Main Menu

Monday, March 5th, 2018

 

અમરેલી-વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢ માં પડ્યું ગાબડું

અમરેલી-વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢ માં પડ્યું ગાબડું…..

અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ કાછડીયા આપ્યું રાજીનામુ…..તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ…..
અરવિંદ કાછડીયા છે અમરેલી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ……
વિપક્ષના નેતા પરેશ ધાનાણી ગંદી રાજનીતિ ને કારણે કોંગ્રેસ પ્રમુખ માંથી આપ્યું રાજીનામુ….
રાજીનામાંમાં સ્થાનિક નેતાના રાજકારણ ની ભોગ બન્યાનો ઉલ્લેખ……
અમરેલી તાલુકા કોંગ્રેસ માંથી વધુ રાજીનામાં પડવાની શક્યતાઓ….
પ્રદેશ કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસને મેઈલ કરી મોકલ્યું રાજીનામુ….
વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિરુદ્ધ અમરેલી તાલુકા કોંગ્રેસનો આંતર કલહ આવ્યો સામે….ો


અમરેલી-અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપ બસીયાએ આપ્યું રાજીનામુ

અપડેટ….
અમરેલી-અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપ બસીયાએ આપ્યું રાજીનામુ

વિપક્ષના નેતા પરેશ ધાનાણી ને કારણે ધરી દીધું રાજીનામુ…..
અડધા કલાકમાં અમરેલી તાલુકા કોંગ્રેસના 2 મહત્વના હોદ્દેદારોના પડ્યા રાજીનામાં……
અમરેલી તાલુકા કોંગ્રેસ માં કોંગ્રેસી કાર્યકર્તાઓના રાજીનામાં ની થઈ શરૂઆત…..
વિપક્ષના નેતા પરેશ ધાનાણીથી કોંગ્રેસીઓ આપી રહ્યા છે રાજીનામાં……
અમરેલી તાલુકા કોંગ્રેસમાં ભુકમ્પ…..


અમરેલી-સાવરકુંડલા ખાતે 8 શખ્સોએ કર્યો આર્મીમેન પર છરી વડે હુમલો

અમરેલી-સાવરકુંડલા ખાતે 8 શખ્સોએ કર્યો આર્મીમેન પર છરી વડે હુમલો

સાવરકુંડલાના મોલડી ના રહીશ પર થયો ઘાતક હુમલો…
રાજસ્થાન આર્મી માં ફરજ બજાવતા આર્મીમેન પર પ્રેમલગ્ન બાબતે થયો હુમલો……
પ્રેમલગ્ન કરનાર યુવતીના પરીવારજનો દ્વારા કરવામાં આવ્યો હુમલો……
હુમલાખોર એ પીઠ પર કર્યા છરી ના ઘા…..
હુમલો કરનારે જાતે પગમાં છરીના ઘા મારી થયો ઇજાગ્રસ્ત……
ગંભીર હાલતમાં બન્ને ને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા…..
પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ…..


મહુવા રાજુલા નેશનલ હાયવે 8 ઇ નાં કામ માં ભૂ માફિયા ઓ બે ફામ ? મહુવા રાજુલા રોડ પર વિક્ટર નજીક થતી ખુલ્લે આમ ખનીજ ચોરી તંત્ર નું ભેદી મૌન કે મસ મોટું સેટલમેન્ટ ? સતત ખનીજ ચોરી ભૂગર્ભ ની ભયાનક મુસીબત ઉભી કરશે ? વિકાસ ની આડ માં પર્યાવરણની ઘોર ખોદાઈ રહી છે

દિલિપજીરૂકા દ્વારા

મહુવા રાજુલા નેશનલ હાયવે 8 ઇ નાં કામ માં ભૂ માફિયા ઓ બે ફામ ?

