Main Menu

Saturday, March 10th, 2018

 

વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં વિધાનસભામાં ભાજપ સરકાર પર પ્રહારો

ગાંધીનગર,
રાજયમાં કૃષિ પાક વિમા, વિમાના પ્રિમીયમ બાબતે ખેડૂતોની ખૂબ જ નારાજગી પ્રવર્તે છે. રાજયમાં પાક વીમો વસુલાયા બાદ પાક નિષ્‍ફળ જતાં  વીમાનાં દાવા મંજુર થતા નથી તેમજ ખેડૂતોને ર ટકા પ્રિમીયમ ભરવાનું હોય છે બાકીનાં 3 ટકા સરકારે ચુકવવાના હોય છે. પરંતુ ખેડૂતો પાસેથી ખાનગી વીમા કંપનીઓ પ ટકા વસુલે છે. ત્‍યારબાદ 3 ટકા સબસીડીરૂપે ખેડૂતોને સરકાર પરત ચુકવે છે. પરંતુ તે સબસીડી પણ સમયસર ચુકવાતી નથી. કૃષિ પાકવીમા યોજનામાં અગાઉ સરકારી વીમા કંપની ઘ્‍વારા પ્રિમીયમ વસુલવામાં આવતુ હતું તેના બદલે ભાજપ સરકારે ખાનગી વીમા કંપનીઓને આ કામગીરી સોંપતા વિપક્ષ કોંગ્રેસપક્ષ ઘ્‍વારા ગેરરીતિનાં આક્ષેપો કરવામાં આવતા રહે છે.
આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્‍ય ઘ્‍વારા ખેડૂતોના પાક વીમા અને પ્રિમીયમ બાબતે પ્રશ્‍નોતરીકાળમાં ઉઠાવેલા પ્રશ્‍ને દરમ્‍યાનગીરી કરતાં વિરોધપક્ષના નેતાએ જાણવા માંગ્‍યું હતું કે, વર્ષ ર016માં ખરીફ કપાસનાં પ્રિમીયમ અંગે કૃષિ પાકવીમા, પ્રધાનમંત્રી ફસલ વીમાયોજના અંતર્ગત સરકારે કઈ કંપનીને આ કામ સોંપ્‍યું હતું. એ કંપનીને રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર કે ખેડૂતે કુલ કેટલું પ્રિમીયમ ચુકવવાનું થતું હતું. તે પૈકી કેન્‍દ્રનો હિસ્‍સો કેટલો, રાજય સરકારનો કેટલો હિસ્‍સો હતો અને ખેડૂતોનો હિસ્‍સો કેટલો હતો.
કૃષિમંત્રીએ જણાવ્‍યું હતું કે, એચ.ડી.એફ.સી. અર્ગો કંપનીને આ કામ સોંપવામાં આવ્‍યું હતું. રાજયનાં જીલ્‍લાઓનાં ત્રણ કલસ્‍ટર બનાવવામાં આવ્‍યા છે જેમાં (1) એચ.ડી.એફ.સી. અર્ગો કંપની, એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપની, અને એ.આર.સી. કંપનીઓને ત્રણ કલસ્‍ટરમાં અલગ અલગ કામગીરી સુપ્રત કરવામાં આવી છે.
ધાનાણીએ ટેન્‍ટરનો મુદો ઉપસ્‍થિત કરતા જણાવ્‍યું હતું કે, સંબંધિત કંપનીએ કપાસનાં પાક વીમા પેટે ટેન્‍ડરમાં જે ભાવ કોર્ટ કર્યા હતા તે પ્રતિ 100 રૂપિયે કેટલા રૂપિયા કંપની પ્રિમીયમ વસુલ કરવાની હતી. તે પૈકી ખેડૂતનો હિસ્‍સો બે ટકા છે તે જાણીએ છીએ. પરંતુ રાજય અને કેન્‍દ્ર સરકારે કેટલા ટકા ચુકવ્‍યા ? વિરોધપક્ષના નેતાની ખૂબજ મથામણ બાદ મંત્રીએ પ્રિમીયમ રર4.30 છે તેટલું ટૂંકમાં જ પતાવ્‍યું જેથી આ આંક શંકાસ્‍પદ અને પ્રશ્‍નાર્થ બની રહૃાો.
ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્‍યું કે, પાક વીમા યોજનાનું ખાનગીકરણ સરકારે કરી નાખ્‍યું. ખેડૂતની સબસીડીના નામેખાનગી કંપનીઓ સરકારની તિજોરીમાંથી પ્રજાની પરસેવાની કમાણી લુંટી રહી છે.
ધાનાણીએ ખાણ ખનીજ મંત્રીના નિયમ-44ના નિવેદનની ચર્ચામાં ભાગ લેતા જણાવ્‍યું હતું કે, નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ કુદરતી સંપત્તિની ફાળવણી યોગ્‍ય, બિન ભેદભાવયુકત અને પારદર્શક બને એવું સુચવ્‍યું છે. તે આદેશ મુજબ કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા તા. 1ર જાન્‍યુઆરી, ર01પથી માઈન્‍સ એન્‍ડ મિનરલ્‍સ ડેવલપમેન્‍ટ એન્‍ડ રેગ્‍યુલેશન એમેન્‍ડમેન્‍ટ એકટ-ર01પ અમલમાં મુકવામાં આવ્‍યો. આ કાયદા હેઠળ બનેલ નિયમોનાં સુધારા મુજબ રાજય સરકાર ઘ્‍વારા ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો-ર017 બનાવ્‍યા, જેનું નોટીફીકેશન તા. ર4/પ/17થી પ્રસિઘ્‍ધ કર્યુ. નિયમ-44નાં નિવેદનમાં નામદાર સુપ્રિમ કોર્ટનાં જે આદેશો છે તે અઝવયે કેન્‍દ્ર સરકારે જે કાયદો ઘટયો છે તેનું ગુજરાતમાં વહેલી તકે અમલીકરણ થાય તેવો શુભઆશય હોય તો અમને ગમશે અને આવકારશુેં પણ શુભ આશય હોવો જોઈએ. નામદાર સુપ્રિમ કોર્ટનાં આદેશ પછી ર01પમાં કેન્‍દ્ર કાયદો બનાવે, ર017માં આપણે નોટીફિકેશન બહાર પાડીએ અને આજે ર018માં જે જુની લીઝની ફાળવણી થઈ હતી તેમાં કયાંક એવા ઈસ્‍યુ ઉભા થયા હશે કે નામદાર સુપ્રિમ કોર્ટ ઘ્‍વારા સરકારને સુચન કરવું પડયું.
ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, નામદારસુપ્રિમ કોર્ટની સુચના મુજબ કાર્યવાહી થાય તો રાજયની આવકમાં વધારો થાય, લીઝોનાં ટેન્‍ડરમાં તંદુરસ્‍તી હરિફાઈ થાય અને એ બિડરો જે કમાણી થાય તે રાજય કે કેન્‍દ્રની તિજોરીમાં જમા કરાવે એવા શુભ હેતુથી આ કાયદો લાવવામાં આવ્‍યો છે. પરંતુ નિયમ-44નાં નિવેદનમાં જે સુધારા સુચવ્‍યા છે તે મુજબ હયાત લીઝોની સ્‍વયંમ મુદત વધારવાથી રાજયને નુકશાન જશે. પરંતુ જો પારદર્શકતા અપનાવવામાં આવે અને જે લીઝની મુદત પુરી થતી હોય તેની મુદત વધારવાને બદલે ઈ ટેન્‍ડરીંગ કરીએ તો ખુલ્‍લી હરીયાઈ થાય, વધુ આવકો પારદર્શી રીતે સરકારની તિજોરીમાં આવે. પરંતુ સરકાર સ્‍વયં પણ થી 10 કે 1પ વર્ષ મુદત વધારી આપશે તો ખૂબજ મોટું નુકશાન રાજયને થશે.
ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકારે વર્ષ-ર01પમાં કાયદો કર્યો. એ કાયદાની અમલવારી-ર013પ સુધી એટલે કે ર0 વર્ષ સુધી રાજયમાં નહિં થઈ શકે. અને આનાથી ગુજરાતની તિજોરીને ભારે મોટું નુકશાન થશે રાજયને ફાયદો થાય તે માટે અમારો સ્‍પષ્‍ટ મત છે કે, હયાત લીઝોની મુદત વધારો કરવાનું સરકારે સુચવ્‍યું છે તે નિવેદનમાંથી રાજયનાં હિતમાં દુર કરવામાં આવે. રાજયમાં વધુ આવક આવે તે જોવાની જરૂર છે નહિં કે ખનીજો લુંટવા માટેની આપણે મંજુરી આપીએ.
ભાજપનાંકહેવામાં અને કરવામાં જમીન આસમાનનો ફરક હોય છે. પ્રજાને ગુમરાહ કરવા ગમે તે મુદાનો આસરો લઈ પ્રજાની લાગણી સાથે રમમ કરી, પોતાનો સ્‍વાર્થ સાધી લીધા બાદ તે બધી વાતો ભુલી જાય છે. આંકડાઓની માયાજાળ રચી પ્રજાને ભ્રમીત કરે છે અને આંકડા વાસ્‍તવિક અમલમાં આવતા નથી. વિકાસ કામોનાં નામો બદલીને પોતાના નામે ચડાવાય છે જેને નવી બાબત ગણાય છે. આવા અનેક આક્ષેપો ભાજપ સામે કોંગ્રેસપક્ષ ઘ્‍વારા ઉઠાવવામાં આવે છે. પોતાની વાતમાં વજુદ છે તે પુરવાર કરવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં આંકડાઓ, યોજનાઓ, પ્રશ્‍નો અંગે છણાવટ કરીને ગૃહમાં સોપો પાડી દીધો હતો.
ધાનાણીએ આજે વિધાનસભા ગૃહમાં સામાન્‍ય વહીવટ વિભાગ અને માર્ગ મકાન વિભાગની માંગણીઓ ઉપર ચર્ચામાં ભાગ લેતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં વર્ષ ર001-0રમાં રાજય ધોરીમાર્ગ 19163 કિ.મી. હતા એ ર014-1પમાં 17941 કિ.મી. થયા, એટલે કે 1રરર કિ.મી. ઘટયા, મુખ્‍ય જીલ્‍લા માર્ગો ર09પ3 કિ.મી. હતા એ ર014-1પમાં ર04પ4 કિ.મી. થયા, એટલે 499 કિ.મી. ઘટયા. અન્‍ય જિલ્‍લા માર્ગો 104રર કિ.મી. હતા તે ર014-1પમાં 10રપર કિ.મી.થયા એટલે 170 કિ.મી.ધટયા. આમ, 14 વર્ષમાં 1891 કિ.મી. રોડ ગુજરાતમાંથી કોણ તાણી ગયું ? ભાજપનામિત્રો વખાણ કરતા કહે છે. કે મોસાળે જમણવાર અને મા પીરસનારી, રાજયમાં ભાજપનું શાસન કેન્‍દ્રમાં ભાજપનું શાસન, પરંતુ આ રાજયની પ્રજાની કમાણીમાંથી ભૂતકાળની અંદર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો – રાજય ધોરીમાર્ગનું નેટવર્ક આપણે ઉભું કર્યુ હતું તે રસ્‍તાઓ રાજય ધોરીમાર્ગમાંથી રાષ્‍ટ્રીય ધોરી માર્ગોમાં પરિવર્તન કરવા વિતેલા વર્ષોની ભારત સરકારને પાઠવેલી દરખાસ્‍તો ભારત સરકારે સ્‍વીકારીને રાષ્‍ટ્રીય ધોરીમાર્ગમાં પરિવર્તિત કર્યા. પણ એ રસ્‍તાઓને બી.ઓ.ટી.