Main Menu

April, 2018

 

સિહોના ધરમા આગ….. ખાંભા ના ભાવરડી ગામના (રેવન્યુ) ડબ્બાગાળા ધાર વિસ્તારમા કોય જાણી જોય ને જ આગ લગાડી…. 250 હેક્ટરથી વધારે વિસ્તાર બળીને ખાખ…..

દશરથસિંહ રાઠોડ

સિહોના ધરમા આગ…..
ખાંભા ના ભાવરડી ગામના (રેવન્યુ) ડબ્બાગાળા ધાર વિસ્તારમા કોય જાણી જોય ને જ આગ લગાડી….
250 હેક્ટરથી વધારે વિસ્તાર બળીને ખાખ…..
આ વિસ્તાર રાહાગારો અને ડબ્બાગાળામાં 7 થી વધારે સિહ અન્ય વન્ય પ્રાણીઓનોનુ કાયમી નિવાસ સ્થાન…
વન્યપ્રાણીઓ આગની જ્વાળાથી બચવા વિસ્તાર છોડીને ભાગ્યા તેમજ હજારો મૂંગા અને અબોલ પ્રાણી ઓ ના મોત….
આસપાસ ના ખેડૂત દ્વારા મામલતદાર અને તલસીશ્યામ રેન્જ ના આર એ ફો ને જાણ કરવા માં આવી વન વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળ પર ….
સાત સિહોનો છે અહી વસવાટ..
વન્યપ્રાણી પ્રેમી ઓ અને ગામના યુવાનોની મદદથી આગને કાબુમા લેવાના પ્રયાસ….


રાજુલા માં લાયન્સ ક્લબ ( રોયલ )દ્વારા રાહત દરે નોટ બૂક નું વિતરણ ..

 

શાહિદ ભટ્ટી વિક્ટર દ્વારા

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ )ના સહયોગ થી રાજુલા માં વિતરણ

સેવાકીય પ્રવુતિ માટે અમરેલી જિલ્લા માં હર હંમેશ આગળ રહેતી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ )દ્વારા વિધાર્થીઓ ને રાહત દરે એક્સક્લૂસિવ ક્વાલિટી ના ચોપડા મળી રહે તે માટે અમરેલી માં વિવિધ વિસ્તાર માં વિતરણ વ્યવસ્થા કરવા માં આવી છે ત્યારે રાજુલા માં પણ તે માટે સ્ટોર ખુલ્લો મૂક્યો છે
લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( રોયલ )દ્વારા વિધાર્થીઓ ને રાહત દરે સારી ગુણવતા વાળા ચોપડા મળી રહે તેવા હેતુ થી દોઢ લાખ ચોપડા તેયાર કરવા માં આવ્યા છે જેમાં પ્રાથમિક થી લઈ ને કોલેજ કરતા વિધાર્થીઓ ને ધ્યાન માં રાખી ને રેગ્યુલર સાઇજ , જમ્બો લોંગ બૂક તૈયાર કરવા મા આવી છે જેની કિમ્મત 13રૂપિયા 15રૂપિયા અને 20રૂપિયા રાખવા મા આવી છે જે બજાર ભાવ કરતા અનેક ગણા સસ્તા અને સારી ક્વાલિટી ના છે સંસ્થા ના સદસ્યોં અને સહયોગી પ્રવક્ના સહયોગ થી આ સસ્તી નોટ બૂક કરવી સરળ બની છે
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ )ના પ્રમુખ વસંત ભાઈ મોવલીયા યે જણાવ્યું હતું કે નોટ બૂક વિતરણ પાછળ નો અમારો એકજ ઉદેશ છે કે શ્રેષ્ઠ વસ્તુ સસ્તા દરે આપવી .આ નોટ બૂક બનાવવા માં લાયન્સ ની ટીમે ખુબજ મહેનત કરી છે જેના પરિણામે આજે અમરેલી જિલ્લા ના વિધાર્થીઓ ને ખુબજ ઓછા દરે સુપર ક્વાલિટી ના ચોપડા મળી શક્યા છે
ત્યારે લાયન્સ ક્લબ ઓફ અમરેલી ના સહયોગ થી રાજુલા ખાતે આવેલ દ્વારકેશ આર્કેડ ખાતે તારીખ 27/4/18થી સાગર ભાઈ સરવૈયા ની ઓફિસ ખાતે વિતરણ શરૂ કરવા માં આવ્યું છે જેનો લાભ બહોળી સંખ્યા માં વિધાર્થીઓ લય રહ્યા છે આ તકે મુસ્લિમ સમાજ ના સેવા ભાવિ યુવક સમીર ભાઈ કનૌજિયા પણ મદદ રૂપ થયા હતા આ સેવાકિય કાર્ય નો લાભ રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ના લોકો મોટી સંખ્યા મા તેમ સાગર ભાઈ સરવૈયા દ્વારા અનુરોધ કરાયો છે અને વધુ વિગત માટે 9898909997 પર સમ્પર્ક સાધવો તેમ સાગર ભાઈ સરવૈયા ની યાદી માં જણાવ્યું છે.


