Main Menu

Saturday, February 17th, 2018

 

સાવરકુંડલાના આંબરડી ગામે ગીર પૂવૅ વનવિભાગ દ્વારા સિલાઈ મશીન વિતરણ કરાયા.

 1. તા.૧૭/૨.
  સાવરકુંડલાના આંબરડી ગામે ગીર પૂવૅ વનવિભાગ દ્વારા સિલાઈ મશીન વિતરણ કરાયા.ko
  ધારીની સાવરકુંડલા રેન્જના મિતીયાળા રાઉન્ડના રેવન્યુ ગામો આંબરડી તેમજ ખોડીયાણામા કરાયુ વિતરણ.
  સા.કુંડલાના આંબરડી ગામની માધ્યમિક શાળાના પટાંગણમા આજરોજ ગીર પૂવૅ વનવિભાગ ધારીની સા.કુંડલા રેન્જ દ્વારા ઈકો સેન્સેટીવ ઝોન અંતગૅત સામુહિક સંગઠન અને લોક જાગૂતિનિ ઉમદા હેતુથી મિતીયાળા રાઉન્ડના રેવન્યુમા આવતા આંબરડી ખાતે જરૂરીયાતમંદ પરિવારોને સ્વનિભૅર કરવાના ઉમદા આશયથી વિના મુલ્યે જરૂરિયાદમંદ ૯ પરિવારોને વિતરણ કરાયેલ જેમા સિલાઈ મશીન (૨), એમ્બ્રોડરી મશીન (2) બાબર ખુરશી(1) કડીયા કીટ (3) અને ખેડુત કીટ(1)નુ તાલુકા અગ્રણીશ્રી દિપકભાઈ માલાણી, સરપંચ બાબુભાઈ માલાણી,ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયા,તેમજ વનવિભાગના સ્ટાફની ઉપસ્થિતીમા વિતરણ કરવામા આવેલ.
  કાયૅક્રમના પ્રારંભે RFO પી.એન.ચાંદુએ વનસ્પતિ તેમજ સિંહોની જાળવણી, જતન અને જરૂરિયાત અંગે જાણકારી આપી પ્રાસંગિક ઉદ્બોધન કયુૅ હતુ.કાયૅક્રમને સફળ બનાવવા મિતીયાળા રાઉન્ડ ફોરેસ્ટર ડી.ડી.જોશી, ફોરેસ્ટ ગાડૅ એસ.પી.કટારા તેમજ ડી.એન.ચાંદુ સહિત વનવિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાયૅક્રમને સફળ બનાવેલ.
  કાયૅક્રમ દરમિયાન ગ્રામ આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહેલ.ગ્રામજનોએએ પણ વદવિભાગના આ ઉમદા કાયૅને આવકારેલ અને આયોજકોનો આભાર માનેલ.

રાજય સરકારે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજનની વાનગીમાં કરેલ ફેરફાર

શાળાઓમાં બાળકોની દર સોમવારે ખીચડી, મંગળવારે થેપલા-સુકીભાજી, બુધવારે પુલાવ, ગુરૂવારે દાળ ઢોકળી, શુક્રવારે દાળભાત અને શનિવારે ફરી                           પુલાવ અપાશે : દરરોજ બપોર બાદ નાસ્તો

રાજય સરકારે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે રાજયભરમાં એક સમાન અઠવાડીક મેનું નકકી કરેલ છે. બપોરે ભોજન અને બપોર બાદ નાસ્તો અપાશે. શિક્ષણ વિભાગના કનિદૈ લાકિઅ ઉપસચિવ પરેશ ઠાકરની સહીથી તા. ૧પ ફેબ્રુઆરીએ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. નવા મેનુ મુજબ ભોજનમાં દર સોમવારે વેજીટેબલ ખીચડી, મંગળવારે થેપલા-સુકીભાજી, બુધવારે વેજીટેબલ પુલાવ, ગુરૂવારે દાળ ઢોકડી, શુક્રવારે દાળભાત અને શનિવારે વેજીટેબલ પુલાવ પીરસાશે. બપોર પછીના નાસ્તા માટે દર સોમવારે સુખડી, મંગળવારે ચણા-ચાટ, બુધવારે કઠોળ-ઉસળ, ગુરૂવારે ચણાચાટ, શુક્રવારે મુઠીયા અને શનીવારે ચણાચાટ નકકી થયેલ છે. સંચાલકોએ નાસ્તો અને ભોજન બન્ને બનાવવાના રહેશે


