Main Menu

Thursday, February 1st, 2018

 

બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજવા તંત્ર સજ્જ ઉમેદવારો ની હાજરી માં ઇવીએમ મશીનો ની તપાસ કરી સ્ટ્રોંગ રૂમ માં મૂક્યા

રાજુ બસિયા દ્વારા
બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજવા તંત્ર સજ્જ ઉમેદવારો ની હાજરી માં ઇવીએમ મશીનો ની તપાસ કરી સ્ટ્રોંગ રૂમ માં મૂક્યા
——————————————————————
બાબરા તાલુકા ની સાત ગ્રામપંચાયત ની ચૂંટણી જાહેર થયા બાદ ત્રંબોડા,અને કોટડાખીજડીયા સમરસ થતા હવે પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી આગામી ચાર ફેબ્રુઆરી ના રોજ યોજસે
પાંચ ગ્રામપંચાયત માં વાવડા,રાણપર,પાનસડા, કોટડાપીઠા,અને નાની કુંડળ ગામ ની ગ્રામપંચાયત ની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવા તંત્ર કામે લાગ્યું છે
ત્યારે આજે અહીં સવારે સરકારી કમલશી હાઈસ્કૂલ માં ઇવીએમ મશીન નું પરિપ્રેશન કરવામાં આવ્યું હતું પાંચેય ગ્રામપંચાયત ચૂંટણી ના ઉમેદવારો ની ઉપસ્થિતિ માં મામલતદાર કચેરી ની ચૂંટણી શાખા ના અધિકારીઓ દવરા તમામ ઇવીએમ મશીનો નું પ્રિપ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીં સ્કૂલ ના સ્ટ્રોંગ રુમ માં તમામ ઇવીએમ મશીનો ને મુકવામાં આવ્યા હતા
બાબરા ચૂંટણી અધિકારી પંકજભાઈ ચોટલીયા એ જણાવ્યું હતું કે અહીં સ્ટ્રોંગ રૂમમાં તમામ ઇવીએમ મશીનો મુકવામાં આવ્યા છે અને તેની સુરક્ષા અને પૂરતી સલામતી માટે ચોવીસ કલાક પોલીસ નો પહેરો રહેછે ત્રણ ફેબ્રુઆરી ના રોજ બપોરબાદ અહીં થી તમામ ઇવીએમ મશીનો ગ્રામપંચાયત ની ચૂંટણી ના મતદાન મથક પર પહોચાડવા માં આવસે
આગામી ચાર ફ્રેબ્રુઆરી ના રોજ આ પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી માં મતદાન કરવામાં આવશે અને છ ફ્રેબ્રુઆરી ના રોજ મત ગણતરી બાબરા મામલતદાર કચેરી માં કરવામાં આવશે


અમરેલી થી ચાલતી અમદાવાદ બરોડા વોલવો બસ ને વાયા બાબરા ચલાવામા આવે તો બસ ને ટાફિક નો લાભ અને મુશાફરો ને સારી બસ સાથે સમયસર અમદાવાદ બરોડા પોહચી શકાય

રાજુ બસિયા દ્વારા

અમરેલી થી ચાલતી અમદાવાદ બરોડા વોલવો બસ ને વાયા બાબરા ચલાવામા આવે તો બસ ને ટાફિક નો લાભ અને મુશાફરો ને સારી બસ સાથે સમયસર અમદાવાદ બરોડા પોહચી શકાય
………………………………………………………………………….
અમરેલી થી છેલા કેટલા મહીનાઓ થી વોલવો બસ બરોડા જવા માટે સરુ કરવામા આવી છે આ વોલવો બસ ને અમદાવાદ વાયા ચલાવામા આવે છે પણ લોકો મુખે ચર્ચાતી વિગત અનુસાર આ બસ સાવ ખાલી ચાલતી હોય છે
ત્યારે બાબરા ના વેપારી ઓ ના જણાવ્યા અનુસાર જે અમરેલી થી વેહલી સવારે ૬ વાગે ઊપડતી આ વોલવો બસ જે હાલ વાયા લાઠી થય ને ચલાવામા આવે છે તે બસ ને જો વાયા બાબરા ચાવડ ગઢડા બેોટાદ સાળગપુર થય ને ચલાવામા આવે તો આ વોલવો બસ ને પુરતો ટાફીક મળે તેમ છે
તેમજ આ વોલવો બસ ટાફીક વગર બાળમરણ થવા ને આરે છે ત્યારે આ બસ ને જો વાયા બાબરા ચલાવામા આવે તો ઘણું અમદાવાદ તેમજ બરોડા નુ સારુ ટાફીક મળી રેહેતેમ છે
તેવું બાબરા ના વેપારી ઓ ઈછી રહ્યા છે
આ વોલવો અમદાવાદ થી રીટન સાંજે પાચે ત્યાં થી ઉપડે છે તેના હિસાબે રીટન મા પણ બાબરા નો ટાફીક મળે
હાલ બાબરા મા વેહલી સવારે એક બાપુનગર ની બસ મળે છે તેમા ઉપર થી આવતી હોય જેના હિસાબે સીટ મળવી મુશ્કેલ બંને છે અને અમદાવાદ પણ મોડા ટાયમે પહોંચાડે છે
તો આ વોલવો બસ ને જો વાયા બાબરા ચલાવામા આવે તો ટાફીક પણ મળે અને મુશાફરો ને પણ લાભ મળે તેમ છે


ઉતરાખન્ડ ની મુલાકાતે પ્રદેશ ભાજપ નાં નેતા ડો ભરત કાનાબાર . હરિદ્વાર માં પ્રવેશતા જ બાબારામ દેવ કાનાબાર સાહેબ પાસે દોડી આવ્યા . કલાકો સુધી વિચાર ગોષ્ટિ કરી

ઉતરાખન્ડ ની મુલાકાતે પ્રદેશ ભાજપ નાં નેતા ડો ભરત કાનાબાર . હરિદ્વાર માં પ્રવેશતા જ
બાબારામ દેવ કાનાબાર સાહેબ પાસે દોડી આવ્યા . કલાકો સુધી વિચાર ગોષ્ટિ કરી

ગુજરાત ભાજપ નાં કદાવર નેતા અને નરેન્દ્ર મોદી ના નજીક નાં શ્રી ભરત કાનાબાર સાહેબ હાલ ઉતરાખન્ડ ની મુલાકાતે હતા ત્યારે હરિદ્વાર માં પ્રવેશતા જ યોગ ગુરુ બાબા રામ દેવ ને જાણકારી મળી જેથી તુરન્ત બાબા દોડી આવ્યા હતા અને કલાકો સુધી ડો ભરત કાનાબાર સાથે વિચાર ગોષ્ટિ કરી હતી ત્યારે
નજીક નાં સમય માં જ ડો કાનાબાર યુ પી નાં સીએમ આદિત્ય નાથ ને મળે તેવી પુરે પુરી શકયતા ઓ સેવાઇ રહી છે .