Main Menu

Wednesday, February 7th, 2018

 

કુંડલા પંથક માં શિવ ફરસાણ વાળા રમેશ દાદા નાં ગાંઠિયા ની પડા પડી

કુંડલા પંથક માં શિવ ફરસાણ વાળા રમેશ દાદા નાં ગાંઠિયા ની પડા પડી
સવારે અગિયાર વાગતાજ ગાંઠિયા 30 કિલો લોટ નાં ગાંઠિયા લોકો ઓહિયા કરી જાય છે
ચેક મહુવા અમરેલી વંડા રાજુલા થી બહાર જતા લોકો રમેશ દાદા રાજ્યગુરુ ની દુકાન નાં દીવાના
સ્પે ગાંઠિયા નાં શોખીનો એ રમેશ દાદા ની મુલાકાત લેવા જેવી

સાવરકુંડલા નું નામ આવે અને કુંડલા નાં ફાફડા નાં ખાયે તો લોકો ને વસવસો રહે છે જગત માં માત્ર સાવરકુંડલા વજન કાંટા અને ગાંઠિયા માટે ખાસ જાણીતું છે અહીં સાવરકુંડલા માં મહુવા રોડ પર રમેશભાઈ રાજ્યગુરુ ની શિવ ફરસાણ નામક દુકાન આવેલી છે જ્યાં ગાંઠિયા ખાવા એક લહાવો છે
અહીં સવારના અગિયાર થતાંજ ગાંઠિયા નો મોટો સ્ટોક વહેંચાઈ જાય છે અને લોકો રાહદારી ઓ ચેક મહુવા વંડા રાજુલા થિ ગાંઠિયા ખાવા રમેશ દાદા ની મુલાકાત લેય છે અહીં સવાર માં ગરમ માં ગરમ ગાંઠિયા ની વિશેષતા તા છે કે આ ગાંઠિયા સાધુ અને બ્રાહ્મણ એમ બને હાથે વણાય છે અને લોકો તેનો લુફ્ટ ઉઠાવે છે ત્યારે સવારે સાવરકુંડલા મહુવા રોડ પર થિ નીકળવાનું થાય તો શિવ ફરસાણ ની મુલાકાત લેવા જેવી છે.


વિકટર ગ્રામ્ય પંચાયત ની ચૂંટણી માં પરિતાબેન મહેશભાઈ મકવાણા નો ભવ્ય વિજય

આતાભાઈ વાઘ દ્વારા

તારીખ ૪/૨/૨૦૧૮ રાજુલા તાલુકા ના વિકટર ગામે યોજાયેલ સામાન્ય સરપંચની ચુંટણી ના રીજલ્ટ કાગ ડોળે જોવાતી રાહ નો તારીખ ૬/૨/૨૦૧૮ રે આવ્યો અંત બીજેપી પ્રેરીત પેનલ માથી મકવાણા પરિતાબેન મહેશભાઈ નો 97 મતે વિજય. પુરાની પેનલ ની કામ. કરવા ની કાયૅશૈલી ને લોકો એ આવકારી, છેલ્લા ૨૦ વષૅ થી વિકટર ગ્રામ પંચાયત નુ પ્રતિનિધિત્વ આ પેનલ કરતી આવે છે આ ટમૅ મહીલા સરપંચ ઉમેદવાર તરીકે પરીતા બેન મહેશ ભાઇ મકવાણાની પેનલ ને વિકટર ગામના વિવિધ જાતિના મતદારો એ ૪(ચાર) વૉડ ની જીત સાથે આવકારી મહીલા સરપંચે વિકટર વાસીઓનો માનયો આભાર.વિકટર ગ્રામજનો એ લોકોએ અમારા ઉપર જે વિસવાસ મુકયો સે અને અમને ફરી વાર આપની સેવા કરવાનો મોકો આપ્યો છે તે બદલ આભાર વયકત કરયો. આ જીત વિકટરના દરેક મતદારની છે , દરેક લોકો ને સાભળવામા આવશે અને કોઈ પણ જાતની પક્ષા પક્ષી કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર વિકટર ગામનો વિકાસ કરવામા આવશે…. રીપૉટ.. આતાભાઇ વી વાઘ. વિકટર


સાવરકુંડલાના મેકડા ખાતે સમસ્ત તળપદા કોળી સમાજના ભવ્ય સમુહલગ્ન સમારોહ યોજાયો.

સુભાષ સોલંકી દ્વારા

સાવરકુંડલાના મેકડા ખાતે સમસ્ત તળપદા કોળી સમાજના ભવ્ય સમુહલગ્ન સમારોહ યોજાયો.
સંતો,મહંતો,રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત.
સા.કુંડલાના મેકડા ગામે આવેલ લાલજી મંદિર ખાતે આજરોજ સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા આયોજીત તૂતિય ભવ્ય સમુહલગ્નનુ આયોજન કરવામા આવેલ.તૂતિય સમુહલગ્નમા ૧૫ નવદંપતિએ પ્રભુતામા પગલા માંડી નવજીવનની શરૂઆત કરેલ.પૂ.સેવાદાસ બાપુ( લાલજી મંદિર- મેકડા) ની મુખ્ય ઉપસ્થિતી વચ્ચે યોજાયેલ આ પ્રસંગે નવદંપતિને આશિવાૅદ આપવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંઞી અને સમાજ અગ્રણી શ્રી મનુભાઈ ચાવડા, મહંતશ્રી ભીમપુરીબાપુ ( કંટાળા આશ્રમ), ધારી કોળી સમાજ પ્રમુખ શ્રી જમોડ,સમાજ અગ્રણી મધુભાઈ મકવાણા, સા.કુંડલા/ લિલીયા સમસ્ત કોળી યુવા બ્રિગેડ પ્રમુખ સુભાષ સોલંકી,ઉમેશભાઈ મકવાણા ( ગાંધીનગર) તેમજ અન્ય સાધુ, સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલ.
મેકડાના સમસ્ત ગ્રામજનો તેમજ મોટી સંખ્યામા કોળી સમાજ હાજર રહેલ.સમુહલગ્ન દરમિયાન સમગ્ર કાયૅક્રમનુ સંચાલન રાજાભાઈ શિયાળે કરેલ.