Main Menu

February, 2018

 

વિધાનસભામાં હંગામો: કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

સસ્પેન્ડ વિધાનસભા ગૃહની પ્રશ્નોતરી દરમિયાન ગિરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં રસાયણ ખાતર, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી પર વસુલવાના મુદે ધારાસભ્ય (ગીર–સોમનાથ)ના સવાલના જવાબમાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી ધસી જતાં તમામને એક દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે જયારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વોકઆઉટ કયુ છે. ગૃહમાં અપશબ્દ બોલનાર મહિલા ધારાસભ્યને બે દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અધ્યક્ષના વલણના વિરોધમાં તેમની સામે અવિશ્ર્વાસ દરખાસ્ત લાવવાની કોંગ્રેસમાં અંદરખાને તૈયાર ચાલી રહી છે.

પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થતાની સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. ઉશ્કેરાયેલા ધાનાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર્રમાં કહેવત છે કે, સૂરો બોલ્યો ફરે નહીં નાણામંત્રીએ જણાવેલ કે, ઉત્તર ગુજરાતી પણ ફરશે નહીં દરમિયાનગીરી કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝઘડો અટકાવતા જણાવેલ કે, ગુજરાત એક જ છે. તેના ભાગ ન હોય પરંતુ મામલો શાંત થયો ન હતો. અને આમ દે એક કલાકની ચર્ચા આપવાની માગણી કરવામાં આવી હતી.

આ મુદો એટલો બધો ગરમાયો કે કોંગ્રેસના સભ્યોએ જગ્યા પર ઉભા થઈને સૂત્રોચ્ચાર કર્યેા હતો. ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગીનો સૂત્રોચ્ચાર કરતા ગૃહમાં હોહા અને ધાંધલ–ધમાલના દ્રશ્યો સર્જાયા હતા. વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવતા અધ્યક્ષે તમામ સભ્યોને વારંવાર શાંત રહેવા ટપાર્યા હતા.

વેલમાં બેસી ગયેલા ધારાસભ્યોને આજના દિવસની કામગીરીમાં સસ્પેન્ડ કરવાના આદેશ કરતા થોડો વખત ગૃહમાં ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધમાલ દરમિયાન કોંગ્રેસના ઉંઝાના મહિલા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ ગૃહમાં અપશબ્દો બોલતા સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહિલા સભ્યને બે દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી જેને પ્રદિપસિંહે ટેકો આપતા તેને ધ્વની મતથી પ્રસ્તાવ પસાર કરીને બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વેલમાં ધસી આવેલા વિપક્ષના સભ્યોને આજના દિવસ માટે ગૃહની કામગીરીથી સસ્પેન્ડ કરવાના આદેશ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે સતત આક્રોશ વ્યકત કરવાનું ચાલુ રાખેલ. પોતાની જગ્યાએ ઉભા રહીને ચાલુ રાખેલા વિરોધથી વિધાનસભા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું ત્યારબાદ વિપક્ષના નેતા ધાનાણીએ વોક આઉટ કર્યુ હતું.

વિધાનસભા ગૃહમાં વેટના મુદે બન્ને પક્ષના દંડકો આવીને રજૂઆત આપે એટલે ચર્ચા કરવામાં આવશે તેવું સ્પષ્ટ્રપણે જણાવ્યું હતું આમ છતાં ગૃહની કામગીરી થાળે પડતી ન હતી. આખરે બહાર નીકળેલ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સતત સૂત્રોચ્ચાર ચાલુ રાખીને વિરોધ વ્યકત કર્યેા હતો


*ગોંડલની જય સરદાર સ્કુલમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવાયો*