બ્રેકિંગ ન્યુઝ… જામનગરના જાણીતા ધારાશાસ્ત્રીની હત્યા…

બ્રેકિંગ ન્યુઝ…

જામનગરના જાણીતા ધારાશાસ્ત્રીની હત્યા…
ધારાશાસ્ત્રી કિરીટ જોષીની છરીના ઘા મારી હત્યા
છરીના 12 જેટલા ઘા ઝીંકી કરાઈ હત્યા
બાઈક પર આવેલા 2 શખ્સો છરીના ઘા મારી ફરાર
પૂર્વ આયોજીત કાવતરુ રચી હત્યાને આપ્યો અંજામ
કોન્ટ્રાક્ટ કિલરને સોંપારી અપાયાની શંકા
હત્યા પાછળ જમીનનો કેસ કારણભૂત હોવાની ચર્ચા


શાલીનતા અને સાદગી નું ઉત્તમ ઉદાહરણ એટલે પ્રતાપ ભાઈ ખુમાણ .નાના માણસો પ્રત્યે નો પ્રેમ . કૌટુંબિક વફાદારી નો ગુણ પ્રતાપ ભાઈ પાસે થી જીવન માં ઉતારવા જેવો

શાલીનતા અને સાદગી નું ઉત્તમ ઉદાહરણ એટલે પ્રતાપ ભાઈ ખુમાણ .નાના માણસો પ્રત્યે નો પ્રેમ . કૌટુંબિક વફાદારી નો ગુણ પ્રતાપ ભાઈ પાસે થી જીવન માં ઉતારવા જેવો

 

અમરેલી રોડ પર નાનું એવું પાંચ વિધા નું ખેતર ધરાવતા બશિર રહેમાન  જાખરા માત્ર 20 વર્ષ નો યુવાન છે અને ખેતી કરી પોતાના પરિવાર નું જીવન નિર્વાહન કરે છે ત્યારે બશિર ના મરહુમ વાલીદ સાહેબ રહેમાન જાખરા નગરપાલિકા ના કર્મી અને બશિર ની પાસે જ સૂર્યોદય પેટ્રોલ પંપ અને તેના માલિક શ્રી પ્રતાપ ભાઈ ખુમાણ . જે રહેમાન ભાઈ ના જુના મિત્ર . જ્યારે આજ રહેમાન ભાઈ હયાત નથી તેથી પ્રતાપ ભાઈ ખુમાણ  આજે પણ જુના સંબંધ ના નાતે બશિર પાસે જઈ હાલ ચાલ પૂછે છે અને નાના એવા ખેતરે માંચડે બેસી જૂની વાતો વાગોળે છે .અને હર  હમેશ બશિર માટે મિત્ર ના દીકરા ને મદદ માટે ત્યાર જ હોય છે . જે પ્રતાપ ભાઈ ખુમાણ ની ખાનદાની છે . નાના માણસો સાથે સતત દોસ્તી તેમની મદદ કરવી . અને તેમની શાલીનતા . સાદગી નો ગુણ તેમની પાસે થી શીખવા જેવો ચોક્કસ થી છે


બ્રેકીંગ……અમરેલી-રાજુલા રિલાયન્સ પીપાવાવ સામે ધારાસભ્ય અંબરીશ ડેર ના ધરણા….. પીપાવાવ રિલાયન્સમાં થતા ધરણામાં પોલીસે કર્યો હસ્તક્ષેપ….

બ્રેકીંગ……
અમરેલી-રાજુલા રિલાયન્સ પીપાવાવ સામે ધારાસભ્ય અંબરીશ ડેર ના ધરણા…..
પીપાવાવ રિલાયન્સમાં થતા ધરણામાં પોલીસે કર્યો હસ્તક્ષેપ….
પરવાનગી વિના થતા ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય અંબરીશ ડેર ની પોલીસે કરી ટીંગાટોળી….
અંબરીશ ડેર સહિત 100 જેટલા ધરકણાંથીઓની કરી અટકાયત….
અમરેલી ઇન્ચાર્જ એસ.પી. બી.એમ.દેસાઈ સહિતના કાફલાએ ધરણા કરાવ્યા બંધ…..
પ્રાંત કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર…….