નાં ધોરણે વિદેશી કંપની ઓસ્‍ટ્રેલીયન ફંડ કંપનીને ફાળવી ટોલ ઉધાવવા માટે મંજુરી આપી દીધી છે. તે પૈકી માળિયા- દ્વારકા – ઓખા રોડ, ભાવનગર-ધોલેરા-ખંભાત રોડ, નારાયણ સરોવર- લખપત રોડ, રાધનપુર- વંડનગર – શામળાજી રોડ, ઈરૂં ચાર રસ્‍તા- તીથલ – ઉમરસંડી રોડ અને અંકલેશ્‍વર – ઝગડીયા- રાજપીપળા, કેવડીયા કોલોની રોડ ગુજરાતની જનતાની કમાણીમાંથી બન્‍યા છે, તે રસ્‍તા ઉપર વિદેશી કંપની ટોલ બુથ નાખીને ગુજરાતીઓના ખિસ્‍સામાંથી  ટોલ શું કામ ઉધરાવે છે ? તેની સ્‍પષ્‍ટતા સરકારે કરવી જોઈએ.
ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે આટલેથી ન અટકતા ઉના, ધારી,બગસરા, અમરેલી,બાબરા, જસદણ,ચોટીલા નાગેશ્રી, ખાંભા, ચલાલા,અમરેલી, પોરબંદર, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, આણંદ, કઠલાલ, કપડવંજ,બાયડ, ધનસુરા, મોડાસા, લખપત,ધડુલી, હાજીપીર, ખાવડા, ધોળાવીરા, મોવાણા, સાંતલપુર, ખંભાળીયા, અડવાણા, પોરબંદર, ચિત્રોડ, રાપર અને ભાણવડ, રાણાવાવ જેવા રોડ જે રાજય ધોરી માર્ગો હતા તેને રાષ્ટ્‌ીય ધોરી માર્ગમાં પરિવર્તિત કરી બી.ઓ.ટી. ધોરણે ખાનગી કંપનીઓને ખોળે ટોલ ઉધરાવા માટે આ રોડ ભેટ ધરવા માટેની સૈઘ્‍ધાંતિક મંજુરી ભારત રસકારે આપી છે ત્‍યારે રાજય સરકારે આ અંગે ગુજરાતની જનતાની ઉપર આ ટોલ નામના વેરાનું ભારણ શું કામ વધારવામાં આવે છે. તેની સ્‍પષ્ટતા કરવી જોઈએ.
ધાનાણીએ સામાન્‍ય વહીવટ વિભાગની માંગણીઓની ચર્ચામાં વાત આગળ વધારતા જણાવ્‍યું હતું કે રાજયમાં નિર્ણયોની અનિર્ણાયકતાના કારણે રાજય પોલીસી પેરાલીસીસનો ભોગ બન્‍યુ હોય એવી સ્‍થિતિનો સામાનો સમગ્ર ગુજરાત કરી રહયું છે. તેઓ નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઈ પટેલ ઉપર નિશાન સાધતાં જણાવ્‍યું હતું કે મંત્રી પરિષદનાં સભ્‍ય હોવા છતાં પહેલી જ મંત્રી પરિષદની મિટિંગમાં શું કામ ઉપસ્‍થિત ન રહયા. તેવા સવાલ બાદ મોદીજી ઉપર નિશાન તાકતા જણાવ્‍યું હતું કે મોદીજી જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા કેન્‍દ્ર સરકારને વિવિધ સવાલો પ્રશ્‍નો કરતા હતા. સામાન્‍ય વહીવટ વિભાગનાં ફેબ્રુઆરી-ર013માં પ્રકાશિત થયેલ કેન્‍દ્ર સરકાર સમક્ષ ગુજરાતનાં અગત્‍યનાં પ્રશ્‍નોની બુક બહારપાડવામાં આવી તે બુકમાં 109 જેટલા પ્રશ્‍નો ર014 પહેલા મુખ્‍યમંત્રી મોદી  ભારત સરકારની સામે કર્યા હતા આ પ્રશ્‍નોનાં કારણે ગુજરાતની જનતાએ સમર્થન આપ્‍યું એથી મોદી વડાપ્રધાનની ખુરશી પર બિરાજમાન થઈ ગયા પરંતુ તે સવાલો વાળા પ્રશ્‍નો વડા પ્રધાન બન્‍યા પછી કેમ ભુલાઈ ગયા ? 48 મહિનાનાં મોદીજી શાસન કરે છે છતાં બધા પ્રશ્‍નો કેમ ગાયબ થયા ?
