Main Menu

Friday, February 9th, 2018

 

108 દ્વારા દર્દી ઓ ની સુવિધા માટે એપ્લીકેશન લોન્ચ .

108 દ્વારા દર્દી ઓ ની સુવિધા માટે એપ્લીકેશન લોન્ચ .

એપ્લીકેશન ના માધ્યમ થી ઈમરજન્સી માં 108 હવે તમને શોધી લેશે

શિવરાત્રી મેળાને લઇ 108ની એપ કાર્યરત, દર્દીઓએ ઘટના સ્થળ બતાવવું નહી પડે .જીપી એસ તમારું સરનામું શોધી 108 ને હાજર કરશે

દર વર્ષે શિવરાત્રી ના મેળામાં 30 ટકા ઇમરજન્સી વધી રહી છે જેથી 108 દ્વારા નાગરિકો ની સુવિધા માં વધારો

જુનાગઢ ના પ્રખ્યાત ભવનાથ ના મેળા માં ઈમરજન્સી કેસો માં દર વર્ષે 30 ટકા ઇમરજન્સીમાં વધારો થઇ રહ્યો છે.અહી લાખો ભાવિકો પાંચ દિવસ અગાઉ આવતા જતા હોય છે કોઈ ઈમરજન્સી કે સાજા માંદા દર્દી ઓ લોકો ને નાની મોટી તકલીફ પડે ત્યારે મેળામાં ભાવિકોને યાત્રાળુ ને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 108 દ્વારા નવી સુવિધા શરૂ કરી છે. આ અંગે 108નાં ડીસ્ટ્રીક ઓફિસર ચેતન ગાધેએ જણાવ્યું હતું કે,108 ગુજરાત કરીને એપ બનાવવામાં આવી છે. આ એપ ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં ડાઉનલોડ કરનારે પોતાનું નામ, ઇ-મેલ, બ્લડ ગૃપ, પોતાનાં અને પોતાનાં સ્વજનનાં મોબાઇલ નંબર નાખવાનાં રહેશે. એપનાં કારણે કોઇ વ્યક્તિને સ્થળ અંગે માહિતી ન હોય તો પણ 108 સ્થળ પર પહોંચી તુરંત પહોચી જશે.જેથી દર્દી ને તુરંત સારવાર મળી રહશે . આ એપ નો આગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. બાદ શિવરાત્રીનાં મેળામાં પ્રયોગ કરાઈ રહ્યો છે જુનાગઢ શિવરાત્રી ના . મેળામાં કુલ સાત 108ની એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.જેમાં ભવનાથ જુના અખાડ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ . સોનાપુરી પાસે . મેડીકલ કોલેજ , દાતાર રોડ .વાડલા ફાટક જુનાગઢ રેલ સ્ટેશન ભેસાણ ચોકડી પાસે આ ઉભી રખાશે અને દરેક એમ્બ્યુલન્સ જીપીઆરએસથી સજ્જ કરવામાં આવી છે.તેનું મોનિટરીંગ જૂનાગઢથી જશે. તેમજ દરોરજ રીપોર્ટ કલેકટરને સોંપવામાં આવશે


ખાંભા તાલુકાના ડેડાણ ગામ મા દારૂડયા નો આતંક મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન મા દારૂ ની ખાલી કોથળી અને ગ્લાસ મળ્યા

મોહસીન પઠાણ ડેડાણ

ખાંભા તાલુકાના ડેડાણ ગામ મા દારૂડયા નો આતંક મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન મા દારૂ ની ખાલી કોથળી અને ગ્લાસ મળ્યા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ખાંભા તાલુકાના ડેડાણ ગામ મા ઠેર ઠેર ફેક્ટરી તેમજ હાટડીઓ જોવા મળે છે

સ્થાનિક પોલીસ દ્વારા આંખ મીંચામણ કરી રહી છે તેથી પોલીસ સામે મુસ્લિમ સમાજ લાલઘૂમ

છેલ્લાં ઘણાં સમયથી દારૂડયા ના આતંક મચાવતા હોય છતાં પણ પોલીસ ના આંખ મીંચામણ કરી રહ્યા છે આ બનાવની જાણ ડેડાણ મુસ્લિમ સમાજ ના અગ્રણી નિજામખાન પઠાણ ને થતાં તેમણે ડેડાણ આઉટ પોસ્ટ જમાદાર ને રજૂઆત કરતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ખાંભા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવ્યું હતું છતાં પણ સંતોષ કારક જવાબ આપ્યો નહોતો જેથી વાયુવેગે સમાચાર મુસ્લિમ સમાજ લોકો સુધી પહોંચી ગયા હતા અને મુસ્લિમ સમાજ ના પ્રમુખ ગૂલાબભાઇ ખોખર આદમભાઇ ટાંક નિજામખાન પઠાણ ઈસ્માઈલખાં પઠાણ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા આ સમગ્ર ઘટના ને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને કબ્રસ્તાન એ મુસ્લિમ સમાજ ની પ્રવિત્ર જગ્યા ગણવામાં આવે છે કે જ્યા દારૂ પીને આવવું એ પણ ઈસ્લામ ધર્મ મા ગૂન્હો ગણવામાં આવે છે તેમ છતાં પણ અહીં દારૂ પીને દારૂડયા દ્વારા આ કૃત્ય આચર્યું છે તેની સામે ડેડાણ મુસ્લિમ સમાજ લાલઘૂમ છે અને આ મુસ્લિમ સમાજ ની લાગણી દુભાવનારા ને પકડવામાં નહીં આવે તો આગામી સમયમાં ડેડાણ મુસ્લિમ સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે


સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગુજરાત દ્વારા શિવરાત્રી એ વીરપુર થી રામનાથ મહાદેવ (બીલખા) સુધી યોજાશે ભવ્ય

કિશન મોરબીયા દ્વારા
સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગુજરાત દ્વારા શિવરાત્રી એ વીરપુર થી રામનાથ મહાદેવ (બીલખા) સુધી યોજાશે ભવ્ય શોભાયાત્રા…*
*રસ્તામાં આવતા ગામોમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના દિકરીબાઓ કરશેે સ્વાગત સામૈયા…*
વીરપુર: સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આરાધ્યદેવ શ્રી રામનાથ મહાદેવ દાદા તેમજ ગુરૂ શ્રી નૂરસતાગોર દાદા ની ભવ્ય શોભાયાત્રા મહા શિવરાત્રી ના પાવન દિવસે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગુજરાત દ્વારા યોજવામાં આવશે.
આ શોભાયાત્રા ને વીરપુર જલારામધામ માં થી સવારે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગુજરાત ના પ્રમુખશ્રી પ્રસ્થાન કરાવશે,આ શોભાયાત્રા વીરપુર થી બીલખા રામનાથ મહાદેવ સુધીની યોજાશે આ શોભાયાત્રા ને વીરપુર થી બીલખા સુધીમાં વચ્ચે આવતા તમામ ગામોમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના દિકરીબાઓ સામૈયા કરી સ્વાગત કરવામાં આવશે,આ શોભાયાત્રા માં શ્રી રામનાથ મહાદેવ દાદા ના મંદિરે તેમજ ગુરૂ શ્રી નૂરસતાગોર દાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે.
આ રામનાથ દાદા ની શોભાયાત્રા માં સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ,વડીલો,બહેનો ,બાળકો તેમજ ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ના યુવાનો મોટી સંખ્યામાં જોડાશે.
આ શોભાયાત્રા ને સફળ બનાવવા ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

🙏🏻