Main Menu

Friday, March 9th, 2018

 

બ્રેકિંગ અમરેલી : રાજુલા ના વડ ગામ ની ઘટના……. કોથળા મા નવજાત તાજુ જન્મેલુ બિનવારસી બાળક મળી આવ્યુ

બ્રેકિંગ
અમરેલી : રાજુલા ના વડ ગામ ની ઘટના…….

કોથળા મા નવજાત તાજુ જન્મેલુ બિનવારસી બાળક મળી આવ્યુ

નાનકડા ગામ મચી ગઈ ચકચાર

ગામ લોકો એ 108 અને પોલીસ ને જાણ કરી……

બાળક ને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ મા ખસેડયું….


અમરેલી કલેકટર વિકસતા ગામ જાબાળ ની મુલાકાતે   

 

અમરેલી કલેકટર

વિકસતા ગામ જાબાળ ની મુલાકાતે

 

અમરેલી ના સમાહર્તા શ્રી સંજય અમરાણી દ્વારા આજ રોજ સાવરકુંડલા તાલુકા ના જાબાળ ગ્રામ્ય પંચાયત ની મુલાકાત લીધી અને ગામ નોવિકાસ જોઈ પ્રભાવિત બન્યા હતા અહી કલેકટર દ્વારા આંગણ વાડી ગ્રામ્ય પંચાયત કચેરી સહીત પુરા ગામ ની મુલાકાત ચાલી કરી હતી અને વિકાસ ના કામ ની પ્રશંશા કરી હતી ત્યારે જાબાલ ના યુવા  સરપંચ ભુપેન્દ્ર ખુમાણ દ્વારા સાહેબ નું સ્વાગત કરાયું હતું ત્યારે સાવરકુંડલા પ્રાંત અધિકારી મામલતદાર સહીત જાબાલ ગ્રામ્ય પંચાયત ના સદસ્યો અહી ઉપસ્થિત રહ્યા હતા


અમરેલી પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વિશ્વ મહિલા દિવસ ની નારી અદાલત દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં મહિલા ઓ ઉપસ્થિત રહી

અમરેલી પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વિશ્વ મહિલા દિવસ ની નારી અદાલત દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં મહિલા ઓ ઉપસ્થિત રહી.

૮ માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે અમરેલી પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે નારી અદાલત, મહીલા સહાયતા કેન્દ્ર, મહિલા પોલીસ સ્ટેશન, ના સંયુક્ત ઉપક્રમે મહિલા દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ડી.વાય.એસ.પી. મોણપરા સાહેબ એ મહિલા દિન ની સર્વ મહિલા ઓને શુભેચ્છા પાઠવી હતી. જીલ્લા નારી અદાલત ના જસુબેન ભંડેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, દીકરો દીકરી એક સમાન અને તેમની વચ્ચે ના ભેદ ભાવો દૂર કરવા માહિતી આપી હતી. સાવરકુંડલા નારી અદાલત ના ડો. હેતલબેન જોષી એ સ્ત્રી ઓને થતા અત્યાચારો દૂર કરવા, મહિલા ઓનું માન સન્માન જાળવવા ની વાત કરી હતી. મહિલા પી.એસ.આઈ. ગોહિલ દ્વારા મહિલા ને લગતી કાયદાકીય માહિતી આપી હતી. મહિલા સહાયતા કેન્દ્ર કાઉન્સેલર પારૂલબેન મહિડા સરકારશ્રી દ્વારા મહિલા આપવામાં આવતી સહાય અને યોજનાઓ ની માહિતી આપી હતી. 181 અભયમ ના નીતાબેન ચૌહાણ દ્વારા 181 અભયમ દ્વારા કોઈપણ સમયે મહિલા પર થતા અત્યાચારો ને પહોંચી વળવા ટોલ ફ્રી નમ્બર ની માહિતી આપી હતી. અલકાબેન દેસાઈ તથા અમરેલી જિલ્લા ની વિવિધ સંસ્થા ઓના બહેનો તથા નારી અદાલત ના દરેક તાલુકા ના કોર્ડિંનેટર અને મહિલા અગ્રણી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પારૂલબેન મહિડા દ્વારા કરવામાં આવ્યું હતું.