Main Menu

Thursday, March 8th, 2018

 

સુરત નાં અગ્રણી ખાંમ્ભા તાલુકા મંચ સુરત નાં પ્રમુખ લાયન નેચર ફાઇન્ડેશન ની મુલાકાતે

સુરત ખાતે ચાલતા ખાંભા તાલુકા વિકાસ મંન્ચ નાં પ્રમુખ પીયુશલાખાણી(લાલો લાખાણી) R,T,Iએક્ટીવિસ્ટ એસોસીયેશન& લાયન નેચર ફાંઉડેશન ની સુભેચ્છા મુલાકાત લઇ શ્રી ભીખુ ભાઇ બાટા વાળા નાં હાલ ચાલ પૂછ્યા હતા અને તેઓ ની પ્રવૃત્તિ વખાણી હતી


મહીલા દિવસ નિમેતે જૂનાગઢ મા મહિલા પોલીસ, 108 અને 181 અભયારણ્ય દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી….

મહીલા દિવસ નિમેતે જૂનાગઢ મા મહિલા પોલીસ, 108 અને 181 અભયારણ્ય દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી….

જિલ્લાના મુખ્ય મથક જૂનાગઢ ખાતે પોલીસ હેડ કવાર્ટર
પર તા.૮મી માર્ચ ઃ વિશ્વ મહિલા દિન ઉજવણી નિમિત્તે, જિલ્લા ના મહિલા PSI શેખ, PSI મકવાણા, PSI ડોડીયા, PSI મારૂં, 181 ના મહિલા કોર્સલર, 108 ના સ્ટાફ, મહિલા કોસ્ટેબલ ટીમ દ્વારા કેક કાપીને, પરસ્પર શુભેચ્છાઓ પાઠવી કાનૂની અને ઇમરજન્સી સેવાઓમાં યોગદાન આપી રહેલી મહિલાકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રજાકિય આરોગ્યની સેવા, સુશ્રૃષા માટે રાતદિવસ જહેમત ઉઠાવતી આરોગ્યક્ષેત્રની મહિલાઓની સેવાઓની કદરરૂપે PSI શેખ અને 108 ના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડા દ્વારા આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પ્રજાકિય સેવા માટે પૂર્ણ સંવેદના સાથે કાર્ય કરવાના શપથ સાથે આ મહિલા કર્મીઓએ તેમની સમર્પણ ભાવના વ્યક્ત કરી હતી. જૂનાગઢ શહેર ના PI વાળ સાહેબ દ્વ્રારા સૌ મહિલાકર્મીઓને મહિલા દિવસ ની શુભકામના પાઠવી હતી….


સાવરકુંડલા માં મોબાઈલ વર્ડ નો આરંભ .હિતેશ સરૈયા તથા બીપિન ભાઈ માધવાણી નું નવું સાહસ . હિતેશ ભાઈ પર શુભેચ્છા નો ધોધ

આપના સ્નેહ અને સત્કાર થી આજના ઝડપી યુગ માં મોબાઈલ સેવા ને વધુ ઝડપી અને ડિઝિટલ બનાવવા અમારુ નવું સાહસ *મોબાઈલ વર્લ્ડ* નું શુભ ઉદઘાટન તારીખ ૧૧/૦૩/૨૦૧૮ ને રવિવાર ના શુભ દીને રાખેલ છે સમયના અભાવે આપની સમક્ષ રૂબરૂ મળી શક્યા ના હોય આપ સર્વે વડીલો સ્નેહીઓ મિત્રો એ પધારી અમારા સાહસ ને શોભાવશોજી…

સ્થળ *મોબાઈલ વર્લ્ડ* એલ.જી. શોપી માધવાણી ઉપર પેલા માળે મહુવા રોડ વ્યાયામ મંદિર(અખેડા) સામે સાવરકુંડલા…

*હિતેષ સરૈયા*
*બિપિન માધવાણી*


અમરેલી જીલ્લામા આગામી 12 માચૅથી ધો.10 અને 12ની બોડૅની પરિક્ષાનો પ્રારંભ થશે. જીલ્લા વહીવટી તંઞ- પરિક્ષા સમિતી દ્વારા આયોજન પૂણૅ.

SN News સ્પે.એજ્યુકેશન રિપોટૅ.