તા.૨૮,ગોંડલ: આજરોજ તારીખ ૨૮,ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનાં સંદર્ભે ગોંડલની જય સરદાર સ્કુલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિર-ગોંડલનાં સંતો શ્રી આનંદનયન સ્વામી તથા નૈશિક્વૃત સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ જુદી-જુદી વિજ્ઞાનની કૃતિઓ,અનેક પ્રકારના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને વિજ્ઞાનનાં હેતુઓની સાથે ઉપયોગીતા સમાજવ્યા હતા જેને નિહાળીને સંતોએ ખુશીથી વિદ્યાર્થીઓને ભાવ પૂર્વક આશિર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રી વેલજીદાદાએ સ્વામીશ્રીની સાથે રહીને તમામ કૃતિઓને વિસ્તારપૂર્વક સમજાવી હતી. આં કાર્યક્રમને સફક બનાવવા માટે શાળાના અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શાળાના સંચાલક અશોકભાઈ પટેલ તથા દીપકભાઈ ઘોણીયા તથા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


બ્રેકિંગ . સુરત આત્મહત્યા કરી મરનાર પતિ પત્ની અમરેલી નાં જુના વાઘણીયા નાં . પિતૃક ગામ જુના વાઘણીયા માં માતમ છવાયો . કુટુંબી ઓ દોડી આવ્યા

આજ સવારે સુરત સ્થિત પતિ પત્ની દ્વારા આત્મ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું જેમાં આ આ પતિ પત્ની મૂળ બગસરા નાં જુના વાઘણીયા નાં હોવાનું ખુલ્યું છે જે માં વિજય ભાઈ અને રેખા બેન વઘાસિયા નું મૂળ ગામ જુના વાઘણીયા છે જેથી અહીં વાઘણીયા માં ગમગીની છવાઈ છે અને કુટુંબી ઓ અહીં તેમના પિતૃક ઘરે ઉમટી પડયા છે


રાજુલા તાલુકાના વિકટર ગામ અને મજાદર ની વચ્ચે બે બાઇક નું એકસીડન્ટ

રીપૉટર. આતાભાઇ વી વાઘ. વિકટર રાજુલા

આજ રોજ તારીખ ૨૭/૨/૨૦૧૮. સાંજના ૬ કલાકે બે બાઇક ના  વાળા ની પાછળ બીજા બાઇક વાળા એ બે ફીકરાઇ થી ગાડી ચલાવી ને ગાડી આગળ ની ગાડી મા ભટકાવી બન્ને બાઇક સવાર મહુવા બાજુ થી રાજુલા તરફ. જતા હતા અને આગળ નો બાઇક ચાલાક કથીવદર નો મનીષ ટીણા સોંલકી હોવા નુ જાણવા મળેલ છે છે મનીષ ને સામાન્ય ઇજા થવા થી વીકટર પાટા પીન્ડી કરાવેલ પણ પાછળ બાઇક વાળો અજણ્યો સકશ ને માથા ના આગળ ના ભાગે ઇજા થવાથી તે સકંશ બે ભાન હાલત. મા ૧૦૮ બોલાવી મહુવા રીફર કરેલ આ,, બાઇક વાળા પાસેથી બે નંગ દેશી દારુ ની થેલી પણ. જોવા મળેલ અને ફુલ નશા ની હાલત મા પણ હતોતે કાન મા ઇયર ફોન થી ગીત ની મજા લેતો લેતો ડ્રાઈવીગ બે ફીકરાઇ. થી ચલાવી એકસીડન્ટ કરેલ.હાલ. મા આ વેરાવળ ભાવનગર રોડ મા ફુટ ફુટ ના ખાડા હોય જેથી કરી ને આવી નાની મોટી દુરઘટના બને છે જવાબ દાર તંત્ર હવે વહેલી તકે આ આ રોડ ની મરામત કરાવે એવી લોક માંગ ઉઠી છે


અમરેલીના બેરોજગાર વિદ્યાર્થીઓએ પંજાબ નેશનલ બેંક માં લોન આપો અથવા રોજગારી આપવાના મુદ્દાને લઈને કૌભાંડી નિરવ મોદી સામે આપેલી લોનનો નવતર વિરોધની પહેલ કરી અમરેલીના વિદ્યાર્થીઓએ કરી હતી

ફારૂક કાદરી

અમરેલી
           રોજગારી દેશમાં બેરોજગારો માટે અતિ મહત્વનો મુદ્દો છે ત્યારે અમરેલીના બેરોજગાર વિદ્યાર્થીઓએ પંજાબ નેશનલ બેંક માં લોન આપો અથવા રોજગારી આપવાના મુદ્દાને લઈને કૌભાંડી નિરવ મોદી સામે આપેલી લોનનો નવતર વિરોધની પહેલ કરી અમરેલીના વિદ્યાર્થીઓએ કરી હતી

વધુ વાંચો


અમરેલી : બગસરા ના ખારી ગામ ના રહેણાંક મકાન મા લાગી આગ……

બ્રેકિંગ
અમરેલી : બગસરા ના ખારી ગામ ના રહેણાંક મકાન મા લાગી આગ……

ખેડૂત ના મકાન મા આવેલ વૃક્ષો બળી ને ખાખ થયા……

6 થી વધુ વૃક્ષો બળી ગયા….

