Main Menu

Friday, February 23rd, 2018

 

દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તારો દ્વારા અમરેલી જિલ્લા પોલીસ નું બહુમાન       

દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તારો દ્વારા અમરેલી જિલ્લા પોલીસ નું બહુમાન                                                                                           જિલ્લા પોલીસ વડા  જગદીશ પટેલ ડેપ્યુટી ઑફ પોલીસ અમરેલી મોણપરા સહિત પી એસ આઈ દામનગર ગોસાઈ પી એસ આઈ વંડા લેડી પી એસ આઈ કણસાગરા સહિત ના પોલીસ સ્ટાફ નું બહુમાન                                                                                     દામનગર સહિત ના વિસ્તારો માં તરખાટ મચાવતી લૂંટ ચોરી ધાડ જેવી વારદાતો ને અંજામ આપતી ખતરનાક ગેંગ ના ત્રણ આરોપી ઓ ને પકડી.                                                                                                 કાયદા નું જ્ઞાન ભાન કરાવતી પોલીસ ની કામગીરી થી ખુશ ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર નું બહુમાન                                                                             અમરેલી જિલ્લા ના દામનગર  ધામેલ  ભાવનગર  જિલ્લા ગારીયાધાર સહિત માં                                                                                લૂંટ ચોરી ના ગુના કરી ભય ફેલાવતી ગેંગ ને કાયદા નું ભાન કરાવી ભય દૂર કરાતા                                                                                                         પોલીસ કર્મી ઓ દામનગર વંડા અમરેલી સહિત ના કર્મચારી ઓ નું ભવ્ય બહુમાન                                                                                 અનેકો પોલીસ સ્ટેશન માં અનેકો ગુના ઓ માં સંડોવાયેલ ખતરનાક ગેંગ ની સીલસિલા બંધ વિગતો આપતા ડેપ્યુટી ઓફ પોલીસ  અમરેલી ના મોણપરા સાહેબ                                                                                                ડેપ્યુટી મોણપરા ના ડિવિઝન હેઠળ ના પી એસ આઈ ગોસાઈ દામનગર અને   વંડા લેડી પી એસ આઈ કણસાગરા નું વિશિષ્ટ બહુમાન                                                                                                    દામનગર ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તારો ના  અગ્રણી ઓ સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન                                                        દામનગર નટવરલાલ ભાતિયા દ્વારા


રાજુલા પંથક માંખનીજ ચોરી કરતી અગ્રોહ ઇન્ફ્રા ડેવલોપસ પ્રા.લી. નામની કંપની ને 5 કરોડ નો દંડ

બ્રેકિંગ
અમરેલી : ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ના માર્ગ મા ગેર કાયદેસર રીતે ગૌચરણ વિસ્તાર માંથી માટી ચોરવા નો મામલો…….

1 માસ પહેલા રાજુલા જાફરબાદ ના 5 થી વધુ ગામડા ઓ મા અગ્રોહ ઇન્ફ્રા ડેવલોપસ પ્રા.લી. નામની કંપની ધ્વરા માટી ચોરી કરી હતી……

અમરેલી ખાણ ખનીજ વિભાગ ધ્વરા 5 કરોડ 30 લાખ નો દંડ ફટકારી કડક કાર્યવહી કરી…..

કંપની ધ્વરા માટી ચોરી કરી નેશનલ હાઇવે ના માર્ગો મા લાખો ટન માટી નાખી હતી…..

ખાણ ખનિજ વિભાગ ના દંડ થી ભુમાફીયા ઓ મા ફફડાટ……


ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્ડનું વિતરણ કરાયું

રિપોર્ટર :- નરેન્દ્ર પટેલ

ગોંડલ નગરપાલિકા કચેરી દ્વારા શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરમાં ફેરી કરી રોજીરોટી કમાતા લોકો અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તે સર્વેના અનુસંધાને એનયુએલએમ યોજના અંતર્ગત ૬૩૩ લાભાર્થીઓને ઓળખકાર્ડ આવ્યા હતા. આ તકે પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા, ઉપપ્રમુખ હર્ષદભાઈ વાઘેલા, સદસ્ય આશિફભાઈ ઝકરિયા, બટુકભાઈ સવાલિયા સહિતનાઓ હાજર રહ્યાં હતાં અને લાભાર્થીઓને ઓળખકાર્ડના ફાયદા શું-શું છે એ માહિતગાર કર્યા હતા આ કાર્યને સફળ બનાવવા માટે એનયુએલએમ યોજનાના મેનેજર ચંદ્રિકાબેન પરમાર આજ સંગઠક તેમજ ખુશ્બુબેન ચાવડાએ જહેમત ઉઠાવી હતી.


ગોંડલી નદીમાં ફાટી નિકળેલ ગાંડીવેલના કારણે શહેરને બાનમાં લેતું મચ્છર સામ્રાજ્ય : જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ

રિપોર્ટર :- નરેન્દ્ર પટેલ

શહેરનીમધ્યમાંથી પસાર થતી ગોંડલી નદી માં ગાંડીવેલ ફાટી નીકળી હોય જેના કારણે ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરભરમાં યાદવ મચ્છરોનો આતંક ફાટી નીકળ્યો હોય વિપક્ષી સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના એકમાત્ર કોંગ્રેસે સદસ્ય એવા અનિલભાઈ માટે જિલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે પાલિકા દ્વારા ગોંડલી નદીમાં ફાટી નીકળેલ ગાંડીવેલ કાઢવામાં આવી રહી નથી. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ કેન્દ્ર બનવા પામી છે, મચ્છરોના આતંકના કારણે ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરભરમાં લોકોને રહેવા મુશ્કેલ બન્યું છે આ ઉપરાંત પાલિકા દ્વારા શહેરમાં યોગ્ય રીતે સાફ કરવામાં આવતી ન હોય ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાવા પામ્યા છે આવી ગંદકી મચ્છરોના ઉત્પાદન ને વેગ આપી રહી છે તો યોગ્ય પગલાં લેવા અંતમાં માંગ કરી હતી.


