Main Menu

Tuesday, February 6th, 2018

 

સાવરકુંડલા પાડર સિંગા ખોડિયાર મંદિરે બુહા પરિવાર દ્વારા લાપસી નો થાળ ધરાયો. ગણ માન્ય લોકો હાજર રહી પ્રસાદી નો લાભ લીધો

સાવરકુંડલા પાડર સિંગા ખોડિયાર મંદિરે બુહા પરિવાર દ્વારા લાપસી નો થાળ ધરાયો. ગણ માન્ય લોકો હાજર રહી પ્રસાદી નો લાભ લીધો

સાવરકુંડલા નાં પાટીદાર બુહા પરિવાર દ્વારા ધજડી પરાં માં આવેલ પાડર સિંગા ખોડિયાર માતાના મંદિરે લાપસી નો થાળ ધરાયો હતો અહીં બુહા પરિવાર દ્વારા દર પૂનમ પર લાપસી નો થાળ ધરવા માં આવે છે પરંતુ પૂનમ પર ઘરણ હોવાથી હાલ આજ લાપસી નો થાળ માતાજી ને ધરવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા સમસ્ત બુહા પરિવાર નાં મોભી ઓ તેમજ બુહા પરિવાર નાં કાળું બુહા તથા કિશોર બુહા દ્વારા અહીં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા ભાજપ પ્રમુખ મયુર ભાઈ ઠાકર . વિજય સિંહ વાઘેલા . રામદેવ દેવ સિંહ ગોહિલ હેમાંગ ગઢીયા સહિત નાં ગણ માન્ય લોકો હાજર રહ્યા હતા


આજે જાફરાબાદ નગરપાલિકાની તમામ 28 બેઠકો બિનહરિફ થતા રાજકિય હડકંપ ? કૉંગ્રેસ દોઢ મહિના માંજ બેકફૂટ પર

સંજીવ જોશી દ્વારા
આજે જાફરાબાદ નગરપાલિકાની તમામ 28 બેઠકો બિનહરિફ થતા રાજકિય હડકંપ મચી ગયો. જાફરાબાદ નગરપાલિકાના કુલ 7 વોર્ડની અઠ્યાવિસ બેઠકો માટે આજે ઉમેદવારી પત્રક પાછુ ખેંચાવાના આખરી દિવસે ચાર અપક્ષઓએ પણ ફોર્મ પરત ખેંચતા ભાજપના તમામ અઠ્યાવીસ ઉણેદવારો વિજયી બન્યા..કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યુ નહી..

જાફરાબાદ નગરપાલિકામાં ઐતિહાસીક ધટના બની. કુલ સાત વોર્ડની અઠ્યાવિસ બેઠકો માટે આજે ઉમેદવારી પત્રક પાછો ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં કુલ ચાર અપક્ષોએ પણ ફોર્મ પરત ખેંચતા ભાજપના તમામ અઠ્યાવીસ ઉમેદવાર વિજયી ધોષીત થયા. પહેલાથી જ કોંગ્રેસના એક પણ ઉમેદવારે ઉમેદવારી પત્રક ભર્યુ ના હતુ…અને ભાજપે તમામ બેઠકો કબજે કરી

અમે નક્કી કર્યુ કે અહિયા આ વખતે નગરપાલિકા સમરસ કરવી છે. કોંગ્રસના પ્રમુખ સહિતના સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા અને જાફરાબાદ નગરપાલિકા સમરસ જાહેર થઈ

કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યુ નહી..તેના જવાબામાં કોંગ્રેસના મહામંત્રી બાબુભાઈ સેલોતના કહેવા પ્રમાણે જાફરાબાદમાં વસતા ત્રણ મુખ્ય સમુદાયના નાતના વડાએ નક્કી કર્યુ કે આ વખતે ચૂટણી નથી કરવી પરંતુ સમરસ કરવૂી છે એટલે અમારા એક પણ ઉમેદવારે ફોર્મ ના ભર્યુ…