ફાયર બ્રિગેડ ધ્વરા આગ પર કાબુ મેળવાયો……


અમરેલી ખાતે કલેકટરશ્રી સંજય અમરાણીના હસ્‍તે દીપપ્રાગટ્ય કૃષિ કૌશલ્‍ય વિકાસ તાલીમ – કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્યું

અમરેલી ખાતે કલેકટરશ્રી સંજય અમરાણીના હસ્‍તે દીપપ્રાગટ્ય

કૃષિ કૌશલ્‍ય વિકાસ તાલીમ – કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્યું

અમરેલી, તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ મંગળવાર

અમરેલી ખાતે કલેકટરશ્રી સંજય અમરાણીએ, દીપપ્રાગટ્ય કરી કૃષિ કૌશલ્‍ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્યું હતુ.

કલેકટરશ્રી સંજય અમરાણીએ જણાવ્‍યું કે, ખેડૂતોને ખેતી-બાગાયતલક્ષી અત્‍યાધુનિક તાલીમ-માહિતી આપવા માટે કૃષિ મેળા અને પ્રદર્શનનું મહત્‍વ છે. આત્મા દ્વારા મૂલ્‍યવર્ધનની તાલીમ આપી ખેતી-બાગાયતના ક્ષેત્રમાં સર્જનાત્‍મકતા લાવી નવી દિશાઓ ખૂલી શકે છે.

રાજકોટ સંયુક્ત ખેતી નિયામકશ્રી ધોરાજીયાએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્‍તારમાં જૂથ બનાવી આત્‍મા પ્રોજેકટ અંતર્ગત સર્જનાત્‍મક કાર્ય કરી ખેતી-બાગાયત-પશુપાલન ક્ષેત્રે મૂલ્‍યવર્ધન કરી નવસર્જન કરી શકાય છે. તેમણે બિયારણનું મહત્‍વ-ઉત્‍પાદન-મૂલ્‍યવર્ધન જણાવી જૈવિક ખાતરનો ઉપયોગ કરવા ભલામણ કરી હતી.

શ્રી ધોરજીયાએ, ભલામણ કરેલ દવાઓનો વૈજ્ઞાનિક રીતે છંટકાવ કરવા જણાવ્યું હતુ. તેમણે ટપક-ફુવારા પધ્‍ધતિ સાથે સોલાર ઉર્જાનો ઉપયોગ કરવા પર ભાર મૂકયો હતો. તેમણે નફાકારક પાકોની ખેતી-ઉત્‍પાદન મેળવવા માટે અનુરોધ કર્યો હતો.

જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ શાબ્‍દિક સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, તાલીમ મારફતે સંશોધન કેન્‍દ્રો પર થયેલા સંશોધન, ખેડૂતો સુધી પહોંચે છે. ગ્રામ્યકક્ષાએ પસંદગીના જૂથ બનાવી વિસ્‍તાર-ખેડૂતોની જરૂરિયાત મુજબ સાધન-સહાય-તાલીમ આપવાનો મૂળભૂત હેતુ આત્‍મા પ્રોજેકટનો છે.

આંતરરાજય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ આત્‍મા પ્રોજેકટના માધ્‍યમથી કૃષિલક્ષી જ્ઞાન-માહિતીનું આદાન-પ્રદાન કરવાનું માધ્‍યમ મળી રહે છે. શ્રી પટેલે, જળ-જમીન-વાતાવરણનું સંરક્ષણ કરવા ટપક અને ફુવારા પધ્‍ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

મોટા ભંડારીયા કૃષિ મહાવિદ્યાલયના શ્રી પ્રો. વિરાણીએ કપાસની નફાકારક ખેતી તેમજ કપાસમાં થતી જીવાત-ઉપદ્રવ સામેના રક્ષણ મેળવવાના ઉપાયો જણાવ્યા હતા.