રાજુલાના બર્બટાણા ગામે બેકારીથી ત્રાસી મીસ્ત્રીના પત્નિનો ત્રણ સંતાનો સાથે આપઘાત

પતિ જીતુભાઇ રાઠોડએ થોડા સમય પછી સુરત રહેવા જવાનું કહેતા સોનલબેનને                                   લાગી આવ્યુઃ ૪ના મોતથી અરેરાટી

સામૂહિક આપઘાત : પતિ બેકાર હોય આર્થિક ભીંસથી કંટાળી પત્નીએ ત્રણ માસુમ સંતાનોને ઝેર પાઇ પોતે પણ ઝેર પી લેતા ત્રણેય સંતાનો સહિત ચારેયના મોત નિપજતા અરેરાટીફેલાઇ ગઇ હતી.  બેકારી અને આર્થિક ભીંસથી આપઘાતના બનાવો વધી રહ્યા છે. મીસ્ત્રી કામ કરતા શ્રમિક પરિવારની પત્નીએ કામ-ધંધો બરાર ચાલતો ન હોય પતિને સુરત જવાનું કહેતા લાગી આવતા પત્નીએ ત્રણ માસુમ સંતાનો સાથે ઝેરી દવા પી લેતા ત્રણેય સંતાનો અને તેનું મોત નિપજતા અરેરાટી ફેલાઇ ગઇ છે. સામૂહિક આપઘાતના આ બનાવમાં ચારના મોત નિપજયા છે. બનાવની વિગતો એવી છે કે રાજુલા ના બર્બટાણા ગામે રહેતા અને મીસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીતુભાઇ હિંમતભાઇ રાઠોડને થોડા સમયથીપૂરતું કામ મળતું ન હોય આર્થિક સંકડામણ હતી. પત્ની સોનલબેને પતિને કામ ધંધો કરવા સુરત રહેવા જઇએ તેમ કહ્યું હતું, પરંતુ પતિએ થોડા સમય પછી સરત જશું તેમ કહેતા લાગી આવતા સોનલબેન ઉ.વ. ૩ર એ તેમના ત્રણય માસુમ સંતાનો ક્રિષ્ના ઉ.વ.૩, નિપતિ ઉ.વ.પ, તથા પુત્ર દર્શન ૮ માસને પ્રથમ ઝેરી દવા પીવડાવી બાદમાં પોતે પણ ઝેરી દેવા પી લેતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ જયાં એક પછી એક ચારેયના મોત નિપજયા હતા. જેમાં સોનલબેનનું રાજુલા હોસ્પિટલમાં અને બાળકોના મોત ભાવનગરની હોસ્પિટલમાં નિપજયા હતાં. પતિ બેકાર હોય પત્નીએ ત્રણ-ત્રણ બાળકો સાથે સામૂહિક આપઘાત વહોરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.


સોમવારથી વિધાનસભા સત્રઃ ધબધબાટીના એંધાણ

૧૪મી વિધાનસભાનું પ્રથમ સત્રઃ મંગળવારે નીતિન પટેલ બજેટ રજુ કરશેઃ મોંઘવારી, સળગેલી મગફળી, પાટણમાં દલિતનું આત્મવિલોપન, પાણી પુરૂ પાડવામાં સરકારની નિષ્ફળતા વગેરે મુદા આક્રમક રીતે ઉઠાવશુઃ પરેશ ધાનાણી

ગાંધીનગર : ગુજરાતમાં નવી ચૂંટણી પછી ૧૪મી વિધાનસભાના પ્રથમ સત્રનો તા.૧૯ સોમવારે બપોરથી રાજયપાલના પ્રવચન સાથે પ્રારંભ થઇ રહ્યો છે. બીજા દિવસે તા.ર૦મીએ નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ બજેટ રજુ કરશે. કોંગ્રેસ વિવિધ પ્રશ્ને આક્રમકતાથી સરકારનો જવાબ માંગશે તેવી જાહેરાત વિપક્ષી  નેતા પરેશ ધાનાણીએ કરી છે.   સત્ર પ્રારંભ પુર્વે આજે ગૃહના અધ્યક્ષ પદ માટે વડોદરાના ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફોર્મ ભર્યુ છે. તેઓ બીનહરીફ ચૂંટાય તેવા સંજોગો છે. કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદ માંગયુ છે. પ્રથમ દિવસે રાજયપાલનું પ્રવચન અને શોકદર્શક ઉલ્લેખો થશે.   ર૮ માર્ચ સુધી ચાલનારા વિધાનસભા સત્રમાં ૬ જેટલા વિધેયકો રજુ થશે. પ્રશ્નોતરીના ર૬ દિવસ છે ૪ દિવસ બજેટ પર ચર્ચા થશે. વિભાગથી  માંગણીઓ પરની ચર્ચા ૧ર દિવસ ચાલશે. કોંગ્રેસે કેગનો અહેવાલ સત્રના પ્રથમ દિવસે જ રજુ કરવાની માંગણી કરી છે ઉપરાંત ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં શંકાસ્પદ આગ, પાટણમાં કલેકટર કચેરીમાં દલિતનું આત્મવિલોપન, ઉનાળુ વાવેતર માટે નર્મદાનું પાણી આપવાની સરકારની પીછેહઠ, ખેડૂતોને પોષણક્ષમ ભાવનો અભાવ, પીવાના પાણીની તકલીફ,  વહીવટીમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, યુવાનોને રોજગારીનો અભાવ વગેરે મુદે કોંગ્રેસે ગૃહ ગજાવવાનો મિજાજ દર્શાવ્યો છે. ગૃહમાં પ્રથમ દિવસથી જ ઘર્ષણ થાય તેવી શકયતા નકારાતી નથી.


ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદ માટે ભાજપ – કોંગ્રેસના ટેકાથી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ફોર્મ ભર્યુ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પદે રાજેન્દ્રભાઇ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવનાર છે જેથી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ફોર્મ ભરીને ઉમેદવારી કરી હતી. ગુજરાત  વિધાનસભાના અધ્યક્ષ પદ માટે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થતા તેઓએ આજે ભાજપના સભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. અને વિધાનસભા અધ્યક્ષ તરીકેનું ફોર્મ ભર્યુ છે. આજે સૌ પ્રથમ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાદ્યાણીને રાજીનામુ આપ્યુ હતુ. અને બાદમાં વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું હતું. આ સમયે સીએમ વિજય રૃપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા  હતા. કોંગ્રેસે પણ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે રાજેન્દ્ર ત્રિવેદીના નામ પર ટેકો જાહેર કર્યો છે.


રાજુલા તાલુકા ના વન વિભાગ ની ઘોર બેદરકારી આવી સામે…

આતાભાઈ વી વાઘ.. વિકટર. રાજુલા

રાજુલા તાલુકાના દાતરડી ગામે રેવન્યૂ વિસ્તાર મા કોઇ. હરામખોરે લગાવી આગ. જે વિસ્તાર. મા છેલ્લા કેટલાક વર્ષોથી સિંહો વસવાટ. કરે છે ત્યાં સિંહો ને તે જગ્યા એકદમ માફક. આવી ગઈ છે એની ટાઈમ આઠ દસ સિંહો તો કાયમી હોય. છે અને હમણા થોડા સમય.પહેલા આ. જગ્યાએ એક. સિહણે એક બચ્ચાને જ્ન્મ. પણ. આજ. જગ્યાએ આપેલ આ. જગ્યા એ વન્ય જીવ ને પણી પીવા ની કુંડી પણ. છે એવી જગ્યાએ. જો આગ. લાગે તો વન્યજીવ. નુ શુ થયુ હોય. તે માત્ર એક. કલ્પનાજ. કરવા ની રહી.. આબાબતે અનેક. લોકો એ આ.ગોંડલીયા ભાઇ ફોરેસ્ટ ઓફિસર ની બદલી ની રજુઆતકરેલ. પણ. જાડી ચામડાના કમૅચારી દ્રારા કોઇ જ કાયૅવાહી ન. કરવા મા આવતા આ. વિસ્તાર. ના  વન્ય જીવ ની માઠી દશા તો રહેવાની જ. . જોવા નુહવે રહયુ કે વન. વિભાગ. રાજુલા કોઇ. આગ. લગાવ નાર. ને પકડે છે એ કે નહી