ધાનાણીએ ગુજરાતની જનતા એ સવાલોનાં જવાબો જાણવા માંગે છે. જણાવીને તે મુદ્‌ા કૃષિ અને સહકાર વિભાગનાં પ્રશ્‍નમાં આંતર રાષ્ટ્‌ીય વિમાની મથક અમદાવાદ ખાતે તાજાફળ શાકભાજી પ્રોસેસ્‍ડ ફુડ અને અન્‍ય કૃષિ ખાઘ પદાર્થોની નિકાસ માટે એરપોર્ટ ઓથોરીટી પાસે કારગો બનાવવા માટે એન.ઓ.સી. માંગ્‍યુ હતું. તે પ્રશ્‍ન હલ થયો ? નર્મદા યોજનાને રાષ્ટ્‌ીય યોજના જાહેર કરવા માટે પશ્ચિમ ગુજરાત રેલ્‍વેનું વડુ મથક અમદાવાદ હોવુ જોઈએ આદિવાસી યુનિવર્સિટી સર્વશિક્ષા અભિયાનમાં ભારત સરકારનો હિસ્‍સો 13માં નાણા પંચની 100 ટકા લોકફાળાનો હિસ્‍સો ગણવા હાઈસ્‍પીડ રેલ્‍વે પ્રોજેકટ અમદાવાદ, મુંબઈ, પુના, કોરીડોર, ગીરનાં જંગલ ફરતે રીંગ રોડ પર્યાવરણની પરવાનગી માટે સત્તાનું કેન્‍દ્રીકરણ રાજય પર્યાવરણ અસર મુલ્‍યાંકન સત્તામંડળ સમુદ્રતટીય નિયમન ઝોન વિસ્‍તારમાં ખાણ પ્રવૃત્તિનાં નિયંત્રણમાં છુટછાટ ઓછા અને મઘ્‍યમ ધોરણવાળા વિસ્‍તાર માટેસી.આર.ઝેડની મંજુરી હજીરા ખાતે કોસ્‍ટગાર્ડ સ્‍ટેશન સ્‍થાપવા કોસ્‍ટલ પોલિસીંગ ઈન્‍સ્‍ટીટયુટની સ્‍થાપના જી.એમ.ડી.સી.ને કચ્‍છમાં 10 વિસ્‍તારોમાં બોકસાઈટ માઈનીંગ લીઝવાળા પ્રશ્‍નો યુ.પી.એ. સરકાર સામે મોદીએ રજુ કર્યા હતા. તે પોતે વડાપ્રધાન બન્‍યા બાદ આ પ્રશ્‍નો કયાં ગયા ?