લાઠી તાલુકાના સરકારી પીપળવાના શ્રી મનિષભાઇ વઘાસીયાએ મધમાખીની ફળદાયી ખેતી વિશે જણાવ્યું હતુ. તેમણે મધુમાખી પાલન, ખેતીમાં મધુમાખીનું મહત્‍વ સહિતની રોચક બાબતો જણાવી હતી.

પશુ ડૉકટરશ્રી બી.જે. વઘાસીયાએ ગાય આધારિત પશુપાલન અને ખોરાકમાં ગાયના દૂધના મહત્‍વ વિશે જણાવ્યું હતુ.

અમરેલી ખાતે યોજાયેલ કૃષિ મેળો અને પ્રદર્શન કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રી વાઘમશી, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. નરોડીયા, આત્‍મા પ્રોજેકટના શ્રી વી.એચ. હિરપરા, આઇસીડીએસના શ્રી જયોતિબેન પાનસુરિયા, ખેતી-બાગાયતના અધિકારી સર્વશ્રી જયરાજ વાળા, શ્રી નારોલા, શ્રી ઠુંમર, શ્રી ચાવડા, શ્રી દેસાઇ, કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના શ્રી જોષી, શ્રી ગધેસરીયા, શ્રી ગોહિલ તેમજ અમરેલી જિલ્‍લાના ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શ્રી હરેશ બાવીશીએ કર્યુ હતુ. રોકડીયાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવગાન મનુષ્‍ય તું બડા મહાન હૈ રજૂ કર્યુ હતુ, તેમને આત્‍મા દ્વારા રોકડ પુરસ્‍કાર અર્પણ કરવામાં આવ્‍યું


ગોડંલ હાઇવે નવા માર્કેટીંગ પાસે મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ..

રિપોર્ટર :- નરેન્દ્ર પટેલ

રાજકોટ ગ્રામ્ય એસ.પી.શ્રી. અંતરીપ.સુંદ સાહેબ તથા DYSP ગોડંલ શ્રી.ચૌહાણ સા. ના માર્ગદર્શન મા મિલ્કત વિરુધ્ધ ના ગુન્હા ડીટેઇક કરવા તેમજ અટકાવવા PI
શ્રી.રામાનુજ સાહેબ ના નેત્રુત્વ મા ડીસ્ટાફ ની ટીમ પેટ્રોલીંગ મા હતા ત્યારે ગોડંલ હાઇવે નવા માર્કેટીંગ પાસે થી મિલ્કત વિરુધ્ધ ના ગુન્હા નો ઇતિહાસ ધરાવતો સુનીલ અશોકભાઇ મકવાણા દે.પુ.રે. પંચપીર ની ધાર ગોડંલ વાળા ને પકડી તેના કબજા મા થી અલગ અલગ કંપની ના મોબાઇલ નંગ.18 કી.રૂ.53.000/00તેમજ હીરો હોન્ડા મોસા. કી.રૂ.25.000/00 કુલ.રુ/ 78.000/ 00 ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ..


જુનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનું અકસ્માતમાં મોત

પત્નિ ભાવનાબેન હિરપરા ગંભીરઃ રાજકોટ હોસ્પિટલમાં ખસેડયાઃ પોતાના ફાર્મથી ઘરે જતા’તા ત્યારે ટ્રક સાથે અકસ્માતઃ ભાજપ સ્તબ્ધ

જુનાગઢ : આજે સવારે જુનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનું અકસ્માતમાં સ્થળ પર જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. તેમના પત્ની ભાવનાબેનને ગંભીર ઇજા થઇ છે. વડાલ અને ડેરવાણ વચ્ચે કાર સાથે ટ્રકની ટક્કરથી અકસ્માત સર્જાયો હતો. જીતુભાઇના નિધનથી ભાજપ સ્તબ્ધ થઇ ગયો છે અને આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. પત્ની ભાવનાબેનને નાજુક સ્થિતિમાં રાજકોટ ખસેડાયા છે જે તસ્વીરમાં નજરે પડે છે.