સુભાષ સોલંકી દ્વારા

અમરેલી જીલ્લામા આગામી 12 માચૅથી ધો.10 અને 12ની બોડૅની પરિક્ષાનો પ્રારંભ થશે.
જીલ્લા વહીવટી તંઞ- પરિક્ષા સમિતી દ્વારા આયોજન પૂણૅ.
જીલ્લામા ધો.10 મા અમરેલી ઝોનમા કુલ 13966 વિદ્યાથીૅઓ આપશે પરિક્ષા.
આગામી તા.12 માચૅ 2018થી ગુજરાત માધ્યમિક અને ઊ.મા.શિક્ષણ બોડૅ દ્વારા રાજ્યભરમા HSC અને SSC પરિક્ષાનો પ્રારંભ થઈ રહેલ છે.
જીલ્લામા ધો.10 માટે અમરેલી ઝોનમા 48 બિલ્ડીંગોમા 13966 વિદ્યાથીૅઓ પરીક્ષા આપશે.સાવરકુંડલા ઝોનમા 44 બિલ્ડીંગોમા ધો.10ના 13191 વિદ્યાથીૅઓ પરિક્ષા આપશે.ધો.12 સામાન્ય પ્રવાહ અમરેલી ઝોનમા 42 બિલ્ડીંગોમા 11973 વિદ્યાથીૅઓ પરિક્ષા આપશે.જ્યારે સાયન્સ ફેકલ્ટીમા અમરેલી ઝોનમા 14 બિલ્ડીંગોમા 2756 વિદ્યાથીૅઓ પરિક્ષામા બેસશે.
2018ની આ પરિક્ષાના આયોજન અને વ્યવસ્થા જીલ્લા વહીવટી તંઞ તેમજ જીલ્લા પરિક્ષા સમિતી દ્વારા પુણૅ થયેલ છે. SSC અને HSC ની પરિક્ષામા બેસનાર તમામ વિદ્યાથીૅઓને જીલ્લા વહીવટી તંઞ તથા જીલ્લા શિક્ષણ અધિકારી તરફથી શુભેચ્છાઓ પાઠવવામા આવે છે.


વિશ્વ મહિલા દિને મહિલા ઓ ને  વંદન અમરેલી જીલ્લા નો સંપૂર્ણ વિકાસ હાલ મહિલા ઓ ને શિરે તમામ સ્વરાજ્ય ની સંસ્થા ઓ માં મહિલા ઓ નું વર્ચસ્વ . તમામ સંસ્થાનો માં પ્રમુખ નો તાજ લગભગ મહિલા ઓ ને જ શિરે

દિલિપજીરૂકા

નારી તું નારાયણી

વિશ્વ મહિલા દિને મહિલા ઓ ને  વંદન

અમરેલી જીલ્લા નો સંપૂર્ણ વિકાસ હાલ મહિલા ઓ ને શિરે

  1. તમામ સ્વરાજ્ય ની સંસ્થા ઓ માં મહિલા ઓ નું વર્ચસ્વ . તમામ સંસ્થાનો માં પ્રમુખ નો તાજ લગભગ મહિલા ઓ ને જ શિરે

૮ મી માર્ચ એટેલે વિશ્વ મહિલા દિવસ

રંગે ચંગે લોકો જયારે મહિલા દિવસ ની ઉજવણી ભીત ભીત રીતે કરી રહ્યા છે ત્યારે અમરેલી જીલ્લા ના સર્વાંગી વિકાસ માં મહિલા ઓ નો જ ફાળો છે અહી પક્ષા પક્ષી મૂકી ને વાત કરીએ તો અમરેલી જીલ્લા માં અમરેલી નો વિકાસ મહિલા ઓ ને જ આભારી છે અહી અમરેલી ની તમામ સ્વરાજ્ય ની સંસ્થા નો જે અમરેલી ને આગળ ધપાવાનું કાર્ય કરી રહી છે તે તમામ સંસ્થાઓ માં મહિલા ઓ નું આધિપત્ય છે અને પ્રમુખ પદ નો તાજ મહિલા ઓ ને શિરે છે ત્યારે અમરેલી જીલ્લાની પ્રથમ સંસ્થા જીલ્લા પંચાયત ના પ્રમુખ જીલ્લા ના પ્રથમ મહિલા નાગરિક જેની ઠુમ્મર છે જે હાલ્જીલ્લા પંચાયત ના પ્રમુખ પદે આરૂઢ છે અને જીલ્લા ના વિકાસ માં ગ્રામ્ય લેવલે જેનો મહત્વનો ફાળો છે ઉચ્તર અભ્યાસુ જેની બહેન નું શિક્ષણ લંડન માં થયેલું છે જેનો લાભ જિલા ના છેવાડા ના લોકો ને મળી રહ્યો છે ત્યારે આગામી લોક સભા ની ચુંટણી માં કોંગ્રેસ પક્ષ દ્વારા તેમનું નામ મોખરે ચાલી રહ્યું છે ત્યારે અમરેલી શહેર ની વાત કરીએ તો અહી પણ અમરેલી શહેર સુધરાઈ ની બાગ ડોર મહિલા પાસે છે જેમાં અલકા બેન ગોંડલિયા હાલ પ્રમુખ પડે આરૂઢ છે તેમજ સાવરકુંડલા શહેર માં પણ મહિલા પ્રમુખ અહી કાર્યરત છે જેમાં કુંદન બેન ગઢિયા અહી સતા સંભાળી રહ્યા છે તેવી જ રીતે સાવરકુંડલા તાલુકા પંચાયત માં પણ મંગળા બેન ડાવરા સતા આરૂઢ છે ત્યારે ધારી . ખાંભા .લાઠી .લીલીયા માં હાલ મહિલા ઓ ના હાથ માં સતા છે અને તે વિકાસ ના કામ માં ભાગીદાર બન્યા છે ત્યારે અમરેલી જીલ્લા માં લગભગ તમામ સરપંચો માં પણ મહિલા ઓ હાલ પ્રમુખ સ્થાને છે સાવરકુંડલા ના ૨૫ થી વધુ ગામો માંમાંહીલા ઓ સરપંચ છે તો બાબરા ના યુવા કાર્યકર પંકજ ઇન્દ્રોડીયા જણાવે છે કે અહી ૫૭ બાબરા ના ગ્રામ્ય પંચાયતો માં ૩૧ મહિલા સરપંચ છે અને તાલુકા પંચાયત બાબરા માં પણ ઉપ પ્રમુખ મહિલા છે તેવી જ રીતે બગસરા ના ૩૪ ગામો માં ૧૭ ગ્રામ્ય પંચાયતો માં મહિલા સરપંચ પણે આરૂઢ છે ત્યારે મહિલા ઓ નું અમરેલી જીલ્લા માં બહુ મોટું પ્રાધાન્ય રહેલું છે અહી રાજુલા નગર પાલિકા ના પ્રમુખ પડે મીના બેન વાધેલા અને જાફરાબાદ નગર પાલિકા ના પ્રમુખ કોમલ બેન બારિયા છે ત્યારે અમરેલી તાલુકા પંચાયત માં પણ મહિલા પ્રમુખ સતા આરૂઢ છે તેથી અમરેલી જીલ્લા ના સર્વાંગી વિકાસ માં મહિલા નો જ મોખરે રહી અમરેલી ના વિકાસ ના કર્યો માં જોતરાઈ રહી છે તેથી આજ મહિલા વિશ્વ દિન નિમિતે આ મહિલા ઓ ને યાદ કરી ને વંદન કરવા રહ્યા નારી તું નારાયણી નું સૂત્ર અહી જ જાને અમરેલી જીલ્લા  માં જ ફલિત થઇ રહ્યું હોય તે ચોક્કસ થી ભાસી રહ્યું છે ત્યારે શિક્ષણ સમિતિ ના ચેરમેન હોય કે અન્ય સંસ્થા ના પ્રમુખ અહી મહિલા ઓ નો દબ દબો રાજકારણ માં પણ ચોકસ થી જુવા મળી રહ્યો છે અને અમરેલી જીલ્લા ના તમામ મહત્વ ના હોદા પર મહિલા ઓ જ હાલ કાર્યરત છે તેથી મહિલા વિશ્વ દિન ખરા અર્થ માં અહી અમરેલી મોખરે હોવાનું  ચોક્કસ છે


સાવરકુંડલા શહેર કન્યા શાળા માં *ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* દ્વારા *વિશ્વ મહિલા દિવસની* ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં 600 દીકરી યો ના મો.મીઠા કરાવી મહિલા દિન ઉજવવામાં આવ્યો