અમરેલી સાવરકુંડલા નાં આંબરડી નજીક આવેલ જયસુખ રયાણી ની વાડી માં પાણી પીવાથી 4 ભેંસ અને 2 ગાય નાં મોત થયા નું અનુમાન ?

અમરેલી
સાવરકુંડલા નાં આંબરડી નજીક આવેલ જયસુખ રયાણી ની વાડી માં પાણી પીવાથી 4 ભેંસ અને 2 ગાય નાં મોત   નું અનુુ માંન

સુરીક ભાઈ ચાંદુ નાં 6 પશુ જેરી પાણી ને કારણે મૃત પામતા અરેરાટી
પાણી માં દવા ભેળવા નાં કારણે મોત થયાનું તારણ
મૃત પશુ ઓ ને પીએમ માટે ખસેડાયા
સિંહ દીપડા નાં વિસ્તાર માં પાણી માં ઝેર ભેળવી દેતા 6 દુધાળા કિંમતી પશુ ઓ નાં મોત થતા અરેરાટી
વન વિભાગ પણ તપાસ કરે તે જરૂરી
દિલું ભાઈ બોરીચા દ્વારા ઉચ્ચસ્તરીય જાણ કરાઈ


આજે રાજુલા ના પીપાવાવ ખાતે ધારા સભ્ય ડેર દ્વારા ધરણા કરવા માં આવશે .

શાહિદ ભટ્ટી વિક્ટર દ્વારા ..

અમરીશ ભાઈ ડેર દ્વારા 4થી 6વાગ્યા સુધી કમ્પની સામે કરશે ધરણા

રાજુલા સ્થગિત રિલાયન્સ નેવલ કમ્પની ( પી .એસ .એલ ) જે દેશ અને દુનિયા માં સારી નામના ધરાવે છે અને ઈન્ટર નેશનલ લેવલે ચાલતી કમ્પની દ્વારા સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટરો નાછેલ્લા દોઢેક વર્ષ થી બાકી રહેલા નાણા70કરોડ થી પણ વધારે રકમ બાકી છે ત્યારે જન અધિકાર મંચ ના સહયોગ થી ચાલી રહ્યું છે આંદોલન ..
…રાજુલા ના પીપાવાવ ખાતેઆવેલ રિલાયન્સ ડિફેન્સ કમ્પની દ્વારા કરોડો રૂપિયા ના બાકી રહેલા બિલ ના ચૂકવણાં અને સ્થાનિક લેબર ના થતાં શોષણ મુદ્દે જન અધિકાર મંચ ના પ્રવીણ રામ ના નેત્રુત્વ તળે ચાલી રહેલા આંદોલન માં જન આક્રોશ રેલી .આત્મવિલોપન પન સુધી નાજુદા જુદા કાર્ય કર્મો કરીને વિરોધ પ્રદશૅન કરવામાં આવી રહ્યું છે અને આત્મવિલોપન મુદ્દે અમરેલી ના સંસદ નારણ ભાઈ કાછડિયા દ્વારા યોગ્ય કરાવી આપવા ની ખાતરી કમ્પની શતાધિશો ની આગેવાની માં લીધી હોવા છતાં કઈ નકર પરિણામ ના આવ્યું હતું ત્યારે પ્રવીણ રામ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે છેલ્લા 45દિવસ થી આંદોલન કરવા માં આવી રહ્યું છે ત્યારે કમ્પની દ્વારા આંદોલન ને તોડી પાડવાના નિત નવા પેંતરા ઑ કરવા માં આવી રહ્યા છે અને આંદોલન કારી સામે ખોટા કેસો કરવા સહિત આંદોલન કારી ઑ ની ગઈ કાલે ધરપકડ મરીન પોલીસ પીપાવાવ દ્વારા કરાયા બાદ પ્રવીણ રામ દ્વારા જેલ ભરો આંદોલન ની ચીમકી ઊંચારવા આવી હતી અને જામીન લેવા નો ઇનકાર કર્યો હતો જેને લય ને રાજુલા જાફરાબાદ ના ધારા સભ્ય શ્રી અમરીશ ભાઈ ડેર દ્વારા આંદોલન કારી ઑ ની વહારે આવી ને આજ રોજ પીપાવાવ ખાતે આવેલ રિલાયન્સ કમ્પની ના ગેટ પાસે ધરાના કરવાઅંગે તંત્ર ને જાણ કરી છે અને આજ રોજ અમરીશ ભાઈ ડેર ના ટેકેદારો .કોન્ટ્રાક્ટરો અને લેબર સહિત આશરે 2000જેટલા લોકો વ્હારે આવશેઅને 2કલાક ના ધરણા કરશે ત્યારે કમ્પની ના અધિકારીઓ પણ દોડતા થયા છે અને જો હજુ પણ યોગ્ય ન્યાય નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન થવા ની દહેશત જોવા મળી રહી છે


