Main Menu

Wednesday, February 14th, 2018

 

અમરેલી રેશનિંગ કૌભાંડમાં વધુ 3 દુકાનદારને લાયસન્સ સસ્પેન્ડ :આગામી બેક દિવસમાં કૌભાંડિયો સામે એફઆઈઆર નોંધવા તજવીજ થઇ રહી છે

માજિદખાન પઠાણ દ્વારા

  1. અમરેલી રેશનિંગ કૌભાંડમાં વધુ 3 દુકાનદારને લાયસન્સ સસ્પેન્ડ :આગામી બેક દિવસમાં કૌભાંડિયો સામે એફઆઈઆર નોંધવા તજવીજ થઇ રહી છે :પુરવઠા અધિકારી

અમરેલી તા.14

અમરેલીમાં  રેશનિંગ દુકાનદારો દ્વારા ચલાવામાં આવેલ અનાજ કૌભાંડમાં વધુ 3 દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરતુ પુરવઠા વિભાગ કૌભાંડમાં સંડોવાયેલ તમામ સામે એકાદ બે દિવસમાં એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પુરવઠા અધિકારી દવારા જાણવામાં આવેલ હતું બોગસ રેશનિંગ કાર્ડ અને બોગસ અંગુઠા દ્વારા આચરવામાં આવેલ અનાજ કૌભાંડમાં પોલીસ ફરિયાદ બાદ કંઈકના નામો બહાર આવાવની શક્યતા છે…

અમરેલીના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ અમરેલી શહેર સહીત જિલ્લા અને રાજયભરમાં બોગસ રેશનિંગ કાર્ડ દ્વારા જે સુખીસંપન લોકો અનાજ ના લેતા હોઈ અને મરણ ગયેલ હોઈ તેવા લોકોના નામના રેશનિંગ કાર્ડમાંથી અનાજ તેલ ખાંડ ઘવ,ચોખા તેલ સહિતની વસ્તુઓ દુકાનદારો અને પુરવઠા વિભાગના અધિકરીઓની મીલી ભગતથી  ઉપાડી લેવાના કૌભાંડમાં મુખ્યમંત્રીને લેખિતમાં અરજી આપ્યા બાદ અસંખ્ય કાર્ડમાં અનાજ બારોબાર ઉપાડી લેવાનું સામે આવ્યું હતું અને તે અંગે પુરવઠા વિભાગે અગાવ 8 દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા  બાદ આજે વધુ 3 દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા
જેમાં (1) પ્રગ્યા ગ્રાહક ભંડાર બ્રાહ્મણ સોસાયટી સંચાલક મહેશભાઈ ટીલાવત અને (2)નાગરિક સહકારી ગ્રાહક ભંડાર દુકાન માણેકપરા સંચાલક ચકાભાઈની દુકાનું લાયસન્સ તેમજ પગારદાર દુકાન નં -2 સંચાલક મહેન્દ્ર્ર વાઘેલા સહીત 3 દુકાનધારોકોના વ્યાજબી ભાવની દુકાનના લાયસન્સ પુરવઠા વિભાગે સસ્પેન્ડ કર્યા હતા અનાજ કૌભાંડમાં સંડોવાયેલ તમામ સામે એકાદ બે દિવસમાં પુરવઠા વિભાગ દવારા એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે જેમાં કંઈક નામાંકિત શખ્સોના નામો આ કૌભાંડમાં ખુલવાની શક્યતા છે……