જૂનાગઢના પૂર્વ મેયર અને ભાજપના પોરબંદરના પ્રભારી જીતુભાઇ હિરપરાનું આજે સવારે વાહન અકસ્માતમાં સ્થળ પર જ મૃત્યુ થતાં ભાજપ સ્તબ્ધ થઇ ગયો છે. અકસ્માતમાં જીતુભાઇના પત્ની ભાવનાબેનને ગંભીર ઇજા થતાં તેમને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ કરૂણાંતિકાની જાણ થતાં ભાજપના આગેવાનો વગેરે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માત અંગે જાણવા મળેલી વિગતો એવી છે કે, જૂનાગઢમાં સરદાર બાગ પાછળ આવેલ નવી કલેકટર કચેરી સામે રહેતા શહેરના પૂર્વ મેયર જીતુભાઇ વલ્લભભાઇ હિરપરા (ઉ.વ.૫૪) અને તેમના પત્ની ભાવનાબેન (ઉ.વ.૫૨) વહેલી સવારે જૂનાગઢના ડેરવાણ નજીક આવેલ પોતાના ફાર્મ પર ગયા હતા. બાદમાં બંને પતિ – પત્ની પોતાની કારમાં ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ડેરવાણ અને ભેંસાણ રોડ સ્થિત નોબત કોલેજ વચ્ચે પૂરઝડપે આવી રહેલા ટ્રકે જીતુભાઇની કારને જોરદાર ટક્કર મારી હતી. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને જીતુભાઇ તથા ભાવનાબેનને ગંભીર ઇજા થઇ હતી. જેમાં જીતુભાઇનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. બંનેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ ખાતે જીતુભાઇનો મૃતદેહ જ પહોંચ્યો હતો. જ્યારે તેમના પત્ની ભાવનાબેનને પ્રાથમિક સારવાર આપી વિશેષ સારવાર માટે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં ભાજપના આગેવાનો પ્રદિપભાઇ ખીમાણી, કરશનભાઇ ધડુક, યોગીભાઇ પઢીયાર,  ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, મેયર આદ્યશકિતબેન મજમુદાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, શહેર પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી વગેરે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પૂર્વ મેયર જીતુભાઇ હિરપરા પત્ની ભાવનાબેન, બે સંતાનો સહિતના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. એડવોકેટથી કારકિર્દી શરૂ કરનાર શ્રી હિરપરાએ જનતા દળમાં જોડાયને રાજકારણમાં પ્રવેશ કરેલ. બાદમાં ભાજપ સાથે જોડાયને આજ પર્યત ભાજપના સંગઠન માટે સક્રિય રહેલા જીતુભાઇ હિરપરા ૨૦૦૯થી ૨૦૧૨ દરમિયાન શહેર ભાજપના પ્રમુખ તરીકે સેવારત રહેલ. આ પછી તેઓ મનપાના કોર્પોરેટર તરીકે ચુંટાયા અને ૨૦૧૪ – ૨૦૧૬ દરમિયાન તેઓને મેયરની જવાબદારી સોંપવામાં આવેલ. મેયર તરીકે જીતુભાઇ હિરપરાએ મહાનગર જૂનાગઢના વિકાસ માટે તનતોડ પ્રયાસ કર્યા હતા. જુનાગઢના મેયર તરીકે સફળ રહ્યા બાદ જીતુભાઇ હિરપરાને પાર્ટી તરફથી પોરબંદર જિલ્લાના પ્રભારી નિયુકત કરવામાં આવેલ. પોરબંદરના પ્રભારી તરીકે હાલ પણ સેવારત જીતુભાઇ હિરપરા એડવોકેટ પણ હોય તેથી તેઓ હાલ પણ કોર્ટમાં ઉપસ્થિત રહીને કેસ લડતા હતા. બાર