ગરીબ બાળકો ને ફાષ્ટ ફૂડ ની મોજ કરાવતા અમરેલી નાં યુવા નેતા નાસીર ટાંક 

ગરીબ બાળકો ને ફાષ્ટ ફૂડ ની મોજ કરાવતા અમરેલી નાં યુવા નેતા નાસીર ટાંક

રસ્તે જતા કેટલાક ગરીબ બાળકો અમરેલી નાં નાશીર ટાંક ની નજરે ચડે છે અને ફાષ્ટ ફૂડ ની દુકાન આસપાસ આ બાળકો હોવાથી આ યુવાન ને ગરીબ બાળકો ની તલપ માલુમ પડે છે .તેથી તુરંત તમામ આ ગરીબ બાળકો ને ફાષ્ટ ફૂડ ની લહાણી કરી તમામ બાળકો ને કોલ્ડડ્રિન્ક સહિત ભાવતા ભોજનીય કરાવી બાળકો ને રાજી કરી નાશીર પોતે રાજીપો વ્યક્ત કરે છે


બ્રેકિંગ અમરેલી : રાજુલા ના હિંડોરણા વડ વિસ્તાર માં આવેલી ધાતરવડી નદી મા ડેપ્યુટી કલેકટર ની ટીમ ત્રાટકી……….. ખનીજ ચોરી કરતા 5 વાહનો ઝડપી પાડ્યા………

 

બ્રેકિંગ
અમરેલી : રાજુલા ના હિંડોરણા વડ વિસ્તાર માં આવેલી ધાતરવડી નદી મા ડેપ્યુટી કલેકટર ની ટીમ ત્રાટકી………..

ખનીજ ચોરી કરતા 5 વાહનો ઝડપી પાડ્યા………

જેસીબી,લોડર,2 ટ્રક,ટ્રેક્ટર સહીત 5 વાહનો રેતી ચોરી કરતા ઝડપાયા………..

રાજુલા ડેપ્યુટી કલેકટર એ તમામ વાહનો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી……….

50 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી ખાણખનીજ વિભાગ ને રિપોર્ટ કર્યો………

રેતી ચોરી કરતા ભુમાફિયા ઓ ભૂગર્ભ માં ઉતરી ગયા……


કૉંગ્રેસ શાષિત અમરેલી નગર પાલિકા દ્વારા કરોડો નો ભ્રષ્ટાચાર સામે આવ્યો …? કોંગ્રેસ ના કદાવર નેતા ના ગઢ માં ભ્રષ્ટાચાર ની બુ ? ગરીબો માટે ફાળવેલા  સરકાર શ્રી ના સ્વર્ણિમ  મુખ્ય મંત્રી યોજના ના કરોડો રૂપિયા અમીરો માટે વપરાયા ….?

  1. બ્રેકીંગ

કોંગ્રેસ શાષિત અમરેલી નગર પાલિકા દ્વારા કરોડો નો ભ્રષ્ટાચાર સામે આવ્યો …?

કોંગ્રેસ ના કદાવર નેતા ના ગઢ માં ભ્રષ્ટાચાર ની બુ ?

ગરીબો માટે ફાળવેલા  સરકાર શ્રી ના સ્વર્ણિમ  મુખ્ય મંત્રી યોજના ના કરોડો રૂપિયા અમીરો માટે વપરાયા ….?

અમરેલી સીટી બહાર ના ડેવલોપ થતા પોષ વિસ્તારો માં કરોડો ની ગ્રાન્ટ ના સી સી રોડ બની ગયા

જ્યાં રહેણાંક નથી શહેર થી ચાર પાંચ કિમી દુર પ્લોટીંગ સોસાયટી માં નવા આરસી સી રોડ રસ્તા બની જતા અનેક તર્ક વિતર્ક

કુલ ૫.કરોડ ૫૮ લાખ ની રકમ .ગરીબો ના બદલે અમીરો ના બની રહેલા પ્લોટીંગ પોષ વિસ્તાર વપરાઈ હોવાનો આર ટી આઈ એક્ટીવિષ્ટ  નો દાવો

ઓજી અને પાયસોલેટ વિસ્તાર ની ગરીબ વસ્તી . માટે ફાળવેલ કરોડો ની ગ્રાન્ટ ખાનગી સોસાયટી માં વપરાતા અનેક તર્ક વિતર્ક , મુખ્ય મંત્રી શ્રી ને રજૂઆત

   આવનારા દિવસો માં ધડાકા .  વધુ વિગત . માટે જોતા રહો એસ એન ન્યુજ