Main Menu

March, 2018

 

“મેલેરીયા મુકત ગુજરાત -૨૦૨૨” મચ્છરજન્ય રોગનો ફેલાવો અટકાવીએ

“મેલેરીયા મુકત ગુજરાત -૨૦૨૨”

મચ્છરજન્ય રોગનો ફેલાવો અટકાવીએ

અમરેલી, તા.૩૧ માર્ચ, ૨૦૧૮ શનિવાર

“મેલેરીયા મુકત ગુજરાત -૨૦૨૨” ના ઉદેશને સાકાર કરવા સમગ્ર જિલ્લામાં લોકોની સુખાકારી જળવાઇ અને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગનો ફેલાવો ના થાય તે માટે ચોમાસાની ઋતુ પહેલા અગમચેતીના ભાગ રૂપે આરોગ્ય શાખા સતત કાર્યરત છે.

હાઉસ ટુ હાઉસ વાહક નિયંત્રણ કામગીરીના ત્રણ રાઉન્ડ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે. એપ્રિલ-૨૦૧૮-તા.૨. થી ૭, ત્‍યારબાદ ૩૦ એપ્રિલ થી તા.૫-મે અને જુન-તા.૪ થી ૯ દરિમયાન વાહક નિયંત્રણ કામગીરી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન આરોગ્ય શાખાની ટીમ ઘરે-ઘરે ફરીને તાવ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા આરોગ્ય શિક્ષણ જેવી રોગ અટકાયત તેમજ આરોગ્ય પ્રત્‍યે કાળજી-જાગૃત્તિ-સાવચેતી સંબંધિત કામગીરી કરવામાં આવનાર છે.

ઘર તેમજ આજુબાજુના વિસ્‍તારમાં મચ્‍છર અને ગંદકીને દૂર કરીને સાવચેતી વર્તીને જ રોગને જાકારો આપી શકાય. આજુબાજુના વિસ્‍તાર-ઘરમાં ભરેલા પાણીના પાત્રોમાં મચ્‍છરના પોરા જ ઉત્‍પન ન થાય તે અંગે જાગૃતિ રાખવી એ આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે.

જિલ્લા પંચાયત-આરોગ્‍ય શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ વાહક નિયંત્રણ કામગીરી દરમ્યાન લોકોને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા મેલેરયા અધિકારીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.


કાપડિયા સોસાયટી નાં રસ્તા પ્રથમ વાર આર સી સી થી મઢાયા . આ વિસ્તાર નાં યુવા કાઉન્સીલર રાજે ભાઈ ઉર્ફે ટકા ભાઈ નું સ્વાગત સોસાયટી નાં રહીશો દ્વારા કરાયું

કાપડિયા સોસાયટી નાં રસ્તા પ્રથમ વાર આર સી સી થી મઢાયા . આ વિસ્તાર નાં યુવા કાઉન્સીલર રાજે ભાઈ ઉર્ફે ટકા ભાઈ નું સ્વાગત સોસાયટી નાં રહીશો દ્વારા કરાયું

સાવરકુંડલા શહેર સુધરાઈ નાં યુવા કોર્પોરેટર રાજે ભાઈ દ્વારા પોતાના વિસ્તાર 9 નંબર નાં વિસ્તારમાં હાલ ક્યારેય પણ ન થયા હોય તેવા કામ કરી લોકો નાં દિલ જીતી લીધા હતા અહીં કાપડિયા સોસાયટી સહિત નાં વિસ્તારો માં રોડ રસ્તા ને સિમેન્ટ થી મઢી દેવામાં આવ્યા છે જેથી અહીંના રાહીશો ને ગંદકી ની સમસ્યા કાયમ હલ થઈ જવા પામી હતી જેથી તમામ રહીશો દ્વારા રાજે ભાઈ નું સ્વાગત કરાયું હતું જેમાં
ઈબરાહીમ.ભાઈ.તેમજ.શફીમીયા.બાપુ.નુરાભાઈ.સાયરા.રસુલભાઈ.ભટી.મકવાણા.ઈસમાઈલ.ભાઈ.રાજા.ભાઈ.પીયોપી.વાળા.તેમજ.ઈમરાન.અજમેરી.સુમરા.અબદુલ.ભાઈ.સાહીલ.મીલન.ફારુકભાઈ.ભટી.નાસલભાઈ.ચોહાણ.અને.વાઘેલા.મહંમદહુસેનસહિત નાં રહીશો દ્વારા સોસાયટી માં ભેગા મળી સન્માન કાર્યક્રમ યોજાયો હતો