તો જાફરાબાદ શહેર કોંગ્રેસના અગ્રણી ચંદુ પટેલના કહેવા પ્રમાણે કોંગ્રસથી લોકો નિરશા થયા હોઈ તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં એન્ટ્રી લીધી

તો જાફરાબાદ નગરપાલિકા સમરસ થતા ડેપ્યુટી કલેકટરે જાહેર કર્યુ કે ભાગ્યેજ કોઈ નગરપાલિકા સમરસ થતી હોઈ છે. આ નગરપાલિકા સમરસ જાહેર થતા રુપિયા એક કરોડનુ ઈનામ મળશે..
જાફરાબાદમાં નગરપાલિકામાં સમરસ થતા સમગ્ર રાજ્યમાં રાજકીય હડકંપ મચી ગયો છે. કારણ કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં અહિયા હિરાભાઈ સોલંકીની હાર થતા ભાજપ માટે આંચકા રુપ ઘટના બની હતી…જો કે ત્યાર બાદ તુરંતની આ ચૂંટણીમાં કોંગ્રેસના એક પણ ઉમદેવાર જ ઉભા ન રહેતા હિરાભાઈ સોલંકી ફરી રાજકિય રીતે સક્રિય થઈ કોઈ પણ ભોગે ભાજપને ફરી પ્રસ્થાપીત કરવા માંગતા હોઈ તેવુ ચિત્ર ઉપસ્થીત થયુ છે…
આ ઉપરાંત જાણકારોના મતે કોસ્ટલ બેલ્ટ અને દરિયાકાંઠાના આ શહેરમાં જ્ઞાતીના મંડળો જ સ્થાનીક ચૂંટણીમાં કોણ લડશે અને ચૂંટણી કરવી કે નહી તે નક્કી કરતા હોઈ છે…


બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામો જાહેર

રાજુ બસિયા દ્વારા
બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામો જાહેર
પાંચ માં થી ચાર ગ્રામપંચાયત માં ભાજપ તરફી સરપંચ ચૂંટાયા હોવાનો તાલુકા ભાજપ નો દાવો

બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ગત રવિવારે યોજાયા બાદ આજે સવારે અહીંની કમલશી હાઈસ્કૂલ માં પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી
મામલતદાર એન કે ખીમાણી,તાલુકા વિકાસ અધિકારી સોલંકી ની ઉપસ્થિતિ માં મતગણતરી કરવામાં આવી હતી
બાબરા તાલુકા ના વાવડા,નાની કુંડળ,રાણપર,પાનસડા, કોટડાપીઠા,ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા
ગ્રામપંચાયત ની ચૂંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવારો ના સમર્થકો માં ભારે ઉત્સાહ અને આનંદ છવાય ગયો હતો
બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે કોટડાપીઠા, નાની કુંડળ,રાણપર,અને પાનસડા ગ્રામપંચાયત માં ભાજપ ની સમર્થન પેનલ વિજેતા થઈ છે તમામ વિજેતા ઉમેદવારો ને ભાજપ દવરા આવકારી અભિનંદન પાઠવ્યા હતા
બાબરા તાલુકા ની કોટડાપીઠા ગ્રામપંચાયત માં સરપંચ ગોરધનભાઈ વાઢેર ૩૨૧ મત સાથે પોતાની પેનલ ના ૬સભ્યો સાથે વિજેતા થયા હતા તેમજ નાની કુંડળગ્રામપંચાયત માં સરપંચ માં વલ્લભભાઈ લખમણ ભાઈ મકવાણા પોતાની પેનલ ના ત્રણ સભ્યો ચૂંટાયા હતા તેમજ વાવડા ગ્રામપંચાયત માં રીટાબેન ભાયાણી ૩૨૬મત થી સરપંચ તરીકે પોતાની પેનલ સાથે વિજેતા થતા હતા તેમજ પાનસડા ગ્રામપંચાયત માં ચંપાબેન ઠુંમર ૨૫૪ મત થી સરપંચ તરીકે વિજેતા થયા હતા તેમજ રાણપર ગ્રામપંચાયત માં રંજનબેન સોલંકી ૧૨૭મત થી સરપંચ તરીકે વિજેતા થતા હતા
અહીં કોટડાપીઠા,અને નાની કુંડળ ગ્રામપંચાયત ની ચૂંટણી માં ત્રિપાખીયો જંગ હતો