મહુવા રાજુલા રોડ પર
વિક્ટર નજીક થતી ખુલ્લે આમ ખનીજ ચોરી તંત્ર નું ભેદી મૌન કે મસ મોટું સેટલમેન્ટ ?
સતત ખનીજ ચોરી ભૂગર્ભ ની ભયાનક મુસીબત ઉભી કરશે ?
વિકાસ ની આડ માં પર્યાવરણની ઘોર ખોદાઈ રહી છે

..હાઇ વે નજીક માત્ર 10ફૂટ ના અંતરે થીજ માટી લેવાય રહી છે

મસ મોટા ખાડાઓ કરી ને થતી ચોરી તંત્ર ની નિષ્ક્રિયતા આવી સામે …….

વાહન ચાલકો માં પણ અકસ્માત નો ભય …….

તાજેતરમા સરકાર દ્વારા કરોડો રૂપિયા ના ખર્ચે તેયાર થઈ રહેલા ભાવ નગર ઉના નેશનલ હાઇ વે માં તંત્ર ની મીઠી નજર તળે થઈ રહેલા ભષ્ટાચાર ને વધતા લોકો માં રોષ જોવા મળી રહ્યા છે વર્ષો બાદ કરોડો રૂપિયા ના ખર્ચે બની રહેલા ફોર લાઇન રોડ માં કોન્ટ્રાક્ટ ટરો દ્વારા હલકી ગુણવતા નું મટિરિયલ વાપરી ને લોટ પાની લાકડા જેવું કામ થઈ રહ્યું છે અને રોડ કામ માં લેવામાં આવતી લાખો ટન માટી કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લે આમ જ્યાં ત્યાં થી ઉપાડી ને રોયલ્ટી ન ભરી ને સરકાર શ્રી ને કરોડો રૂપિયા નો ચૂનો લગાડી રહ્યા છે તંત્ર પણ આંખ આડા કાન કરી કુંભ કરણ ની નિદ્રા સૂતું હોય તે સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે રાજુલા ના વિક્ટર નજીક ખાડી વિસ્તાર તેમજ નેસડી ગામ આસપાસ થી કોન્ટ્રાક્ટરો આધુનિક સાધનો વડે લાખો ટન ખનીજ ચોરી કરી મોટા મોટા ખાડાઓ ઓ આચરી ભયાનક મુસીબતો પેદા કરી રહ્યા છે જેને લીધે અહીં અકસ્માત નો ભય પેદા થઈ રહ્યો હોય જાનહાની થવાની મોટીશક્યતા ઓ જોવા મળી રહી છે તાજેતરના માંજ નેસડી ગામે માટી લેવા માટે કરાયેલા ખાડા અકસ્માતે પડી જતા એક આશાસ્પદ યુવક નું મોત નીપજ્યું હતું અને મહા મુસીબતે 36કલાક ની જહેમત બાદ મ્રુત દેહ મળ્યો હતો તેવીજ રીતે અહીં વિક્ટર નજીક પણ આવીજ પરિસ્થિતિ નું નિર્માણ થાય તેવું છે અહીં હાઇ વે ની એકદમ નજીક માત્ર ને માત્ર દસ થી પંદર ફૂટ ના અંતરે થી