ખાંભા પાસે આવેલ વાંકું ની ધારખાતે શ્રી પંચમુખી હનુમાનજી મંદીરે શ્રી હનુમાન જયંતી ની ઊજવણી કરવા મા આવેલ..

 

ખાંભા પાસે આવેલ વાંકું ની ધારખાતે શ્રી પંચમુખી હનુમાનજી મંદીરે શ્રી હનુમાન જયંતી ની ઊજવણી કરવા મા આવેલ..

શ્રીહનુમાન જયંતી નિમીતે શ્રી પંચમુખી હનુમાનજી મંદીર મા શ્રી પ.પૂ.પાદ શ્રી રામબાલક દાસ બાપુ ના આશીર્વાદ થી તથા શ્રી કરુણાનિધાન બાપુ ના સાંનિધ્ય મા શ્રી હનુમાન ચાલીસા ના પાઠ તથા હવન તેમજ પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું સાધુ સંતો અને સેવકગણ હાજર રહેલ.


ધારી ગીર પૂર્વ ના એસ સી એફ સીપી રાણપરીયા વય મર્યાદા ના કારણે નિવૃત થતા . ગીર પૂર્વ ના સ્ટાફ દ્વારા વિદાય માન યોજાયો

દશરથ સિંહ રાઠોડ

ધારી ગીર પૂર્વ ના એસ સી એફ સીપી રાણપરીયા વય મર્યાદા ના કારણે નિવૃત થતા . ગીર પૂર્વ ના સ્ટાફ દ્વારા વિદાય માન યોજાયો

વન વિભાગ ના કર્મ નિષ્ટ અધિકારી અને મૂળ સાવરકુંડલા ના વતની સીપી રાણપરિયા નો વિદાય માન યોજાયો હતો જેમાં મુખ્ય અધિકારી સી સી એફ પણ હાજર રહી
નિવૃત તથા અધિકારી ને પડો અર્પી ભાવ ભેર વિદાય માન અર્પિત કરાયું હતું જે પ્રસંગે સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો


બ્રેકીંગ…..કૉંગ્રેસ નો આંતર કલહ સામે આવ્યો . એક સાંધે ત્યા તેર તૂટે … અમરેલી-રાજુલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા માં સદસ્યોમાં અસંતોષ……. 21 સદસ્યો સત્તાધીશ પાલિકા પ્રમુખથી છે નારાજ. પાલિકા પ્રમુખ સામે આવતીકાલે મુકાઈ શકે છે અવિશ્વાસની દરખાસ્ત…

બ્રેકીંગ…..
અમરેલી-રાજુલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા માં સદસ્યોમાં અસંતોષ…….
21 સદસ્યો સત્તાધીશ પાલિકા પ્રમુખથી છે નારાજ……
પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે સદસ્યોમાં રોષ….
21 કોંગ્રેસના સદસ્યો ઉપડી ગયા સહેલગાહે…….
પાલિકા પ્રમુખ સામે આવતીકાલે મુકાઈ શકે છે અવિશ્વાસની દરખાસ્ત…….
28 બેઠકો માંથી 27 બેઠકો છે કોંગ્રેસ પાસે…..
કોંગ્રેસમાં સર્જાયો આંતર કલહ…….