ધાનાણીએ પોતાની વાત આગળ વધારતા જણાવ્‍યું હતું કે ગુજરાતને સિંધુ બેઝીનનું પાણી કોસ્‍ટલ રેગ્‍યુલેશન ઝોન-ર011 બંદરો બાબતની પ્રતિબંધિત જોગવાઈમાં સી.આર.ઝેડની પ્રતિબંધિત જોગવાઈઓ ઉઠાવવા રાજયમાં રપ નવી ટ્રેનો શરૂ કરવા અને 1ર ટ્રેનોની ફ્રીકવન્‍સી વધારવા અને રૂટ લંબાવવા 14 નવી રેલ્‍વે લાઈનોનો વિકાસ કરવા 8નું ગેઝ કન્‍વર્ઝન કરવા માટે 17 રેલ્‍વે લાઈનો ગેઝ રૂપાંતર માટે સરદાર સાહેબનાં જન્‍મ સ્‍થળ કરમસદ શહેરનો જેએનએનયુઆરએમમાં સમાવેશ કરવા મનરેગાની જેમ શહેરી રોજગાર બાંહેધરી યોજના અમદાવાદ અને ગાંધીનગર વિસ્‍તારમાં આવેલી રેલ્‍વે કોરીડોરની ઓછી વપરાશ વાળી જમીનોને મેટ્રો પ્રોજેકટ માટે વાપરવા સ્‍વસહાય જુથોનાં મહિલા સભ્‍યો માટે સુચિત ધિરાણમાં પ0 હજાર સુધી કેશ ક્રેડીટ નેશનલ રૂરલ લાઈવલી વુડ મીશનની અંદર કેન્‍દ્ર અને રાજયનો 7પ : રપ ની ફન્‍ડીંગ પેટર્ન નેશનલ અર્બન હેલ્‍થ મીશનની અંદર શહેરી વિસ્‍તારમાં આરોગ્‍ય માળખુ સુવ્‍યવસ્‍થિત કરવા ગુજરાતને નેશનલ અર્બનહેલ્‍થ મીશન આપવા અને ગુજરાતમાં મેટ્રો હજી ઠેકાણે નથી પડી અને અમદાવાદ, મુંબઈ વચ્‍ચે બુલેટ ટ્રેન ચલાવવા માટે ભારત સરકાર પાસે માંગણીઓ કરી હતી. તે વડાપ્રધાન બન્‍યા પછી આ ગુજરાત હિતના પ્રશ્‍નો કેમ ભુલાઈ ગયા છે.
ધાનાણીએ યાદી આગળ વધારતા જણાવ્‍યું કે ફેફસાનાં રોગોની સારવાર કામદાર રાજય વીમા યોજના હોસ્‍પીટલ નરોડા, અમદાવાદ ખાતે નવી મેડીકલ કોલેજ ચાલુ કરવા માટે માંગણી કરી રેલ્‍વે, હોસ્‍પીટલ, અમદાવાદમાં નવી મેડીકલ કોલેજ ચાલુ કરવા લેકટો પાઈરોસીસ એડવાન્‍સ રીસર્ચ માટેનું કેન્‍દ્ર સ્‍થાપવા કેરોસીનનો જથ્‍થો કેન્‍દ્ર સરકાર તરફથી ઓછો ફાળવાય છે તો કેરોસીનનો જથ્‍થો વધારવા માટે માંગણી કરી હતી એના બદલે કેરોસીનનો જથ્‍થો દિનપ્રતિદિન શું કામ ધટી રહ્યો છે.
ધાનાણીએ વર્ષ – ર013ની સામાન્‍ય વહીવટ વિભાગની બુક જેમાં ગુજરાતનાં કેન્‍દ્ર સરકાર સામે 109 પ્રશ્‍નો દર્શાવ્‍યા હતા ર01પની બુકમાંથી 64 પ્રશ્‍નોનો હલ ન થયો પણ પ્રશ્‍નોને યાદીમાંથી જ હટાવી દેવામાં આવ્‍યા છે. આ આ આર્યજનક ધટના નથી ? તેમ જણાવી ઉમેર્યુ હતું કે આ ગુજરાતની ભૂમિ છે. સમગ્ર એશીયાની અંદર સિંહોની ગર્જના કરનારી ભૂમી છે. આ ગુજરાતનાં સિંહો જે ર014 પહેલા ગાંધીનગરની અંદર ત્રાડો નાખી અને હકક માટે અવાજ ઉભો કરી શકતા હતા તો આ દિલ્‍હીની ધરતી ઉપરએવો તો કયો પ્રભાવ છે કે જે ગાંધીનગરની ભૂમિમાં સિંહો ત્રાડ નાખતા હતા એ દિલ્‍હીની ભૂમીમાં દિલ્‍હીના દરબારની અંદર જઈને બકરી બની ગયા તેવા વ્‍યંગ પણ કર્યા હતા. અને ગુજરાત સરકાર પાસે સ્‍પષ્ટતા રાજયની જનતાની જાણ માટે માંગી હતી.

