Main Menu

Thursday, February 22nd, 2018

 

રાજુલા તાલુકા ના આહિર સમાજ નું ગૌરવ રમેશ લાખણોત્રા

રાજુલા તાલુકા ના નિંગાળા-૧ ગામે રહેતા અને પીપાવાવ પોટૅ મા મરીન ડીપાટૅમેનટ મા રેડિયો ઓફિસર ની જોબ કરે છે અને હાલ મા લેવાયેલ GMDSS
(MINISTRY OF COMMUNICATION – GOVT.OF.INDIA) ની પરીક્ષા પાસ કરેલ છે અને તેમાં દેશભર માથી ૮૪ વિદ્યાર્થી ઓ એ ભાગ લીધેલ હતો અને ગુજરાત રાજ્ય મા થી એક જ વિદ્યાર્થી એ પરીક્ષા આપી હતી અને એ પરીક્ષા મા સારી રીતે પાસ થયેલ છે. રાજુલા તાલુકા નહી પણ ગુજરાત ના આહિર સમાજ નું ગૌરવ વધારેલ છે.


પીપાવાવ પોર્ટના હાઇવે પર સિંહ પરિવાર પાછળ ટ્રક દોડાવતો વીડિયો વાયરલ

પીપાવાવ પોર્ટ: ગઇરાત્રે પીપાવાવ પોર્ટની અંદર એક સિંહ સિંહણ ત્રણ સિંહબાળ સાથે ઘુસી આવતા પરપ્રાંતિય ટ્રક ચાલકે આ સાવજો પાછળ ટ્રક દોડાવી 40 મિનીટ સુધી તેમને પરેશાન કરી મુકયાનો વિડીયો વાયરલ થતા તંત્રમા હડકંપ મચી ગયો હતો. ચુસ્ત સિકયુરીટી વ્યવસ્થાના દાવા વચ્ચે સાવજોની કનડગત થયાનુ બહાર આવતા વનવિભાગે પણ તાકિદે તપાસનો હુકમ કર્યો છે. તો બીજી તરફ સાવજોને લઇને કાયમ બેદરકારી દાખવનાર પીપાવાવ પોર્ટે પણ આ કિસ્સાને રફેદફે કરવા પ્રયાસ કર્યો હતો. પીપાવાવ પોર્ટ આસપાસ મોટી સંખ્યામા સાવજોનો વસવાટ છે.

આ સાવજો અવારનવાર પોર્ટમા પણ ઘુસી જાય છે. ગઇરાત્રે ત્રણ સિંહબાળ સાથે સિંહ-સિંહણ પોર્ટમા ઘુસી જતા 40 મિનીટ સુધી જાણે તેને બંધક બનાવી લેવાયા હતા. એટલુ જ નહી પરપ્રાંતિય શખ્સોએ આ સાવજો પાછળ બેરહેમીથી ટ્રક પણ દોડાવ્યા હતા.અને તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાનો વિકૃત આનંદ લુંટયો હતો. પોર્ટની અંદર જ સાવજોની પાછળ દોડતા ટ્રકનો વિડીયો જોઇ સિંહપ્રેમીઓમા રોષ ભરાયો છે.પોર્ટ આસપાસ રોજેરોજ લાયન શો યોજાય છે. પોર્ટમા આવતા જતા વાહનો અને ટ્રેન હડફેટે સાવજો કમોતે મરી રહ્યાં છે. પોર્ટ દ્વારા તો સાવજોની રક્ષા માટે કોઇ કાર્યવાહી કરાતી નથી.

આ ઘટના બાદ પણ પોર્ટ સતાવાળાઓના પેટનુ પાણી હલ્યુ ન હતુ અને ઉલટુ આ ઘટનાની જવાબદારી એક બીજા પર ઢોળવા પ્રયાસ થયો હતો. જો કે ઘટનાની જાણ વનવિભાગને થતા ડીએફઓ શકીરા બેગમે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. રાજુલા વનવિભાગને આ માટે તપાસ સોંપાય છે. આ વિસ્તારમા 40 સિંહોનો વસવાટ છે અને અહીનો સિકયુરીટી સ્ટાફ પણ લાયન શોમા સંડોવાયેલો છે. સાવજોની કનડગત અંગે આખરે આજે પોર્ટના મુંબઇના અધિકારીઓને પણ જાણ કરવામા આવી હોવાનુ જાણવા મળેલ છે.

અહીં નિર્દોષ સિંહોને ભયાનક રીતે પરેશાન કરી રહ્યા છે, જો કે આ ઘટના ગઇકાલ રાતની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહત્વની બાબત તો એ છે કે મહાકાય પીપાવાવ પોર્ટના મુખ્ય ગેટ પર આ ઘટના બની સિંહોની પાછળ ટ્રકો દોડાવ્યા તેમ છતાં હજુ પીપાવાવ પોર્ટના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. અહીં સિંહોની અંગે જાગૃતી માટે વનવિભાગે અનેક વખત સેમિનારો કર્યા તેમ છતાં કેમ આવી ઘટનાઓ અહીં બને છે તે સવાલ અહીંના સિંહપ્રેમીઓએ ઉઠાવ્યા હતા.જો કે અહીંના તમામ લોકોની પૂછપરછ, આસપાસના સીસીટીવી પણ તપાસ કરવામાં આવશે. હાલ પીપાવાવ પોર્ટના ઉચ્ચ અધિકારીઓ મો સંતાડી રહ્યા છે.  બીજી તરફ આ પીપાવાવ પોર્ટના ફોરવે માર્ગ પર ટ્રક હડફેટે આગાઉ 2 સિંહોના મોત નીપજ્યા હતા. સિંહો માટે પીપાવાવ પોર્ટ કાળમુખુ સાબિત થયું છે. દર રવિવારે અહીંયા સિંહ દર્શન પણ અહીંના પરપ્રાંતી માણસો કરે છે તેની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરશે. સિંહો મહા મુસીબતે આ ટ્રકથી બચવા ડિવાઈડર સાઈડ પાસેથી બાવળની જાળમાં જતા રહ્યા છે. પીપાવાવ પોર્ટ આસપાસ 40 વધુ સિંહોનો વસવાટ છે.