Main Menu

Monday, February 5th, 2018

 

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાના ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગે ઈશ્વરીયા આવેલ રાજ્યના કૃષિમંત્રી

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાના ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગે ઈશ્વરીયા આવેલ રાજ્યના કૃષિમંત્રી અને ગુજરાત
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી. ફળદુએ અમરેલી જિલ્લાની જાફરાબાદ શહેરની નગરપાલિકામાં ૨૮માંથી ૨૬
બેઠકો બિનહરીફ કબ્જે કરવા માટે ઉપસ્થિત જિલ્લા ભાજપના આગેવાનોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા
ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ નાં અગ્રણી ડો.ભરત કાનાબાર, અમરેલી ભાજપ પ્રમુખ હિરેન હિરપરા મહામંત્રી કમલેશ કાનાણી, ઉપપ્રમુખ રિતેશ સોની, દિપક વઘાસીયા, પ્રિતેશ નારોલા તથા બાબરા વિધાનસભા બેઠકના ભાજપના
ઉમેદવાર ગોપાલભાઈ ઉપસ્થિત હતા.
આ પહેલા કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા તથા મનસુખભાઇ માંડવીયાએ પણ આ બધા આગેવાનોને અભિનંદન આપ્યા હતા.
જાફરાબાદમાં ભાજપને આ સફળતા માટે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સરમણ બારૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ તથા તાલુકાના પૂર્વ પ્રમુખ ચેતન શિયાળે મહત્વની ભૂમિકા ભજવી છે.


સાવરકુંડલા માં ચાલી રહેલી મોરારી બાપુ નીરામ કથા માં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી હાજર રહેશે

દિલિપજીરૂકા દ્વારા

8 મી નાં રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ની સાવરકુંડલા માં ચાલી રહેલી રામકથા માં હાજરી
લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર નાં વિકાસ સબબ ચાલી રહેલ કથા માં શ્રી વિજય રૂપાણી હાજર રહેશે . ડો.ભરત કાનાબાર તથા સંસદ શ્રી નારાયણ ભાઈ કાછડિયા ની મહેનત રંગ લાવી

હાલ સાવરકુંડલા નાં આંગણે લલ્લુ ભાઈ શેઠ આરોગ્ય મંદિર નાં આજીવન નિર્વાહ માટે પૂજ્ય મોરારી બાપુ ની રામ કથા ચાલી રહી છે ત્યારે આ રામ કથા માં મુખ્યમંત્રી પધારે તેવી લોકો ની લાગણી હતી જે લાગણી સાવરકુંડલા નાં અગ્રણી ઓ દ્વારા પ્રદેશ અગ્રણી ડો ભરત કાનાબાર તથા અમરેલી નાં લોકપ્રિય સાંસદ નારાયણ ભાઈ કાછ ડિયા ને રજુઆત કરાઈ હતી જેથી કાનાબાર સાહેબ ની અને સંસદ ની મહેનત રંગ લાવી અને ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી તારીખ 8 ફેબ્રુઆરી નાં રોજ સાવરકુંડલા માં પધારી રહ્યા હોય લોકો માં ખુશી ની લાગણી ફેલાઇ છે અને તંત્ર પણ ત્યારી માં હાલ જોતરાઈ ગયું છે


યુવા પત્રકાર ખાંમ્ભા ગીર નો સાવજ દશરથ સિંહ . લગ્ન ગ્રંથી થિ જોડાશે.ગુજરાત ભરનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા નાં ધુરંધરો આજ ખાંમ્ભા દશરથસિંહ નાં આંગણે

યુવા પત્રકાર ખાંમ્ભા ગીર નો સાવજ દશરથ સિંહ . લગ્ન ગ્રંથી થિ જોડાશે.ગુજરાત ભરનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા નાં ધુરંધરો આજ ખાંમ્ભા દશરથસિંહ નાં આંગણે

ખાંમ્ભા નાં યુવા પત્રકાર દશરથસિંહ રાઠોડ લગ્ન ગ્રંથી થી આજ જોડાઈ રહ્યા છે નાની વયે જ મોટી નામના મેળવી આ યુવા પત્રકાર આજ રોજ લગ્ન ન સુમેળ તાંતણે બંધાઈ રહ્યા છે જેથી આજ રોજ નાનકડા ગામ ખાંમ્ભા માં ગુજરાત ભરનાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં છે અને દશરથસિંહ ને અભિનંદન અર્પિ રહ્યા છે ત્યાંરે ટીવી નાઇન નાં મહેન્દ્ર બગડા ઍબિપી અસ્મિતા નાં ફારૂક કાદરી .વી ટીવી નાં દિલિપજીરૂકા .સિનિયર રિપોર્ટર મિલાપ રૂપારેલ કિશન મોરબીયા સહિત નાં અન્ય પત્રકારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે