Main Menu

Wednesday, March 7th, 2018

 

અમરેલી NSUI અમરેલી કલેકટર સાહેબ ને આવેદન પાઠવી રજુઆત કરી હતી

આજ નો વિદ્યાર્થી ક્રિકેટ, કબડી, ફૂટબોલ , વોલીબોલ ,ખો ખો જેવી વિવિધ પ્રકાર ની રમત થી આજ ના સમય માં અળગો થઈ ગયો છે અને આ રમત આજ માત્ર મુઠી ભર યુવાનો જ રમી રહ્યા છે આ રમત માટે શાળા માં ખાસ પ્રકાર ની તાલીમ અપાતી પરંતુ આજ શાળા માત્ર ફી લેવા માં જ હોશિયાર છે જે ના કારણે આજ નો યુવાન માત્ર મોબાઈલ ના સહારે થઈ ગયો છે શાળા માં મેદાન નથી હોતા અને હોય તો વ્યાયામ શિક્ષક નથી હોતા જેથી આ પ્રકાર ની રમત થી આજ નો વિદ્યાર્થી અજાણ બની ગયો છે અને આવી રમત ન રમવા ના કારણે ક્યાંક ને ક્યાંક શારીરિક પ્રકારે નબળો પડતો જાય છે શારીરિક ક્ષમતા ઘટતી જાય છે ત્યારે આ બાબત પર અમરેલી કલેકટર સાહેબ ને આવેદન પાઠવી રજુઆત કરી હતી અને વ્યસન મુક્ત તેમજ રમત ગમત યુક્ત આજ નો યુવાન બનતો થાય તેવી લાગણી સાથે માંગણી કલેકટર શ્રી પાસે રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારી ને જાણ કરી તાત્કાલિક ના ધોરણે ઉપરોક્ત બાબતે યોગ્ય કરવા માંગણી કરી હતી


દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવાનું આયોજન: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

પ્રથમ તબક્કામાં પસંદ થયેલ દેશના કુલ ૧૧ શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ
*****

રાજ્યસભામાં પુછાયેલ એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ જણાવેલ હતું કે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર પ્રયત્નશીલ છે અને સાથેજ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દસ લાખથી વધુ વસતી ધરાવતા દેશના શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવા ભારત સરકારે વિવિધ પગલાં લીધેલ છે જે અંતર્ગત તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ એક ટેન્ડર જાહેર કરી દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં “Public and Shared Transportation based on Power Train” આધારિત મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ વિકસાવવા સરકારે દરખાસ્ત મંગાવેલ છે. આ અન્વયે દરેક દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરો અને સ્પેશીયલ સ્ટેટમાં રૂ. ૧૦૫ કરોડની મર્યાદામાં ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરેલ છે. આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક ફોર વ્હીલ ટેક્ષી અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર દ્વારા પૂરી પાડવામાં આવશે.

ભારત સરકારના મંત્રાલયને જુદા જુદા ૨૧ જેટલાં રાજ્યોમાંથી ૪૪ શહેરોને સમાવતી ૪૭ દરખાસ્તો મળી છે.જેના દ્વારા ૩,૧૪૪ ઈ-બસ, ૨,૪૩૦ એ-ફોર વ્હીલ ટેક્ષી અને ૨૧,૫૪૫ ઈ-રીક્ષાની જરૂરીયાત સામે આવેલ છે. દરખાસ્તની ચકાસણી કરી જુદા-જુદા ૧૧ શહેરો દિલ્લી, અમદાવાદ, બેંગલુરુ, જયપુર, મુંબઈ, લખનૌ, હૈદરાબાદ, ઇન્દોર, કોલકાતા, જમ્મુ, ગુવાહાટીની પસંદગી કરવામાં આવેલ છે. પસંદ થયેલા શહેરોમાં વાહનોઓને ચાર્જીંગ કરવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા રૂ, ૧૫ કરોડની મર્યાદામાં ફંડ આપવાનું પણ નક્કી કરેલ છે.

દેશમાં પ્રદુષણ ઘટે અને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે દિશામાં ભારત સરકારનું માર્ગ પરિવહન મંત્રાલય સક્રિય હોવાનું પણ મંત્રીશ્રી મનસુખ માંડવિયા એ જણાવેલ હતું.


મહુવા ના માઢીયા નજીક સર્જાયો અકસ્માત

શાહીદ ભટી દ્વારા
બ્રેકીંગ ન્યુઝ
મહુવા ના માઢીયા નજીક સર્જાયો અકસ્માત …

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા છોટા હાથી વાહન ને મારી પલટી
15જેટલા મુસાફરો ને નાની મોટી ગમ્ભીર ઇજાઓ થતાં ખાનગી વાહન માં મહુવા સારવાર અર્થે ખસેડાયા
તમામ મુસાફરો મહુવા ના રહેવાસી કારંજ અને ખરખરે ના કામે જતા હતા રાજુલા ના કથીવદર ગામે