રાજુલા – મહુવા લોકલ એસ .ટી .બસ શરૂ નહીં થાય તો વિધ્યાર્થી ઑ દ્વારા રસ્તા રોકો આંદોલન

રાજુલા – મહુવા લોકલ એસ .ટી .બસ શરૂ નહીં થાય તો વિધ્યાર્થી ઑ દ્વારા રસ્તા રોકો આંદોલન

મંગળવારે વિક્ટર ખાતે સવારે રસ્તો રોકો નો કાર્ય ક્રમ

રાજુલા શહેર તેમજ ગ્રામય વિસ્તાર માથી મહુવા અભ્યાસ કરવા જતા વિધ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષા યે પત્ર પાઠવી ને રજુવાત કરવામાં આવી અને જો મંગળ વાર સુધી માં યોગ્ય નહીં થાય તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે વળશે વિધાર્થીઓ
વિધ્યાર્થીઓ દ્વારા પત્ર માં જણાવ્યું કે છેલ્લા ઘના સમય થી અમે વિધ્યાર્થીઓ રાજુલા અને ગ્રામ વિસ્તાર જેવાકે નિંગાળા .વિક્ટર .વિશલિયા .દાતરડી .દુધાળા .સહિત ના ગામ માંથી મહુવા અભ્યાસ અર્થે જાઇ છીયે ત્યારે અમને બસ સમય સર નથી મળી રહી તેમજ મળે છે ત્યારે ફુલ્લ પેક હોવાના કારને અમારે જીવ ના જોખમે છકડો રીક્ષા જેવા વાહનો માં મુસાફરી કરવી પડે છે અને તે પન ના મળે ત્યારે અમે 50થી 60જેટલા વિધ્યાર્થીઓ અભ્યાસ થી વંચિત રહિયે છીયે તેમજ જો ક્યારેક કંઈ દુર્ઘટના સર્જાય તો જવાબ દાર કોન?અને અહીં મુસાફરો ને પન પારા વાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તો એસ .ટી .વિભાગ દ્વારા અહીં સવારે 10કલાકે રાજુલા થી મહુવા જવા માટે અને સાંજે 4:45 સે મહુવા થી રાજુલા જવા માટે ની લોકલ બસ વાયા વિક્ટર થય ને શરૂ કરવા માં આવે તેવી અમારી માંગણીઓ છે અમે અગાઉ પન રાજુલા ડેપો રાજુલા ધારા સભ્ય  શ્રી ઑ ને પણ રજુવાત કરવા છતાં કોઈ નકકર પરિણામ આવ્યું નથી ત્યારે અમે લોકો દ્વારા જો આવતી તારીખ 13/3/18 મંગળ વાર સુધી માં યોગ્ય નહીં થાય તો રાજુલા ના વિક્ટર પોલીસ ચોંકી સામે રસ્તા રોકો આંદોલન કરી ને ભાવ નગર ઉના હાઇ વે બંધ કરવા ની ના છૂટકે ફરજ પડશે તો આ અંગે જવાબ દાર તંત્ર દ્વારા પાંચ દિવસ માં યોગ્ય કરાય તેવી અમારી રજુવાત છે નહીતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલ