Main Menu

Monday, February 12th, 2018

 

         સાવરકુંડલા ના સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરી ચાર ગામોની સફર કરીને સ્વદેશી અભિયાન, વ્યસન મુક્તિ સહિત નેકકામ માં જોડાવવાના મિશનને સાર્થક કરવા કમર કસી છે 

  1. ફારૂક કાદરી દ્વારા
સાવરકુંડલા
         સાવરકુંડલા ના સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરી ચાર ગામોની સફર કરીને સ્વદેશી અભિયાન, વ્યસન મુક્તિ સહિત નેકકામ માં જોડાવવાના મિશનને સાર્થક કરવા કમર કસી છે
             સાવરકુંડલાના સૂફીસંત અને કોમી એકતાના હિમાયતી અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરી ના શિક્ષણ સાથે વ્યસન મુક્તિ સહિતના સમાજ ઉપયોગી સદકાર્યો માટે સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરી પણ મુસ્લિમ સમાજમાં ગામડે ગામડે ફરીને સૂફીસંતના મિશનને સફળતાનાં ચાર ચાંદ લગાવવા કમર કસી રહ્યા છે હાજી મુનિરબાપુ કાદરી સાવરકુંડલાના પિયાવા, ઈંગોરાળા, મોરબાઈ વીરડી સાથે ગારીયાધાર ના મેસણકા ગામે નવી મસ્જિદો ની તામીર માટે નેકકામ કામના ડબ્બા નું મુસ્લિમોના ઘરે વિતરણ કરીને મુસ્લિમ સમુદાયના લોકો વ્યસનોથી દુર રહીને અલ્લાહપાક એ આપેલી જિંદગી નેકકામ સાથે દેશની એકતા, અનેકતા અને અખંડિતા જળવાઈ રહે તેવા આશયને ખરા અર્થમાં સાર્થક કરવા સ્વદેશી અભિયાનનો સૂફીસંતનો આગ્રહ મુસ્લિમ સમુદાય માં જળવાઈ રહે તેવા હેતુને ઉજાગર કરવાના મિશન માટે ગામડે ગામડે ફરી રહ્યા છે ત્યારે મેસણકા ગામે સૂફીસંતના શહેઝાદા નું અદકેરું સન્માન કરીને ચાર ભાઈઓએ પોતાની એક વિઘા જમીન મસ્જિદ ની તામીર માટે હાજી મુનિરબાપુના વરદ હસ્તે અર્પણ કરી હતી સાથે 75 જેટલા વ્યક્તિઓએ વ્યસન મુક્તિના શપથ લીધા હતા આ સૂફીસંત ના શહેઝાદા સંગાથે હાફિઝ સાદીક સાહેબ, હાફિઝ અકબર સાહેબ તેમજ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી રહ્યા હતા સાથે દરેક ગામના અગ્રણીઓએ સારી જહેમત ઉઠાવી હતી તેમ મુન્નાભાઈ કાદરી એ અખબારી યાદી માં જણાવ્યું હતું

સુરત નાં લોક પ્રિય ધારાસભ્ય વી ડી ઝાલાવડીયા નું ભુવા માં સન્માન કરાયું

સુરત ના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા નુ સાવરકુંડલા તાલુકા ના ભુવા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સન્માન સમારંભ રાખવામાં આવ્યો જેમાં અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ હીરેનભાઈ હીરપરા ગુજરાત રાજય ના પુવઁ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા સાંસદ નારણભાઇ કાછડીયા જિલ્લા ભાજપ ના મહામંત્રી કમલેશભાઈ કાનાણી જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ મયુરભાઇ હીરપરા મનસુખભાઇ ભુવા અને પ્રતિકભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા નું શરદ ભાઈ ઝાલાવડિયા એ જણાવ્યું હતું