સાવરકુંડલા શહેર કન્યા શાળા માં *ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* દ્વારા *વિશ્વ મહિલા દિવસની* ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં 600 દીકરી યો ના મો.મીઠા કરાવી મહિલા દિન ઉજવવામાં આવ્યો જેમાં ઉપસ્થિત
પરાગભાઇ ત્રિવેદી હેમંગભાઈ ગઢિયા પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ
જયસુખભાઈ નાકરાણી શહેર ભાજપ મહામંત્રી
પ્રવીણભાઈ સાવજ હોંગગાર્ડ કમાન્ડર.
પ્રવીણભાઈ કોટીલા પૂર્વ નગર પાલિકા ચેરમેન.
કાર્તિકભાઈ તળાવીયા ઉપ પ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન
પીયૂષભાઈ મશરૂ ઉપપ્રમુખ શહેર ભાજપ.
રાજુભાઇ માળવી ઉપપ્રમુખ શહેર ભાજપ.
નગર પાલિકા સદસ્ય કમલેશભાઈ મેસૂરિયા.
નગર પાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા.
મુકેશભાઈ સગર. તથા.
આઈ.ટી.મેડિયા સેલ સહ કન્વીનર કેતનભાઈ કેશુર
તેજમ શાળા ના આચાર્ય ભારતીબેન
તથા સમગ્ર સ્ટફ પરિવાર થતા
આયોજક ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન ના અધ્યક્ષ. તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી *મયુરભાઈ ખાચર* દ્વારા મહિલા શશક્તિકરણ દિવસ ઉજવવામાં આવ્યો.


તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજાનું અકસ્માતમાં મોત

રામભાઇ બારડના એકના એક પુત્રના મોતથી અરેરાટીઃ થોડા સમય પહેલા જામનગર સગાઇ થઇ’તી

ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલા (ગીર) નાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજાનું અમદાવાદમાં અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ તાલાલા (ગીર)નાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભાઇ  રામભાઇના પુત્ર રાહુલ બારડ કારમાં જઇ રહ્યા હતાં. ત્યારે અકસ્માત નડયો હતો. અને તેમનું મોત નિપજયુ હતું. રામભાઇ બારડના એકના એક પુત્રનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક રાહુલ બારડની થોડા સમય પહેલા જામનગર ખાતે સગાઇ થઇ હતી.


રાજયસભામાં ગુજરાત ભાજપના નેતાઓ રીપીટ થયાનો પ્રથમ પ્રસંગ

રૂપાલા-માંડવીયા સોમવારે ઉમેદવારી કરશેઃ ૩ વખત રાજયસભામાં જનાર રૂપાલા ભાજપમાં એક માત્ર નેતા

ગુજરાતમાં રાજય સભાની ભાજપના ભાગે આવતી બે બેઠકો માટે ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા જાહેર થઇ ગયા છે. બન્ને સોમવારે ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ જો બે જ ઉમેદવાર મુકે તો ચારેય સભ્યો બીનહરીફ થઇ જશે. રૂપાલા કડવા પટેલ અને માંડવીયા લેઉવા પટેલ છે.   ગુજરાતમાંથી છેલ્લા ર૦ વર્ષમાં રાજયસભામાં પ્રદેશના ભાજપના કોઇ નેતા રીપીટ થયા હોય તેવું રૂપાલા-માંડવીયાના નામની જાહેરાતથી પ્રથમ વખત બન્યું છે શુભેચ્છકો આ ઘટનાને બન્નેના કામની કદર ગણે છે. બન્નેને કેન્દ્રીયમંત્રી પદે યથાવત રખાતા નજીકના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારની સંભાવના દેખાતી નથી. શ્રી રૂપાલા અગાઉ ૬ વર્ષ રાજયસભાના સભ્ય રહેલ. ચાલુ ટર્મમાં ૧ાા વર્ષથી સભ્ય છે વધુ ૬ વર્ષ માટે તેમને તક મળી છે. ગુજરાતમાંથી ભાજપના સભ્ય તરીકે ત્રીજી વખત રાજય સભામાં જનાર તેઓ પ્રથમ પ્રદેશ નેતા બનશે.


બ્રેકિંગ અમરેલી : ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે માર્ગ પર પુલ જર્જરિત હોવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ….

  1. બ્રેકિંગ
    અમરેલી : ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે માર્ગ પર પુલ જર્જરિત હોવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ………..

હિંડોરાણા પુલ પર ગાબડુ પડતા વાહનો ની કતારો લાગી…….

