Main Menu

Saturday, February 3rd, 2018

 

આગામી રાજુલા નગરપાલિકા ની ચૂંટણી માટે વોર્ડ નં 3 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પંસદ કરતા રંજનબેન ચાવડાગોર (રાજગોર),

આગામી રાજુલા નગરપાલિકા ની ચૂંટણી માટે વોર્ડ નં 3 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પંસદ કરતા રંજનબેન ચાવડાગોર (રાજગોર),


વ્યસન મુક્તિ નાં પ્રણેતા સૌરાષ્ટ્ર નાં સૂફી સંત દાદા બાપુ કાદરી બોટાદ ગઢડા ની મુલાકાતે

રઘુવીર મકવાણા દ્વારા

વ્યસન મુક્તિ નાં પ્રણેતા અને સૌરાષ્ટ્ર નાં સૂફી સંત શ્રી દાદા બાપુ કાદરી સાવરકુંડલા થી ખાસ બોટાદ નાં ગઢડા માં પધારેલા હતા અને અહીં વ્યસન મુક્તિ સહિત લોક કલ્યાણ ની વાતો કરી હતી ત્યારે પૂજ્ય દાદા બાપુ નું વ્યસન મુક્તિ કાર્યક્રમ અંતર ગત 60000 થી વધુ યુવાનો એ વ્યસન ને છોડી વ્યસન મુક્ત થયા છે ત્યારે આજે પૂજ્ય બાપુ ગઢડા માં પધારેલ જેથી તેમના ચાહવા વાળા અહીં ઊમટી પડ્યા હતા જેથી સર્વો ને પૂજ્ય દાદા બાપુ દ્વારા આશીર્વચન પાઠવાયા હતા


રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ વોડૅ નં ૪ મા પસંદગી

આગામી રાજુલા નગરપાલિકા ની ચૂંટણી માટે વોર્ડ નં ૪ માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કરતા રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ એવા યુવા નેતા છત્રજીતભાઈ ધાખડા.


રાજુલા તાલુકા ના યુવા ભાજપ ના પ્રમુખ ની વોડૅૅ નં ૭ મા પસંદગી

રાજુલા તાલુકા ના યુવા ભાજપ ના પ્રમુખ હષૅ વસોયા આગામી રાજુલા નગર પાલિકાની ચૂંટણીમાં વોડ નં ૭ માટે ભાજપ ના ઉમેદવાર તરીકે પંસદગી કરવામાં આવી.


સમસ્ત બ્રહ્મસમાજ ના અડધી રાતના હોંકારા સમાન એવા દિલીપભાઈ જોશીએ નોંધાવી દાવેદારી

*સમસ્ત બ્રહ્મસમાજ ના અડધી રાતના હોંકારા સમાન એવા દિલીપભાઈ જોશીએ નોંધાવી દાવેદારી રાજુલા નઞરપાલીકા વોર્ડ નંબર ૬ માંથી નોંધાવી ઉમેદવારી*

*પરશુરામ માર્ગ તરીકે રાજુલા છતડીયા રોડને જાહેર કર્યો*

*બ્રહ્મસમાજની વાડી માટે ઠરાવ નગરપાલિકામાં કર્યો*

*હમેંશા બ્રહ્મસમાજને ઉપયોગી એવા દિલીપભાઈ જોશીને લાખ લાખ અભિનંદન*

*આ બાબતે દિલીપભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી હું નહિ પણ બ્રહ્મસમાજ લડે છે ત્યારે સમાજ ના આ રત્ન ને લાખ લાખ અભિનંદન*


જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું એકપણ ફોર્મ ન ભરાયું…28 માંથી 24 બેઠકો ભાજપની થઈ બિનહરીફ

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું…અમરેલીના જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું એકપણ ફોર્મ ન ભરાયું….28 માંથી 24 બેઠકો ભાજપની થઈ બિનહરીફ…..જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુ પટેલે ભાજપ માંથી થયા બિનહરીફ…..4 અપક્ષોએ ફોર્મ ભર્યા…કોંગ્રેસને ઉમેદવાર જ ના મળ્યા…કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર ના મત વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાયો.


રાજુલા ના દેવકા ગામે દેવકા આહીર યુવક મંડળ દ્વારા બીજા સમુહ લગ્ન નુ ભવ્ય આયોજન આ આયોજન

આતાભાઇ વાઘ દ્વારા

આજ રોજ તારીખ ૩/૨ /૨૦૧૮ રાજુલા ના દેવકા ગામે દેવકા આહીર યુવક મંડળ દ્વારા બીજા સમુહ લગ્ન નુ ભવ્ય આયોજન આ આયોજન. ના મુખ્ય આયોજક અને આયોજન. ના મુખ્ય. અતિથી વીષેસ પુજય ભાઇ શ્રી રમેશ ભાઇ ઓઝા ના અધ્યક્ષ સ્થાને યોજવા મા આવેલઆ સમુહ લગ્ન સમારોહ. મા આહીર. સમાજ. ના ૩૦ નવ દંપતી ઓએ પ્રભુતામાં પગલા માંડેલ અને પુજય. ભાઇ શ્રી ના ૩૦ દંપતી એ આશીર્વાદ લીધેલ પુજય. ભાઈ શ્રી દ્વારા પોતાના પ્રવસન. મા એવુ કહેલ. કે આ. આહીર. સમાજ દ્રારા જે સમુહ. લગ્ન નુ આયોજન કરવામા આવ્યુ છે તેઅતી સલાહનીય બાબત. છે તેમજ આઆયોજન ના આયોજકો ને શાલ ઓઢાડી ને સન્માન પણ કરવા માઆવ્યુ અને પોતાના પ્રવસન મા ભાઇ શ્રી એ જણાવેલ કે હાલ.નો સમય અતી આધુનિ કયુગ છે આ સમય બહુ કિંમતી છે એકજ દિવસે ઓસા ખશૅ આખો સમાજ સંગઠીત થાય અને સમય. ની સાથે ચાલવા નાઆ આહીર સમાજનાઆ આઆયોજન થીપુજય ભાઇ શ્રી ખુશ ખુશાલ આ સમુહ લગ્ન મા આહીર પોતાના ગામઠી પહેરવેશ મા સજ બની રજવાડી પોશાક મા ૩૦ નવ દંપતી યુગલો જોડાયેલ હોય સાથે સાથે કુ રીવાજો વ્યસન મુક્તિ વધારા ના ખોટા ખચૅ ન થાય. બાળ લગ્ન અટકાવવા જેવી અનેક. સારી પ્રેરણા પણ લીધી આ કાયૅક઼મ મા પુજય. ભાઇ શ્રી તેમજ રાજેન્દ્ર બાપુ રામપરા બીજલ ભગત રાજુલા ના ધારાસભ્ય શ્રી અમરીશભાઇ ડેર બાબુભાઈ રામ મીઠાભાઇ લાખણોત્રા બાઘાભાઇ લાખણોત્રા ભીખાભાઈ પીજંર નાથાભાઇ વાઘ દડુઆતા જોલાપર બીજલઆતા કથીવદર બાબુભાઈ ડી કોવાયા બાવભાઇ નેસડી જેવા અનેક આહીર સમાજ ના આગેવાનો એ હાજરી આપી આ સમુહ લગ્ન સમારોહ કાયૅક઼મને દિપાવેલ આ આયોજન માટે ના આયોજક રામભાઇ નાઝાભાઇ દુલાભાઇ જીકારભાઇ સૂમરાભાઇ ભોજાભાઇઅરજણભાઇ માણસુરભાઇ ત્થા દેવકા ગામ સમસ્થ દ્રારા આ આયોજન કરવામા આવેલ,,
રીપૉટ, આતાભાઈ વાઘ વિકટર રાજુલા


રાજુલા પોલીસ દ્વારા દારૂ ઝડપી પડાયો

સંજીવ જોશી દ્વારા

રાજુલાના પોલીસ ઇન્સ્પેટર શ્રી યુ.ડી.જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ યશવંતસિંહ.પી.ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટાફે રાજુલાના ગોકુલ નગરમાં રહેતા રંજીતભાઈ માનકુભાઈ વાળા ના રહેણાંક મકાને રેઇડ કરતા વિદેશી દારૂ ની બોટલ નંગ 11 કી રૂ 3300 ના મુદામાલ પકડી પાડતી રાજુલા પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે


બાબરા માં શહેર માં નગરપાલિકા દવરા કરવામાં આવતા તમામ રોડ રસ્તા માં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ

રાજુ બસિયા દ્વારા

બાબરા માં શહેર માં નગરપાલિકા દવરા કરવામાં આવતા તમામ રોડ રસ્તા માં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ
પાલીકા મહિલા સભ્ય જ્યોત્સના બેન મેવાડા દવરા ચીફઓફિસર ને રજુવાત કરી
કોંગ્રેસ ના મહિલા સભ્ય દવરા આક્ષેપ કરાતા સ્થાનિક રાજકારણ માં ગરમાવો
યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન
———————————————- ——— ——-
બાબરા નગરપાલિકા દ્વારા થતા કામો માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવા માં આવી રહ્યો છે અનેકવાર ગ્રામજનો અને ભાજપ ના સભ્યો દવરા ઉગ્ર રજુવાત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા માં કોંગ્રેસ નું સાશન હોય એટલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી
ત્યારે કોંગ્રેસ ના મહિલા સભ્ય જ્યોત્સના બેન મેવાડા એ શહેર ના તમામ રસ્તાઓ માં કોન્ટ્રાક્ટર દવરા પાલીકા સાથે મળી ને ગેરરીતિ આચરી હોવાની ચીફઓફિસર ને રજુવાત કરતા બાબરા કોંગ્રેસ માં રાજકારણ ગરમાયુ છે
વૉર્ડ ૨ના મહિલા સભ્ય જ્યોત્સનાબેન મેવાડા એ રજુવાત માં જણાવ્યું છે કે શહેર ની મુખ્ય બજાર,કલાલ ચોક,ચમારડી નો ઝાંપો,ખોજા ખાનાશેરી,સહિત ના મોટાભાગ ના વિસ્તારો માં સી સી રોડ બનાવવા માં આવ્યો છે પણ અહીં નિમ્નકક્ષાનો માલસામાન વાપરી રોડ પૂરો કરવામાં આવતા થોડા દિવસો માં જ રોડ પર ગાબડાં પડવા લાગ્યા છે જે ભયન્કર ભ્રષ્ટાચાર ની ચાડી ખાય છે વળી અમુક વિસ્તાર માં રોડ ના કામ પણ અધૂરા છોડી દેવાતા લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવાની ફરજ પડે છે
વધુ માં મહિલા સભ્યે એ જણાવ્યું હતું કે
નગરપાલિકા નું તમામ કામકાજ દેસાય કન્ટ્રક્શન,અને મારુતિ એન્ટરપ્રાઇજ દવરા કરવામાં આવે છે
આ કન્ટ્રક્શન દવરા રોડ રસ્તા માં પૂરતા પ્રમાણ માં રેતી કપસી કે સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ રેતી ધૂળ વાળી વાપરવામાં આવી રહી છે કોન્ટ્રાકટ દવરા પાલીકા ના અમુક સભ્યો ના ખિસ્સા ગરમ કરવામાં આવતા હોવાથી નિતિનિયમ નેવે મૂકી કામ કરવામાં આવી રહ્યું છે
વૉર્ડ ૨ ના મહિલા સભ્ય જ્યોત્સના બેન મેવાડા એ ક્વોલિટી કન્ટ્રોલ દવરા તપાસ કરાવી જવાદાર સામે કાર્યવાહી કરવા ની માંગ કરેલ છે તેમજ જે વિસ્તાર માં અધૂરા કામ છે તે તાત્કાલીક અસર થી લોક હીત માં શરૂ કરવામાં આવે તેવી માંગ કરેલ છે
પાલીકા ચીફઓફિસર દવરા યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસો માં શહેર ના લોકો ને સાથે ઉગ્ર આંદોલન કરવાની ની ચીમકી પણ મહિલા સભ્ય દવરા ઉચ્ચારમાં આવી છે