Main Menu

Sunday, April 1st, 2018

 

રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર)  દ્વારા રાજકોટ મા આરોગ્યભુવન નું લોકાર્પણ પરમ પૂજ્ય શ્રી  મુક્તાનંદ બાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ .

રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર)  દ્વારા રાજકોટ મા આરોગ્યભુવન નું લોકાર્પણ પરમ પૂજ્ય શ્રી  મુક્તાનંદ બાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ .

  1. આ પ્રંસંગે અમદાવાદ તેમજ રાજકોટનાં આરોગ્યભુવન માટે દાન આપનાર દાતાઓનું સન્માન સંતૉનાં વરદહસ્તે કરવામાં આવેલ.જ્ઞાતિનાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશીનુ સન્માન ટ્રસ્ટ તથા જુદા જુદા ગામનાં જ્ઞાતિસમાજ તરફથી કરવામાં આવેલ હતુ.આ પ્રંસંગે પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા જ્ઞાતિ સંત બ્રહ્મલીન જગ્દિશ્વ્રાનંદ સ્વામી ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના શૈક્ષણિક હેતુ માટે 1 કરોડનુ ભંડોળ ઉભુ કરવાની જાહેરાત કરતાં ફક્ત 15 મિનીટમાં 77 લાખનાં દાન દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલ.
    જ્ઞાતિભામાશા સ્વ.ધીરુભાઈ તેરૈયાને મરણોત્તર સન્માન હરિ ૐ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ જે ધીરૂભાઈ તેરૈયાનાં પૌત્ર શ્રી ક્ષિતિજભાઈ શૈલેશભાઈ તેરૈયાએ તેરૈયા પરિવાર વતી સ્વીકારેલ .
    આ કાર્યક્રમમાં જ્ઞાતિસંતૉ ,જ્ઞાતિ અગ્રણીઓ ,અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહી સંત દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો .

અમરેલી બિગ બ્રેકિંગ . 2019 ને લઈ ને લોકસભા ચુંટણી ની મસ મોટી જાહેરાત અમરેલી લોકસભા માટે કોંગ્રેસ એ પ્રતાપ દુંધાત નું નામ ફાઇનલ કર્યું સામા તરફ થી દિલ્લી ભાજપ દ્વારા રણજિત કાછડિયાં અમરેલી લોકસભા માટે ભાજપ નાં ઉમેદવાર .જાહેર

Executive Editor દિલિપજીરૂકા

અમરેલી બિગ બ્રેકિંગ

2019 ને લઈ ને લોકસભા ચુંટણી ની મસ મોટી જાહેરાત અમરેલી લોકસભા માટે રાહુલ ગાંધી એ પ્રતાપ દુંધાત નું નામ ફાઇનલ કર્યું

સામા તરફ થી દિલ્લી ભાજપ દ્વારા રણજિત કાછડિયાં અમરેલી લોકસભા માટે ભાજપ નાં ઉમેદવાર .જાહેર
એક વર્ષ અગાઉ જ ઉમેદવારો જાહેર કરાતા આગામી ચૂંટણી રસ પ્રદ રહેશે
બને યુવા હોવાથી કાંટા ની ટક્કર
લોકો માં ભારે ઉત્સાહ

ભાજપ માટે કપરા ચડાણ
હાલ માં પાંચેય વિધાનસભા ની સીટ કૉંગ્રેસ નાં કબ્જા માં હોવાથી કૉંગ્રેસ નાં પ્રતાપ દુંધાત ની જીત પાકી હોવાનું કૉંગ્રેસ નો આલાપ

હાલ 2019 ની લોકસભા ની ચૂંટણી નાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજ અચાનક જ બને પક્ષે ઉમેદવારો નક્કી થઈ જતા અનેકો તર્ક વિતર્ક થવા પામ્યા છે અહીં ભાજપ તરફ થી યુવા ઉમેદવાર રણજિત કાછડીયા અમરેલી લોકસભા માટે પસંદ થતા અમરેલી ભાજપ માં પણ કહી ખુશી કહી ગમ નો માહોલ ઉભો થવા પામ્યો છે અહીં પીઢ નેતા અને અનેક ઉમેદવારો મેદાને હતા છતાં રણજિત કાછ ડીયા નું નામ ઘોષિત થયું હતું ત્યારે રણજિત ભાઈ સાવરકુંડલા નાં યુવા નેતા છે અને કુંડલા લીલીયા વિધાન સભા માં સારું બહુમાન ધરાવે છે ત્યારે તેમનું નામ લોકસભા માં નક્કી થતા હાલ ભાજપ માં પણ એક ગણ ગણાટ પણ જૂવા મળ્યો હતો પરંતુ રણજિત ભાઈ પોતાની જીતની હાલ સંપૂર્ણ આશા સેવી રહ્યા છે
ત્યારે કૉંગ્રેસ નાં વિવાદાસ્પદ ધારાસભ્ય પ્રતાપ દુંધાત નક્કી થઈ જતા કૉંગ્રેસ માં પણ હાલ ભડકો થવા પામ્યો છે અહીં કૉંગ્રેસ નાં અનેક પીઢ હાલ કૉંગ્રેસ લોકસભા નાં સપના સેવી રહ્યા છે ત્યારે કૉંગ્રેસ પક્ષ દ્વારા અચાનક જ પ્રતાપ દુંધાત નું નામ નક્કી થઈ જતા કૉંગ્રેસ નું એક જૂથ પણ આ વિવાદાસ્પદ ધારાસભ્ય નો વિરોધ દર્શાવી રહ્યા છે . ત્યારે લોકસભા નાં ઉમેદવારો નાં નામ અચાનક જ નકી થઈ જતા હાલ અનેકો તર્ક વિતર્ક પણ થવાં પામ્યા છે ત્યારે અચાનક પ્રથમ એપ્રિલે આ સમાચાર મળતા એસ એન ન્યૂઝ પણ આ અંગે આ સમાચારો ની પુષ્ટિ નથી કરતું
પરંતુ લોકો ની જાણકારીમનોરંજન માટે આ ન્યુઝ પોષ્ટ કર્યા નું એસ એન ન્યુઝ નાં Executive Editor દિલિપજીરૂકા જણાવી રહ્યા છે


સાવરકુંડલા નાગરિક બેન્ક નાં હાલ નાં બોર્ડ 22 હજાર નો નફો 2017/18 માં 45 લાંખે પહોંચાડયો. અભિનંદન ની વર્ષા

સાવરકુંડલા નાગરિક બેન્ક નાં હાલ નાં બોર્ડ 22 હજાર નો નફો 2017/18 માં 45 લાંખે પહોંચાડયો

હાલ રાષ્ટ્રીય બેંકો નાં ઉઠમણા થઈ રહ્યા છે . કરોડો નાં ચુના બેંકો ને લાગી રહ્યા છે નોટ બંધિ અને જી એસટી નો માર ની ગ્રાહકો ને હજી કળ નથી વળી ત્યાં સાવરકુંડલા નાગરિક સહકારી બેન્કે કપરા સમય માં 45 લાખ નો નફો 2017/18 નાં વર્ષ માં કરતા હાલ સાવરકુંડલા નાં નાગરિકો માં ખુશી છવાઈ છે અને લોકો હાલ નાં બોર્ડ ને સમગ્ર સ્ટાફ ને અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે નાગરિક બેન્ક નાં ચેરમેન પરાગ ભાઈ તથા મેનેજીંગ ડિરેક્ટર હિતેશ સરવયા  . તથા અશ્વિન ભાઈ ઉપાધ્યાય હસુ ભાઈ સૂચક આ અંગે જણાવે છે કે
શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લી. ના 17 હજાર સભાસદો તથા 15 હજાર ગ્રહકોએ અમારી ઉપર વિશ્વાસ મૂકીને વાર્ષિક 22 હજાર રૂપિયા નફો કરતી બેંક ને પ્રગતિ તરફ લઈ જવા અમોને સુકાન સોંપેલ. સભાસદોએ અમારા ઉપર મુકેલ અપાર વિશ્વાસને સાર્થક કરવા અમોએ બનતા પ્રયત્નો કરેલ જેના ફળ સ્વરૂપે GST અને નોટ બંધી હોવા છતા પણ આપણી નાગરિક બેંકનો વર્ષ 2017-18નો ગ્રોસ નફો 45 લાખ થયેલ છે.

બેન્કને ઉતરોતર પ્રગતિ તરફ લઈ જવામાં વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા કર્મચારીગણ ને સભાસદો, ગ્રાહકો તથા શહેરની જનતાએ ખૂબ સહકાર આપેલ છે તે બદલ સર્વોનો ખૂબ ખુબ આભાર માનીએ છીએ નું પરાગ ભાઈ જણાવી રહ્યા છે ત્યારે બોર્ડ ની યાદી જોઈ એ તો અહીં

પરાગભાઈ એચ ત્રિવેદી (ચેરમેન)
અશ્વિનભાઈ એચ ઉપાધ્યાય (વાઇસ ચેરમેન)
હિતેશભાઈ પી સરૈયા ( મેનેજીંગ ડિરેક્ટર)

// હસુભાઈ બી સૂચક
પ્રવીણભાઈ બી સાવજ // કમલેશભાઈ આર મગીયા
પ્રકાશકુમાર એચ વડેરા // રમેશભાઈ એન જયાણી
કેશુભાઇ એમ લડવા // વિજયભાઈ એમ ડોડીયા
( બોર્ડ ઓફ ડિરેક્ટર્સ – નાગરિક બેંક )

જીતેન્દ્રભાઈ કે વ્યાસ ( મનેજર )
સમગ્ર કર્મચારી ગણ – નાગરિક બેન્ક )
ની મહેનત રંગ લાવી છે
અને કપરા સમય માં બેન્ક પ્રથમ રહી છે જેથી
નાગરિક બેન્ક નાં સભાસદ સંજય દોંગ઼ા ઇસ્માઇલ ભાઈ જીરૂકા મહેબૂબ કાદરી સત્યમ ધકાણ ભયલું ભાઈ ખુમાણ અશોક સુદાણી સહિત નાં સભાસદો એ અભિનંદન પાઠવ્યા હતા


error: Content is protected !!