ડેડાણમાં પરંપરાગત રીતે ફરી એક વાર દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમતા થયા

રીપોર્ટ મોહસીન પઠાણ સાથે સુરેશ મકવાણા ખાંભા

ડેડાણમાં પરંપરાગત રીતે ફરી એક વાર દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમતા થયા તેથી દારૂડયા મા ખુશી માહોલ સર્જાયો
ગાધી ના ગુજરાત મા દારૂ બંધી હોવા છતાં પણ ડેડાણ ગામ મા ઠેર ઠેર દેશી દારૂ ની હાટડીઓ જોવા મળે છે દારૂ બંધી ના કાયદાના જાણે કે ડેડાણ મા લીરે લીરા ઉડતા હોય તેવુ લાગી રહ્યું છે બુટલેગરો મા જાણે ખાખી નો કોઈ ખોપ જ નો હોય તેમ ખૂલ્લી આમ દેશી દારૂ નુ વેચાણ કરી રહ્યા છે થોડા સમય પહેલાં ડેડાણ મા આવેલ મુસ્લિમ સમાજ નૂ પ્રવિત્ર સ્થળ કબ્રસ્તાનમાં દેશી દારૂ  ખાલી કોથળી મળી હતી જેના પડધા સમગ્ર અમરેલી જિલ્લામાં પડ્યા હતા અને મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેના કારણે થોડા દિવસો પૂરતૂ એવું લાગી રહ્યું છે હતૂ કે ડેડાણ મા દારૂ બંધી ના કાયદા નો કડક અમલ થય રહ્યો છે પંરતુ ફરી પાછા બુટલેગરો દ્વારા પોતાના અડાઓ શરૂ કરતાં ડેડાણ મા દારૂડિયા  નો આતંક ફેલાશે તેવી લોકો મા ચર્ચા જાગી છે


પીપાવાવ પોર્ટમાં સિંહોની પજવણી મામલે વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

સીસીટીવી ફૂટેજ સહીત આસપાસના લોકોની પુછ પરછ કરાય વિડીયો ૩૦ તારીખ પેહલાનો હોવાનું તપાસમાં ખુલ્યું

રાજુલા,
પીપાવાવ પોર્ટ માં મુખ્‍ય ગેટ ની અંદર સિંહો પાછળ ટ્રક દોડાવવા નો વિડીયો સોશ્‍યલ મીડિયા માં વાયરલ થતા વનવિભાગ એ તપાસ ના આદેશો આપતા રાજુલા વનવિભાગ પીપાવાવ પોર્ટ માં પહોચી લેખિત આપી વનવિભાગ એ બાયો ચડાવી છે આ ઘટના માં વનવિભાગ ખુબ જ્ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહયુ છે  હાલ માં સીસીટીવી ના ડેટા વધુ હોવાને કારણે હજુ સીસીટીવી કબ્‍જે કરવા માં ર દિવસ સમય લાગશે તેવું તંત્ર ના સૂત્રો પાસે થી જાણવા મળી રહયુ છે પીપાવાવ પોર્ટ માં વનવિભાગ ના અધિકારી ઓ દ્વારા સિક્‍યુરિટિ સહીત આસપાસ ના પરપ્રાંતીય્ માણસો અને પોર્ટ ના અધિકારી ઓ ની સીધી પુછપરછ શરૂ કરતા પોર્ટ અધિકારી ઓ ને પગ નીચે રીતસર નો રેલો આવ્‍યો છે અહીં રાજુલા વનવિભાગ દ્વારા સીધું પોર્ટ પર ફોક્‍સ લગાવ્‍યું છે હાલ માં વનવિભાગ ની તપાસ નો ધમધમાટ શરૂ થયો છે અહીં સેંકડો કન્‍ટેનરો ટ્રકો ની હેરાફેરી થતી હોવાને કારણે વનવિભાગ પજવણી કરતો ટ્રક ચાલાક શોધવો ખુબ મુશ્‍કેલ બની ગયું છે જો આ મામલે અમરેલી જુગાનગઢ સહીત ના વનવિભાગ ના અધિકારી ઓ પણ પોર્ટ ના અધિકારીઓ સામે રોષે ભરાયા હતા વનરાજ ની આવી પજવણી થી તંત્ર ના અધિકારી ઓ ચોકી ઉઠ્‍યા હતા આજે રાજુલા ઇન્‍ચાર્જ આરએફઓ ચાંદુ જણાવ્‍યું હતુંસીસીટીવી કબ્‍જે કરવા ની પ્રકિયા શરૂ છે વનવિભાગ ઊંડાણ પૂર્વ તપાસ કરી રભ્‍ું છે આ મામલે કોઈ ને છોડવા માં નહીં આવે કેટલાક લોકો ની પૂછ પરછ પણ કરી છે કાયદેસર ની કાર્યવાહી કરીશું હાલ માં આ વિડીયો ને લઇ ને સ્‍થાનિક સિંહ પ્રેમી ઓ માં પણ પીપાવાવ પોર્ટ સામે રોષ ફાટી નીકળતા પોર્ટ સામે વનવિભાગ કાયદાકીય રીતે કાર્યવાહી કરે તેવી પ્રકૃતિ પ્રેમી ઓ ની માંગ ઉઠી છે.