સતત સાતમી વખત પુલ પર પડ્યુ ગાબડુ……

તંત્ર ની ઘોરબેદરકારી આવી સામે પુલ પર અધિકારી ઓ નહીં પોહચતા વાહન ચાલકો મા રોષ….

5 કિમિ સુધી મહાકાય વાહનો ની લાગી કતારો……

ગોઝારો અકસ્માત થવા ની સંભાવના………


ગૃહમાં પણ સરકાર ગેરમાર્ગે દોરી રહી છે : પરેશ ધાનાણી

રાજયની વિધાનસભામાં જે વાત થાય તેનાં જવાબો અપાય તેના ઉપર સૌને વિશ્વાસ હોય છે. પરંતુ સરકાર વિધાનસભા ગૃહમાં ખોટા જવાબો આપી વિધાનસભા ગૃહનાં સભ્યો સાથે રાજયની પ્રજાને પણ ગેરમાર્ગે દોરી રહી છે. આજે પ્રશ્નોતરીકાળ દરમ્યાન એક જ જીલ્લાનાં રાજ્યમાં બાળકો ગુમ થવાનાં પ્રશ્ને પ્રશ્ન ક્રમાંક-૧ અ.નં.૧૭૩માં આપવામાં આવેલ જવાબનાં આંકડાઓમાં તફાવત આવતાં વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષ દ્વારા વિરોધ થયો હતો અને હોબાળો કરવામાં આવતાં સરકારનાં મંત્રીઓનો જવાબ આપતાં ગલ્લા-તલ્લા કરવા પડયા હતા. આ પ્રશ્નમાં દરમ્યાનગીરી કરતાં સરકારનો ખુલાસો પુછતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પ્રશ્ન ક્રમાંક-૧ અને પ્રશ્ન ક્રમાંક-૧૭૩ ગીર સોમનાથ જીલ્લાનો હતો. આ પ્રશ્નની અંદર વર્ષ-૨૦૧૬ અને વર્ષ-૨૦૧૭માં કેટલા બાળકો ગુમ થયા તે એકજ સરખા અલગ અલગ પ્રશ્નોનાં જવાબોમાં બાળકોની સંખ્યા અલગ અલગ કેવી રીતે હોઈ શકે. આમ છતાં સરકારે બાળકોની સંખ્યા અલગ-અલગ બતાવી સાબીત કર્યું છે કે, બાળકો ગુમ થવાનાં મુદ્દે સરકાર બિલકુલ ગંભીર નથી. સાથે સાથે એવો પણ મુદ્દો ઉપસ્થિત થાય છે કે, રાજ્ય સરકાર વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરી રહી છે. જે બાબત ખુબ જ ગંભીર છે. આવા જવાબોથી સરકાર ઉપર અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે. ધાનાણીએ અધ્યક્ષને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, વિધાનસભામાં રાજ્ય સરકારે ફલોર ઉપર આપેલા આંકડા મુજબ કુલ ૪૯૫૧ બાળકો રાજયમાં છેલ્લા બે વર્ષમાં ગુમ થયાં છે આ આંકડાઓ અમે ગુજરાતની જાણ માટે પ્રસિધ્ધ કર્યા. ત્યારે ભાજપ સરકારના મહિલામંત્રીએ વિધાનસભાના દરવાજે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ આંકડા ખોટા હોઈ શકે. વિધાનસભાનાં નિયમોનાં નિયમો અનુસાર આ વિધાનસભાની એક પ્રશ્નોતરીમાં ચોક્કસ સમયનાં ઉલ્લેખ સાથે પ્રશ્ન ક્રમાંક-૧ અને ૧૭૩માં બાળકો ગુમ થયાનાં પ્રશ્ને અલગ અલગ જવાબો ભુલથી આવ્યા હોય તો સુધ્ધીપત્રકમાં સુધારો આવવો જોઈએ. પરંતુ શુધ્ધીપત્રકમાં પણ આવો સુધારો આવ્યો નથઈ. તેથી સ્પષ્ટ થાય છે કે, સરકાર બાળકો ગુમ થવા મુદ્દે ગંભીર નથી. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થવા એ સંવેદનશીલ બાબત ગણાય તેમજ મહિલામંત્રીએ આ આંકડામાં અવિશ્વાસ વ્યક્ત કર્યો હોય ત્યારે સરકાર દ્વારા વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરવાનાં પ્રશ્ને વિધાનસભામાં નિયમો મુજબ અડધા કલાકની ચર્ચા થવી જોઈએ.