Main Menu

Tuesday, February 20th, 2018

 

જાબાળ નાં યુવા સરપંચ ની મહેનત રંગ લાવી  આખા ગામ ને પેવર બ્લોક થી મઢી દેવાયો 

જાબાળ નાં યુવા સરપંચ ની મહેનત રંગ લાવી

આખા ગામ ને પેવર બ્લોક થી મઢી દેવાયો
 આઝાદી બાદ જાબાળ માં રોડ રસ્તા બનવા પામ્યા
રસ્તા બનતા કાદવ કીચડ ગંદકી નો કાયમી નિકાલ થયો
સાવરકુંડલા તાલુકા નાં નાનકડા ગામ જાબાળ માં ગત સરપંચો ની ચુંટણી માં ગામ ના જ યુવક ભૂપેન્દ્ર ખુમાણ જંગી બહુમતી થિ ચૂંટાઈ આવ્યા હતા ત્યાંરે થી લઈ આજ સુધી જાબાળ ગામ વિકાસ ની કેડી એ હોડ માંડી છે અહીં નાં યુવા સરપંચ ની મહેનત અને ગ્રામ્ય જનો નાં સાથ સહકાર થી હાલ જાબાળ ગામ ના દરેક રોડ રસ્તા પેવર બ્લોક થી મઢી દેવામાં આવ્યા છે જે આઝાદી પછી પહેલી વાર ગામ નો વિકાસ શક્ય બન્યો છે અહીં વર્ષો થી લાઈટ પાણી રોડ રસ્તા ઓ થી જાબાળ ગામ વંચિત હતું જે થિ સરપંચ અને સ્થાનિક ભયલું ભાઈ ખુમાણ સંજય ભાઈ બરવાળીયા નિમબાપુ સહિત નાં આગેવાનો હાલ જાબાળ નાં વિકાસ માટે દિન રાત એક કરી દોડી રહ્યા છે જેમાં પાણી માટે નવો દાર તેમજ લાઈટ સફાઈ અને હવે રોડ રસ્તા મઢી દેવાતા અહીં રોડ રસ્તા પર કાદવ કીચડ ગંદકી નો પ્રશ્ન  કાયમી સોલ થયો છે અને લોકો ને નવી નવી યોજનાં ઓ નો લાભ મળી રહ્યો છે

અમરેલીમાં બીએપીએસના નૂતન મંદિરનું ખાતમુર્હુત

  •  પ્રમુખ વાટિકામાં ગુલાબી પથ્થરના ભવ્ય ત્રણ શિખરનું મંદિર આકાર લેશે : દેશવિદેશના અસંખ્ય હરિભકતો, નગરજનોએ લીધો પૂજનવિધિનો લાભ લીધો.
  • અમરેલી: દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો વિરલ વારસો સમાન હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય બીએપીએસ સંસ્થા કરી હિન્દુ ધર્મની ધજા લહેરાવી રહી છે ત્યારે અમરેલીમાં પણ શિખરબંધ મંદિર કાર્ય હાથ ધરાતા નૂતન મંદિર ખાતમુર્હુત મહોત્સવ ધામધુમથી યોજાયો હતો. સ્વામીનારાયણ ભગવાનની તથા તેમના અનુગામી અક્ષર બ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામીની પ્રસાદીની ભુમી અમરેલી ખાતે સ્વામી નારાયણ ભગવાનના પાંચમી પેઢીના વારસદાર સમા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીબાગ પાછળ પ્રમુખ વાટિકામાં અક્ષર પુરૂષોતમ મહારાજના ભવ્ય મંદિરનો સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ પૂર્ણ કરવા અને તેમના લાખો હરિભકતોને લાડલડાવવા ગઇકાલે સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીની આજ્ઞાથી સદ્ગુરૂ સાધુ ઇશ્વરચરણદાસ સ્વામીના હસ્તે ભવ્ય ગુલાબી પથ્થરના ત્રણ શિખરના નૂતન મંદિર ખાતમુર્હુત યોજાયો હતો. આ પ્રસંગે દેશ-વિદેશના લાખો હરિભકતો નગરજનો પૂજન વિધિમાં જોડાયા હતાં. સંસ્થાના સદ્ગુરૂ સંત ડો. સ્વામીની સભા યોજાયા બાદ બાળકોએ નૃત્ય કલા પીરસી અદ્ભૂત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી. એવી જ રીતે ગઢડા મંદિરના કોઠારી સાધુ અધ્યાત્મસ્વરૂપદાસ, ગોંડલ મંદિરના સહિત ૧૦૦ જેટલા સંતોએ પણ આશિર્વાદ પાઠવ્યા હતા. ધર્મોત્સવને સફળ બનાવવા સંત સાધુ ચરિતદાસ, સાધુ ભગવત કીર્તનદાસ સહિત સેવાભાવી ભાઇઓ, બહેનોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં સાધુ-સંતો તથા ધર્મલાભ લેવા ઉમટી પડનાર હરિભકતો દર્શાય છે.

વિસાવદરમાં ભાજપાનો સફાયો…કોંગ્રેસને ૧૩, ભાજપને ૧૧ બેઠકોઃ ધૂરંધરો હાર્યા…

વિસાવદર શહેરમાં ડોબરીયા સામે ડોબરીયા દાહીમા સામે દાહીમા, રીબડીયા સામે રીબડીયા, લડેલા હતા જેમા બન્નેનો વિજય થયેલ હતો તથા બન્ને મોદી ભાઈઓ વિજેતા જાહેર થયેલા… જ્યારે વોર્ડ નં. ૫ માં પત્નિ તથા વોર્ડ નંબર ૬ મા પતિ ચુંટાઈ આવેલ હતા…

વિસાવદર:વિસાવદર નગરપાલિકાની ચૂંટણીના રીઝલ્ટો જાહેર થતા ૨૪ બેઠકોમાંથી કોંગ્રેસ ૧૩ તથા ભાજપને ૧૧ બેઠકો મળી છે. જેમાં વોર્ડ નં. ૧ માં પ્રથમ ક્રમે કિરણબેન વિનોદરાય પુરોહીતને ૧૨૦૪ મત મળેલ છે. જ્યારે કિર્તીબેન પરસોતમભાઈ સોજીત્રાને ૮૩૬ મત, રહીમભાઈ ગફારભાઈ મોદીને ૮૧૦ મત તથા વિપુલભાઈ ગીરધરભાઈ રતનપરાને ૭૩૦ મત મળતા કોંગ્રેસના ચારેય ઉમેદવારોનો વિજય થયેલ છે. જ્યારે વોર્ડ નં. ૨ વિજયાબેન ગીરીશકુમાર અભાણીને ૬૫૧, જશુમતીબેન ભરતભાઈ વ્યાસને ૬૨૬ મત તથા રજનીભાઈ આણંદભાઈ ડોબરીયાને ૯૩૬ મત સાથે કોેંગ્રેસે ૩ બેઠકો મેળવેલ છે. જ્યારે ચોથી બેઠક ભાજપના શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયાને ૭૪૭ મત મળતા તેઓ વિજેતા જાહેર થયેલ છે. વોર્ડ નં. ૩ માં ઉષાબેન જયદીપભાઈ દાહીમાને ૭૮૪ મત મળતા કોંગ્રેસના ઉમેદવાર જીતેલ છે જ્યારે બાકીની ત્રણ બેઠકોમાં જીજ્ઞાસાબેન જયેન્દ્રભાઈ દાહીમાને ૮૪૩, નિલેશભાઈ રમણીકલાલ દવેને ૮૦૫ મત તથા રેખાબેન જશુભાઈ બસિયાને ૭૭૪ મળતા ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા જાહેર થયેલ છે. આ વોર્ડમાં જ્ઞાતિના સમીકરણોને તિલાંજલી આપી ચારેય ઉમેદવારો વિજેતા થયેલા છે. વોર્ડ નંબર ૪ માં ડીમ્પલબેન રાજેશભાઈ રીબડીયાને ૭૦૨ મત, કિરણબેન લલીતકુમાર રીબડીયાને ૬૩૭, વર્ષાબેન મનહરભાઈ દાફડાને ૫૬૦ મત (અનુસૂચિત જાતિ) તથા ઈલીયાસભાઈ ઈસ્માઈલભાઈ મોદીને ૭૪૨ મત મળતા વિજેતા જાહેર થયેલ છે. આ વોર્ડમાં ૩ કોંગ્રેસ તથા એક ભાજપ વિજેતા જાહેર થયેલ છે. વોર્ડ નં. ૫ માં ગીતાબેન મનીષભાઈ રીબડીયા કોંગ્રેસના ઉમેદવારને ૬૨૭ મત, વિમળાબેન રમણીકભાઈ દુધાત (ભાજપ)ને ૫૫૩ મત, કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા (ભાજપ)ને ૬૩૪, કમલેશભાઈ છગનભાઈ રીબડીયા (ભાજપ)ને ૮૦૧ મત મળતા આ વોર્ડમાં ૧ કોંગ્રેસ તથા ૩ ભાજપ વિજેતા જાહેર થયેલ છે. જ્યારે વોર્ડ નં. ૬ મા ભાજપના મંજુલાબેન પ્રવિણભાઈ પંડયાને ૬૩૮ મત શોભનાબેન અશોકભાઈ રુદાતલાને ૫૩૧ મત, રમેશભાઈ વજુભાઈ માંગરોળીયાને ૭૩૩ મત સાથે ભાજપના ૩ ઉમેદવારો વિજેતા થયેલ છે. જ્યારે કોંગ્રેસના મનીષભાઈ સમજુભાઈ રીબડીયાને ૬૮૪ મત મળતા વિજેતા થયેલ છે. આમ કોંગ્રેસ ૧૩ સીટો તથા ભાજપનો ૧૧ સીટ ઉપર વિજય થયેલ છે. વિસાવદર કોંગ્રેસના શહેર પ્રમુખ નયન જોશીની મહેનત રંગ લાવી હતી અને કોંગ્રેસની પેનલને વિજેતા બનાવવા બદલ શહેરના તમામ મતદારોનો શહેર કોંગ્રેસ પ્રમુખે આભાર વ્યકત કરેલ હતો અને આ જીત કોંગ્રેસની નહીં પરંતુ શહેરના મતદારોની જીત છે તેવો વિશ્વાસ વ્યકત કરેલો હતો.


અકસ્માત કાર કાર ચાલક સહિત અન્ય મુસાફરો નો ચમત્કારિક બચાવ 

રાજુ બસિયા
બાબરા માં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત કાર કાર ચાલક સહિત અન્ય મુસાફરો નો ચમત્કારિક બચાવ
બાબરા માં આજે સવારે અહીં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે પર  સી એન જી પમ્પ નજીક અકસ્માત સર્જાયો હતો  જેમાં ચાલક સહિત અન્ય મુસાફરો નો આબાદ બચાવ થયો હતો
વેગનઆર કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે સામ સામી ટક્કર થતા જોરદાર અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે આ ગંભીર અકસ્માત માં કાર ચાલક અને મુસાફરો ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જોકે આ બારા ની કોઈ ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાય નથી