અહીં વૉર્ડ ની ચૂંટણી ના પરિણામો માં પાતળી સરસાય ઉમેદવાર વિજેતા થયાં હતાં જેમાં વાવડા ગ્રામપંચાયત માં વૉર્ડ ત્રણ માં શિલ્પાબેન નરેશભાઈ ચાવડા માત્ર એક મત થી વિજેતા થયા હતા
તેમજ કોટડાપીઠા ગ્રામપંચાયત વૉર્ડ સાત માં અશોકભાઈ ધનજીભાઈ ચોવટીયા માત્ર ત્રણ મત થી વિજેતા થયા હતા
આમ બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામ આજે જાહેર થયાં હતાં


ચલાલા ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં શિયાળુ રમતોત્‍સવની ઉજવણી

ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે શિયાળુ રમતોત્‍સવની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ એલ.કે.જી.થી ધોરણ-1ર સુધીના વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી, લીંબુ ચમચી, સિકકા શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સમતોલ થાળી, રસ્‍સા ખેંચ જેવી રમતોમાં બાળકોએ ઉત્‍સાહભેર બહોળી સંખ્‍યામાં ભાગ લીધો હતો. અને જે વિદ્યાર્થીઓના 1 થી 3 નંબર આવ્‍યા હતા તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. રતિદાદા આ રમતોત્‍સવ નિહાળી ખૂબ રાજી થયા હતા અને ભગવાનને પ્રાર્થના કરેલ કે બધા તેજસ્‍વી બને અને ખૂબ આગળ વધે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ મહેતા, શાળાના આચાર્ય શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્‍ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી સ્‍પર્ધાને સફળ બનાવી હતી.


ખાંભા તાલુકા ના ડેડાણ ગામના વિવિધ પ્રશ્નોના નિકાલ કરવા બાબતે ડેડાણ ના તલાટી કમ મંત્રી ને લેખિત મા રજુઆત કરવામા આવી.

(મોહસીન પઠાણ ડેડાણ)

