Main Menu

Friday, March 2nd, 2018

 

રાજુલા મા ધુળેટી નો તહેવાર ઊજવવા મા આવ્યો

ગુજરાત ઉત્‍સવ પ્રિય પ્રદેશ છે. અહીં હોળીના તહેવારના બીજા દિવસે ધુળેટીનો ઉત્‍સવ ઊજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધુળેટી રમે છે. ધુળેટીનો ઉત્‍સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજે ગોકુળીયા રાજુલા મા ધુળેટી પર્વના રંગે રંગાયુ હતુ.સાથે સાથે ડી.જે. ના તાલ અને મસ્તી ને ઉમંગની સાથે સૌ કોઈ રંગે રંગાયા હતા.


ત્રીસ પાગલ દીકરી ઓ નાં પિતા ભક્તિરામ ગોંડલીયા દ્વારા માનવ મંદિર માં તિલક હોળી ઉજવાઈ

કેતન બગડા દ્વારા

 

તહેવારો માનવજીવનના ઉતસાહ અને ઉમંગને નવી દીશા આપે છે

ત્યારે હોળીના તહેવારે લોકો રંગે રમી જીવનમા નવા રંગોનો સંચાર થાય તેવી ભાવના સાથે હોળી ખેલે છે. આવો જ એક ઉમંગ અને નવી પ્રેરણા આપતો રંગોત્સવ માનવ મદિરે મનોરોગીઓએ મનાવ્યો..જોઇએ આ અહેવાલમા….

 

સાવરકુંડલાથી પાચ કિલોમિટર હાથસણી રોડ પર આવેલ આ માનવ મન્દિર આશ્રમ છે.અહિયા 40 જેટલી નિરાધાર પાગલ મહિલાઓ પુજ્ય ભક્તિબાપુની નિશ્રામા પુન્હ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ મનોરોગી દિકરીઓના અન્ધકારમય જીવનમા એક નવો ઉજાસ આવે રંગોના માધ્યમથી તેઓના જીવનમા નવા રંગો પુરાય તેવા પ્રયંત્નો કરવામા આવ્યા છે.

આ આશ્રમમા વિનામુલ્યે સારવાર લઈ રહેલી આ મનોરોગી મહિલાઓએ ઇકોફ્રેંડલી રંગે રમી એક નવો જ અનુભવ કર્યો અને મનોરોગી મહિલાઓ નાચી ઉઠી . તેઓના જીવનમા આ રંગોના પર્વથી નવા જ ઉત્સાહનો સંચાર થયો. પુ.ભક્તિબાપુએ રંગોની છોળો ઉડાડી  મનોરોગી મહિલાઓને આશિષ સાથે નવી દિશાનો રંગ આપ્યો તેવી અનુભુતિ આ મહિલાઓ કરી રહી છે

જીવનની નવી દિશાના સંચારનુ માધ્યમ આ રંગો છે ત્યારે મનોરોગીઓના જીવનમા રંગોના માધ્યમથી રંગ ભરનાર આ સંતની સેવા આ સમાજને એક નવો જ સન્દેશ આપી જાય છે


પીપાવાવમાં પોટૅ મા ગઇકાલ સાંજ થી મુંબઈ,અમદાવાદ અને જામનગર ડી આર આઈ દ્વારા ચેકીંગ.

રાજુલાને પીપાવાવમાં ગઈકાલ સાંજે મુંબઈ,અમદાવાદ અને જામનગર ડી આર આઈ દ્વારા એક કંપની ના સી એફ એસ મા ચેકીંગ હાથ ધરાતા ખળભળાટ મચી ગયો છે અને દાણચોરીથી પ્રતિબંધિત વસ્તુ ભારતમાં ઘુસાડવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે.

પીપાવાવ પોર્ટ માં દેશ વિદેશ માં માલ સામાન ઈમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે ગઈકાલ સાંજે આવેલા કન્ટેનરમાં પ્રતિબંધિત એવા સ્ક્રેપના ઝેરોક્ષ મશીન ભારતમાં દાણચોરીથી ઘુસાડી ડ્યૂટી ચોરી થઇ રહી હોવાની બાતમીના આધારે   ડી આર આઈ ની ટીમઓ એ દરોડા પાડયા હતા અને મોડી રાત્રી સુધી સર્ચની  કાર્યવાહી ચાલુ છે અને પીપાવાવ પોર્ટ ના જવાબદાર કસ્ટમ અધિકારીઓનો સંપર્ક થઇ શકયો ન હતો.

જાણવા મળતી માહિતી અનુસાર આઠથી દસ જેટલા કન્ટેનરો પ્રતિબંધિત ઝેરોક્ષ  મશીન ભરેલા હોવાની શક્યતા છે. જેને ભંગારના ભાવે વિદેશથી ભારત લાવી અને કસ્ટમ ડ્યુટીની ચોરી કરાઈ રહી હોવાની શક્યતા છે.