તરીકે ઓળખાતો અને અહીજ રામ ભગવાન દ્વારા ૬ ફીટ ઉંચી મૂર્તિ ની સ્થાપના  કરેલ ત્યારે માત્ર ત્રણ જ જગ્યા પર ભગવાન રામચંદ્ર જી દ્વારા હનુમાનજી ની મંત્રી ની સ્થાપના કરેલ જેમાં એક મૂર્તિ લંકા  બજી મુરત ધલુંડી અને ત્રીજી મુરત અહી ચંપા નગરી માં સ્થાપી હતી જે પંપાણા આશ્રમ રાજુલા સાવરકુંડલા રોડ પર આંબરડી દોલતી દેતડ ની વચે ધાતરવડી નદી ના કાંઠે આજે પણ આ રામાયણ કાળ ની મુરત સચવાયેલી છે  જે લોકો ના ધ્યાન માં જ નથી પરતું સરકાર શ્રી દ્વારા અહી ધ્યાન દેવામાં આવે તો આ રામાયણ કાળ ની ૫  ફૂટ ઉંચી હનુમાન જી ની મૂર્તિ તેમજ પંપાણા આશ્રમ નો સારો વિકાસ થઇ શકે


પરશુરામ ભગવાન ના જન્મોત્સ ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ સાવર કુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ – પરશુરામ સેના દ્વારા આજથી કાર્યાલય ખુલ્લું મુકાયું,,,

બ્રાહ્મણ ઋષિ કુળભુષણ શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સ ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ સાવર કુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ – પરશુરામ સેનાએ આજથી કાર્યાલય ખુલ્લું મુકાયું,,,તે નિમિતે ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા નું આયોજન કરેલ,, તેમાં સાવર કુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ ના લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેલા  નું નિલેશ જેન્તીભાઈ મેહતા એ જણાવ્યું હતું


રાજુલા નાગરિક સહકારી બેંક મા પ્રમુખ ઉપપ્રમુખ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી

રાજુલા નાગરિક સહકારી બેંક મા પ્રમુખ ઉપપ્રમુખ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી

રાજુલા નાગરિક સહકારી બેંક ના પ્રમુખ તરીકે લાલભાઈ મકવાણા હતા. જેની સમય મર્યાદા પૂર્ણ થતાં પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણી યોજવા મા આવી હતી. મેનેજર જીજ્ઞેશ જોષી ના અધયક્ષ સથાને યોજાઈ હતી. પ્રમુખ તરીકે બાબભાઈ (મામા)કોટીલા તથા ઉપપ્રમુખ તરીકે દિલીપદાદા જોશી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ બેઠક મા
નાગરિક બેંક મા નિતીનભાઇ પંડયા લાલભાઇ મકવાણા તેમજ બેંક ના ડિરેક્ટરો તથા કર્મચારી હાજર રહ્યા હતા.