ડેડાણ ગ્રામ પંચાયત દ્વારા ભૂતકાળમા જી ઈ બી પાસેથી ત્રણ કનેક્શન મેળવેલ છે તે આ ત્રણેય કનેક્શન નો ઉપયોગ થાય છે કે પછી ગામ ની ઊપર બોજો ચડાવવા ત્રણ કનેક્શન રાખ્યા છે અને છેલ્લા એક વર્ષ થી પીવાના પાણી ની ગમ્ભીર સમસ્યા ઊભી થયેલી છે સમય સર પાણીનુ વિતરણ કરાતું નથી પાણી વિતરણ કરનાર કર્મચારી પોતાની મનસ્વી રીતે વર્તન મનફાવે તેમ કરેછે દસ પંદર દિવસે પાણી આપેછે તેમા પણ અનિયમિત રીતે પાણી વિતરણ કરેછે અગાઉ ડેડાણ ગ્રામ પંચાયત ના સ્થાનિક કૂવામાંથી પાણી અપાતુ હતુ ત્યારે આટલી બધી તકલીફ નોતી પણ જ્યારથી નમર્દા નદીનું પાણી ઉપરથી પૂરતા પ્રમાણમા મળી રહ્યુ છે ત્યારે ડેડાણ ગ્રામ પંચાયત ની મીઠી નજર થી કે પાણી વિતરણ કર્મચારી પર તેનો કોય અંકુશ ન હોવાથી ડેડાણ ગામ છતા પાણી એ પાણી વગર હેરાન થાય છે અને ડેડાણ ગ્રામ પંચાયત મા ટ્રેક્ટર ફાળવવામાં આવેલ છે તેનો ઉપયોગ ગામ માટે નથી થતો પણ ગ્રામ પંચાયત ના કર્મચારીના અંગત ઉપયોગ માટે થાય છે તે બંધ કરી ગામ ના ઉપયોગ માટે થવો જોયે આ ઉપરાત ડેડાણ ગામમા છેલ્લા ઘણા સમય થી ટીટ લાયટ બંધ હોય અને અનેક પોલ પર ઘણા સમય થી લેમ્પ ચડાવ્યા ન હોય તેથીગામમા હિંસક પ્રાણી તેમજ ચોરી ના બનાવો પણ વધવા લાગ્યા છે અને સ્થાનિક લોકો મા રોષ ફાટી નીકળો હોય તેથી હનીફભાઈ નાગરયા દ્વારા લેખિત રજૂઆત કરવામા આવી છે
ઉલ્લેખનીય છે કે ગ્રામપંચાયત કચેરી ની હાલત જોઈને ગામના વિકાસ ની હાલત પ્રથમ નજરે નિહાળી શકાય તેમ છે ખુદ ગ્રામ પંચાયત નો વિકાસ કરવામા અસમર્થ આગેવાનો અને જવાબદાર વહીવટકર્તા ઓ થી ત્રાહીમામ આમ આદમી બનાવાયેલ છે ભાજપ ના રાજ મા ડેડાણ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહેલ છે ત્યારે નગરજનો ની વ્યથા હળવી કરવા માટે અને તમામ મુદ્દાઓ ને ધ્યાન મા લઈને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર જણાય છે


વિક્ટર ગ્રામ પંચાયત મા મકવાણા પરિવાર ના શીરે તાજ

વિક્ટર ગ્રામ પંચાયત મા પરીતા બેન મહેશ ભાઈ મકવાણા ના શિરે તાજ

છ ટર્મ થી પંચાયત પર કજ્બૌ જાળવતો કમલેશ ભાઈ મકવાણા નો પરિવાર

શાહીદ ભટ્ી દ્વારા વિકટર

રાજુલા ની વિક્ટર ગ્રામ પંચાયત ની સમાન્ય ચુટણી ગત 4/2/18 ના રોજ યોજાય હતી જેમા મતદાતા ઓ દ્વારા ખોબલે ખોબલે મત અપિ ને મત પેટીઓ છલકાવી હતી ત્યારે આજે બંને મહિલા ઉમેદવારો ના ભાવિ નો ફેસલો રાજુલા ખાતે કચેરી મા મત ગણતરી યોજાઈ હતી જેમા પરીતા બેન મહેશ ભય મકવાણા ની પેનલ નો ભવ્ય વિજય થયો હતો અને સરપંચ પદ ના ઉમેદવાર એવા પરીતા બેન મકવાણા નો 97 મત ની લીડ થી વિજય થયો મકવાણા પરિવાર નો છેલી છ ટર્મ થી પંચાયત પર કબજો જાળવી રાખ્યો છે વિક્ટર પંચાયત મા ભાજપ પેરીત ઉમેદવાર ની પેનાલ નો વિજય થતા પૂર્વ ધારા સભ્ય હીરા ભાઈ સોલંકી .કમલેશ ભાઈ મકવાણા .વલ્કૂભાઈ બૉસ રણછોડ ભાઈ મકવાણા .રેમાન ભાઈ ગાહા .અભી નંદન પાઠવ્યા હતા જ્યારે વિક્ટર ની જનતા યૅ ફટાકડા ફોડી અને મો મીઠા કરવી મહેશ ભાઇ મકવાણા ને આવકાર્યા હતા