માટી ઉપાડવામાં આવી રહી છે તે પણ અકસ્માત ને નોતરું આપવા જેવી સ્થિતિ છે જો અહીં ચાલી રહેલા વાહનો માં બ્રેક ડાઉન થાય અને સ્ટેરીગ પર નો કાબૂ ગુમાવાય તો અહીં પણ મોટા મોટા ખાડા ઑ હોવા થી અકસ્માત નો ભય વાહન ચાલકો સતાવી રહ્યા છે અહીં ગેર કાયદે માટી ઉપાડી ને મોટું ખનીજ કોમભાંડ આચરવામાં આવી રહ્યું હોય તેવું જાગ્રુત નાગરિકો નું માનવું છે અહીં જો તંત્ર દ્વારા મંજૂરી આપવા માં આવી તો માત્ર કેમ રોડ થી 15ફૂટ દૂર તે પણ એક શંકા ઉપજાવતો સવાલ છે અને અહીં પડતર ગૌચર જમીન માલ ઢોર માટે હોય અને અહીં આવેલ આજુ બાજુ ની જમીન પણ દરિયાઈ વિસ્તાર હોવાથી મોટી મોટી ખીણો માં ભરતા પાની ના કારણે અહીં પાણી ના તળ પણ ખારાશ વાળા થાય તો નવાઈ નહીં અહીં સૂત્રો નું માનીયે તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ખનીજ કૌમભાંડમાં અનેક મોટા માથા ઑ અને રાજકીય આગેવાનો પણ સંડોવાયેલા છે જો તંત્ર દ્વારા નિશપક્ષ તપાસ કરવા માં આવે તો અનેક ના પગ તળે રેલો આવે તેમ છે તંત્ર દ્વારા આ અંગે તત્કાલીન ઢોરને યોગ્ય કાર્યવાહી કરવા માં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે .ત્યારે હાલ આ વિસ્તાર માંથી સતત ખનીજ ચોરી ને કારણે જમીન માં ભૂસ્તરીય ફેરફાર પણ નોંધાઇ રહ્યા છે અહીં હાલ માં જ આ જ વિસ્તાર માં ધરતી કંપ નો આંચકો નોંધાયો હતો જે જમીન અંદર નાં ઘણા ફેરફાર સૂચવે છે અહીં પર્યાવરણ ની પણ ભયંકર ઘોર ખોદાઈ રહી છે ત્યારે સ્થાનિક પર્યાવરણ વિર્દો પણ આ અંગે હાઈકોર્ટ નાં દ્વાર ખખડાવ શે નું જણાવી રહ્યા છે ત્યારે તુરન્ત આ વિસ્તાર માંથી ગેર કાયદે રીતે ખનન ચોરી રોકવા અને ભૂ માફિયા ઓ સામે કાયદેસર ની કાર્યવાહી જેમાં પાસ સુધી નાં પગલાં સરકાર ભરે તે જરૂરી છે અન્યથા નાં છૂટકે જિલ્લા ભરના પર્યાવરણ વિર્દો આ અંગે હાયવે બ્લોક કરી ચકા જામ કરશે નું પર્યાવરણ પ્રેમી ઓ જણાવી રહ્યા છે


