Main Menu

Saturday, March 3rd, 2018

 

 દેશભરમાં ધુળેટીના પ્રવની ધામધૂમ થી ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયા એ પરિવાર સાથે દુલેતી મનાવવાને બદલે પોતાના કાર્યકરો સાથે ધૂળેટી ની ઉજવણી હર્બલ કલર સંગાથે કરી હતી

ફારૂક કાદરી

સાવરકુંડલા

           દેશભરમાં ધુળેટીના પ્રવની ધામધૂમ થી ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયા એ પરિવાર સાથે દુલેતી મનાવવાને બદલે પોતાના કાર્યકરો સાથે ધૂળેટી ની ઉજવણી હર્બલ કલર સંગાથે કરી હતી

               અમરેલીના સાંસદ નારણ કાછડીયા સાવરકુંડલા ના ગાંધીચોક ખાતે ઢોલી સાથે રાજસ્થાની નુત્ય્કારો વચે હોળીની ઉજવણી કરી હતી હર્બલ કલર થી સાંસદ એ કાર્યકરો સાથે હોળીની ઉજવણી કરી હતી ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા પણ હર્બલ હોળીમાં ખાસ હાજર રહયા હતા સાંસદ કાછડિયા એ ઢોલી અને રાજસ્થાની મહિલાઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો હર્બલ હોળીના પ્રસંગને ઉજવવા સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હેમાંગ ગઢિયા ના સુંદર આયોજન માં સાંસદ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, પુનાભાઈ ગજેરા, અશ્વિનભાઈ ત્રિવેદી  પરાગ ત્રિવેદી, જીલ્લા લઘુમતી સેલના મહેબુબ કાદરી, વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ દોશી, ધર્મેન્દ્ર ચૌહાણ, મહેશભાઈ સુદાણી સહિતના ભાજપના કાર્યકર્તાઓએ ધૂળેટી પર્વની ઉજવણી રાજસ્થાની ઢોલી નાચગાન વચે ઉજવેલ હતી અને સાંસદ કાછડીયાએ અમરેલી જીલ્લાના તમામ લોકોને હોળીની શુભકામનો પાઠવી હતી