.. ખાંભા ના ગોરણા માલિકી ની વાડી ના શેઢા માંથી સિંહ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળ્યો.. .. વનવિભાગ ને જાણ થતાં ઘટના સ્થળે.. .. વધુ એક સિંહ ના મોત થી સિંહ પ્રેમી ઓમાં રોષ.. .. વાડી મલિક અને આજુ બાજુ ની વાડીઓ તાપસ શરૂ.. .. સિંહ ની ઉમર 2 વર્ષ આસપાસ હોવાનું અનુમાન .

ખાંભા..હિરેન્દ્રસિંહ રાઠોડ..દ્વારા

.. ખાંભા ના ગોરણા માલિકી ની વાડી ના શેઢા માંથી સિંહ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળ્યો..

.. વનવિભાગ ને જાણ થતાં ઘટના સ્થળે..

.. વધુ એક સિંહ ના મોત થી સિંહ પ્રેમી ઓમાં રોષ..

.. વાડી મલિક અને આજુ બાજુ ની વાડીઓ તાપસ શરૂ..

.. સિંહ ની ઉમર 2 વર્ષ આસપાસ હોવાનું અનુમાન ..

.. સિંહ ના મૃતદેહ ના સમાચાર મળતા વનવિભાગ ના અધિકારીઓ પણ દોડ્યા..
l
..

.


બ્રેકીંગ……. અમરેલી-સાવરકુંડલા ના પીપરડી ના રેવેન્યુ વિસ્તારમાં લાગ્યો દવ…..

બ્રેકીંગ…….

અમરેલી-સાવરકુંડલા ના પીપરડી ના રેવેન્યુ વિસ્તારમાં લાગ્યો દવ…..
અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ પીપરડીના બીડ માં લાગી આગ……
શેત્રુજી નદીના પીપરડી ધોબા વિસ્તારોમાં સિંહો નો વસવાટ…..
રેવેન્યુ વિસ્તારની આગ જેસર તાલુકાના રાણીગામ વિડી સુધી ફેલાઈ……
સિંહોના વિસ્તારોમાં આગ લાગતા સિંહપ્રેમીઓમાં ચિંતા……
સાવરકુંડલા વનવિભાગ ઘટના સ્થળે જવા રવાના……
અમરેલી ભાવનગર બોર્ડર પરના રેવેન્યુ વિડીમાં આગ…..


બ્રેકીંગ……. અમરેલી-અમરેલીની જ્ઞાનદીપ વિદ્યામંદિર ની સ્કૂલ બસ અકસ્માતે પલટી……

બ્રેકીંગ…….

અમરેલી-અમરેલીની જ્ઞાનદીપ વિદ્યામંદિર ની સ્કૂલ બસ અકસ્માતે પલટી……
અમરેલીના દેવળીયા ના પાટિયા નજીક સ્કૂલ બસ પલટી ગઈ…..
20 ઉપરાંતના વિદ્યાર્થીઓ હતા સ્કૂલ બસમાં…..
8 થી 10 વિદ્યાર્થીઓને થઈ નાના મોટી થઈ ઇજાઓ…..
સ્કૂલબસ માંથી વિદ્યાર્થીઓ બસ પાછળનો કાચ તોડી કઢાયા બહાર…..
108 પહોંચી ઘટના સ્થળે……
વિદ્યાર્થીઓના વાલીઓ દોડી ગયા ઘટનાસ્થળે……
મોડી આવેલી પોલીસે બાળકોને બચાવતા રાહદારીઓ પર કર્યો હળવો બળ પ્રયોગ
ટોળાં ને વિખેરાયા


અમરેલીના વડિયા મુકામે સેવા અને પેટ ની ભૂખ સંતોસાય એવી 11 વર્ષ થી સેવા કરતી જલારામ ઝૂંપડી..