અવસાન નોંધ . સંધી મુસ્લિમ મરણ

અવસાન નોંધ
સાવરકુંડલા સંધી મુસ્લિમ મરણ

બબલા ભાઈ હસન ભાઈ ભટ્ટી
ના ધર્મ પત્ની મિલું બેન બબલા ભાઈ ભટ્ટી જે ઇસુબ ભાઈ ભટ્ટી.કના ભાઈ ભટ્ટી.હબીબ ભાઈ ભટ્ટી ના માતા શ્રી થાય તે ગઈ કાલે અલ્લાહ ની રહેમત માં પહોંચી ગયેલ છે
મરહુમાં ની જિયારત તારીખ 6 મંગળવાર ના રોજ સવારે 10 થી 11 જુમ્મા મસ્જિદ માં રાખેલ છે અને હિન્દૂ ભાઈ ઓ માટે બેસણું બપોર ના સમયે 4 થી 6 ના સમય માં
બબલા ભાઈ ભટ્ટી ના નિવાસ સ્થાન રાઉન્ડ ખાતે રાખેલ છે


રાજુલા હુસેની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ શાદી યોજાઈ

(શાહિદ ભટ્ટી દ્વારા )::::
રાજુલા બીડી કામદાર વિસ્તાર માં કાર્યરત હુસેની કમિટી &ચેરિટેબલ ટ્રસ્ટ અને દાતાઓ ના સહયોગ થી પ્રથમ સમૂહ શાદી નું ભવ્ય આયોજન રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે કરાયું હતું જેમાં 13 દૂલ્હા દુલ્હન નિકાહ ના પાક બંધન થી જોડાઈ ને પોતાના જીવન ની શરુવાત સરકાર દાદા બાપુ કાદરી સાવર કુંડલા વાળા ની દુવા ઑ સાથે કરી હતી
આજ રોજ રાજુલા ખાતે પીર સૈયદ સરકાર અલ્હાજ દાદા બાપુ કાદરી સાવર કુંડલા વાળા ના અધ્યક્ષ સ્થાને અને બાપુ ના મિશન વ્યસન મુક્ત બનો અને બનાવો , સમાધાન કરો અને કરવો , સ્વદેશી અપનાવો વિદેશી ભગાવો , આપણા બાળકો ને દીની દુનિયા વી તાલીમ આપવો , નેક કામ માં જોડવો અને બીજા ને જોડો અને શાદી માં ફાલતુ ખર્ચાઓ માં થી બચો અંતર્ગત સમૂહ શાદી નું આયોજન થયું હતું જેમાં 13દૂલ્હા દુલ્હન પીર દાદા બાપુ અને નિસાર બાપુ ડુંગર વાળા ની હાજરી માં નિકાહ મહેફિલે મજલિસ ની હાજરી માં કબૂલ કર્યા હતા આ તકે દાદા બાપુ નું સન્માન રાજુલા તાજનશા પીર કોમી એકતા સમિતિ દ્વારા સાલ ઓઢાડી ને કરાયું ફૂલ હાર થી બાપુ ને સન્માનિત કર્યા હતા તેમજ અનેક રાજકીય આગેવાનો સામાજિક કાર્ય કરો અને રોનકે સ્ટેજ સાદાતે કિરામ અને ઊલમાં કિરામ તમામ ને હુસેની કમેટી ના સભ્યો દ્વારા સન્માનિત કરાયા હતા આ તકે આયોજક જાફર ભાઈ જોખીયા તેમજ કમિટી મેમ્બરો દ્વારા યાર્ડ ના શતાધીસ જીગ્નેશ ભાઈ પટેલ ( ચેરમેન ) સહિત તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો યાર્ડ કમ્પાઉન્ડ ફાળવવા બદલ આ તકે રાજકીય સમાજિક્ર આગેવાનો અને લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહીને સામાજિક કાર્ય ને સફળ બનાવ્યું હતું યોજાયેલ સમૂહ લગ્ન માં સતત બે દિવસ યાર્ડ ખાતે રહેલા કરિયાવર ની યાર્ડ ના કર્મચારી હરિ દાદા યે દેખરેખ રાખતા મુસ્લિમ સમાજ દ્વારા હરિ દાદા નો આભાર વ્યક્ત કર્યો હતો …..તસ્વીર અહેવાલ શાહિદ ભટ્ટી વિક્ટર.


મયુર ભાઈ ખાચર ની મહેનત રંગ લાવી સાવરકુંડલા ની કે.કે. હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરિક્ષ ની રસીદ ના આપતા વિદ્યાર્થીઓ દ્વારા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર ને રાજુવાત કરતા ઉચ્ચ કક્ષાએ રાજુવાત કરી

સાવરકુંડલા ની કે.કે. હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરિક્ષ ની રસીદ ના આપતા વિદ્યાર્થીઓ દ્વારા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર ને રાજુવાત કરતા ઉચ્ચ કક્ષાએ રાજુવાત કરી લાવીસાંસદ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે કોઈ જ પ્રકાર ની ગેર રીતિ સહન કરવા નઈ આવે. જેથી ઉચ્ચ કક્ષની રાજુવાત બાદ વિદ્યાર્થીઓ ને રસીદ મળતા હાશ કરો અનુભવતાં તમામ વિદ્યાર્થીઓ એ સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર નું હૃદય પૂર્વક આભાર વિદ્યાર્થીઓ દ્વારા માની. ઉમંગ ઉત્સાહ સાથે રસીદ મેળવેલ.