રાજુ કારીયા

અમરેલીના વડિયા મુકામે સેવા અને પેટ ની ભૂખ સંતોસાય એવી 11 વર્ષ થી સેવા કરતી જલારામ ઝૂંપડી..
જે કોઈ પરિવારે પોતાના સ્વજન ની તિથિ નિમિતે.અથવા કોઈના જન્મ દિવસ ની ઉજવણી કરવી હોય તો એ પણ આ ઝૂંપડીએ કરી આપે છે..ઝૂંપડી ના નામે કોઈ ફાળો કરવામાં નથી આવતો..લોકો સ્વેચ્છાએ આપે એ જ લેવા માં આવે છે…લોકો હોંશે હોંશે પ્રસાદ લે અને સેવા આપતા યુવાનો અને આયોજકો રાજી થાય…
ન્યૂઝ રાજુ કારિયા વડિયા


બાબરા માં એક સપ્તાહ થી આધારકાર્ડ ની કામગીરી બંધ પડતા લોકો ને પારાવાર મુશ્કેલી આધારકાર્ડ ની કામગીરી બંધ રહેતા લોકો રાજ્ય સરકાર ની મહત્વ યોજના થી વંચીત

રાજુ બસિયા
બાબરા માં એક સપ્તાહ થી આધારકાર્ડ ની કામગીરી બંધ પડતા લોકો ને પારાવાર મુશ્કેલી આધારકાર્ડ ની કામગીરી બંધ રહેતા લોકો રાજ્ય સરકાર ની મહત્વ યોજના થી વંચીત
—————————-;–;———————————-
બાબરા માં છેલ્લા એક સપ્તાહ થી આધાર કાર્ડ ની કામગીરી કોઈ કારણોસર બંધ રહેતા ગામડામાં થી આવતા લોકો ને ધરમ ના ધખા ખાવા નો વારો આવે છે તેમજ સમય મર્યાદા માં લોકો ના આધાર કાર્ડ નહિ નીકળતા રાજ્ય સરકાર ની મહત્વ ની યોજના થી વંચીત રહેવાની ફરજ પડે છે

સરકાર દ્વારા આધારકાર્ડ ને ફરજીયાત કરવામાં આવેલ છે પણ વહીવટી તંત્ર ની પૂરતા આયોજન ન હોવાથી અનેકવાર બંધ પડે છે અને લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે
ત્યારે બાબરા માં પાંચ દિવસ થી આધારકાર્ડ ની કામગીરી ઠપ્પ થતા લોકો માં ભારે રોષ ની લાગણી જોવા મળી રહી છે અહીં વહેલી સવાર થી લોકો આધારકાર્ડ કેન્દ્ર આગળ લાઈન માં લાગી જાય છે પણ ઓપરેટરો દવરા એવું જણાવવા આવે છે કે કામગીરી બંધ છે જેથી લોકો ને પાછું ફરવાનું થાય છે
હાલ લોકો ને ઉચ્ચ અભ્યાસ માં તેમજ અન્ય આરોગ્ય સેવાઓ નો લાભ લેવામાં આધાર કાર્ડ નો ઉપયોગ કરવાનો હોય છે પણ હાલ અહીં કામગીરી બંધ રહેતા લોકો આધારકાર્ડ વગર નિરાધાર બન્યા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે
આ બાબતે તાલુકા કોંગ્રેસ અગ્રણી અમિત જોગેલ દવરા ઉચ્ચ અધિકારીઓ ને રજુવાત કરી બાબરા માં તત્કાલ આધારકાર્ડ ની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે
જોકે મામલતદાર એ.કે .ખીમાણી દવરા જણાવ્યું હતું કે તેઓ દવરા આ બાબતે જિલ્લા કલેકટર ને જાણ કરી છે અને આવતી કાલે સુપરવાઈઝર ની બેઠક બોલાવી યોગ્ય કરવામાં આવશે
હાલ બાબરા આધારકાર્ડ કેન્દ્ માં માત્ર એક ઓપરેટર ફરજ બજાવે છે જેનું લેપટોપ ખોરવાતા કામગીરી બંધ છે જ્યારે અન્ય એક ઓપરેટર નું આઈ ડી પાસવર્ડ નો હોવાથી નવરા બેસે છે


error: Content is protected !!