કાઉન્સીલની કમિટિના સભ્ય તરીકે પણ સેવા આપી રહેલા જીતુભાઇ ધર્મપારાયણ ઉપરાંત મિલનસાર સ્વભાવ અને મોટું મિત્ર વર્તુળ ધરાવતા હતા. તેઓના પત્ની સાથે દરરોજ સવારે પોતાના ફાર્મ જવાનો નિત્યક્રમ હતો અને ફાર્મ પર જાતે કેટલુક ખેતીકામ પણ કરતા અને બાદમાં ઘરે આવતા હતા. આ પ્રમાણે આજે સવારે ફાર્મ પરથી પરત ફરતા રસ્તામાં જીતુભાઇ હિરપરા કાળનો કોળિયો થતા ભાજપ, વકીલ આલમ તેમજ સગા – સ્નેહીઓ, આગેવાનો, વેપારીઓ, મિત્રો વગેરે શોકમાં ગરકાવ થઇ ગયા છે. જીતુભાઇનો અકસ્માત ભયંકર ગમખ્વાર,  કાર ખાડામાં ગબડી-ટ્રક પલ્ટી મારી ગયો  જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનો ભોગ લેનાર અકસ્માત એટલો ભયંકર ગમખ્વાર હતો જેમાં ટ્રક કારને ટક્કર મારીને પલ્ટી મારી ગયો હતો અને ટ્રકની ઠોકરથી જીતુભાઇની કાર ખાડામાં ગબડી પડી હતી. આજે સવારે ડેરવાણ ચોકડી નજીક પૂર્વ મેયર જીતુભાઇ હિરપરા અને તેમના પત્ની ભાવનાબેનની કારને ટ્રકને ટક્કર મારતા જીતુભાઇનું મોત નિપજયુ હતું અને ભાવનાબેનને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ અકસ્માતની જાણ થતા તાલુકા પીએસઆઇ પી.બી. લક્કડ અને એએસઆઇ એસ.વી. ચુડાસમા વગેરે દોડી ગયા હતાં. એએસઆઇ શ્રી ચુડાસમાએ જણાવેલ કે, ચણા ભરેલી ટ્રક નં.જીજે-૦૧-ટી-૬૯૮૧ના ડ્રાઇવરે જીતુભાઇની કારને સામેથી ઠોકર મારી હતી. ટક્કર બાદ ટ્રક રસ્તા પર પલ્ટી મારી ગયો હતો અને કાર ખાડામાં ગબડી પડી હતી. અકસ્માત એટલી હદે ગમખ્વાર હતો કે જેમાં જીતુભાઇની કાર સંપૂર્ણપણે બુકડો બોલી ગઇ છે. અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રક રઢો મૂકને નાસી ગયો છે. ચણા ભરેલો ટ્રક દોલતપરા સ્થિત દેવ કૃપા ટ્રાન્સપોર્ટનો હોવાનું જાણવા મળેલ છે. પી.એસ.આઇ લક્કડ અને એએસઆઇ ચુડાસમાએ ટ્રક ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. જીતુભાઇ હિરપરા પરિવારમાં સૌથી મોટા પુત્ર હતાં  આજે સવારે માર્ગ અકસ્માતમાં કાળનો કોળિયો થયેલા જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરા તેમનાં પરિવારમાં સૌથી મોટા પુત્ર હતા. ભાજપનાં અગ્રણી અને જીતુભાઇ હિરપરાનાં પારિવારીક સભ્ય વજુભાઇ હિરપરા, જીતુભાઇ સહિત ત્રણ ભાઇઓ અને બે બહેનો હતા. જેમાં જીતુભાઇ મોટા હતા નાનાભાઇ અરૂણભાઇ સુત્રાપાડા પાસે આવેલ જીએચસીએલ.માં ફરજ બજાવે છે. જયારે અરૂણભાઇથી નાનાભાઇ કિરીટભાઇ તેમનાં પરિવાર સાથે અમદાવાદ રહે છે અને ત્યાં નવ મેન્યુફેકચરીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. જીતુભાઇને બે બહેનો છે તેઓ પરિણીત છે અને બંને બહેનો તેમનાં પરિવાર સાથે સુખી સંપન્ન છે. જીતુભાઇનાં પિતા વલ્લભભાઇ અવસાન પામેલ છે. જયારે માતા જમકુબેન હયાત છે અને તેઓ ધર્મપારાયણ છે. જીતુભાઇને બે સંતાનો છે. જેમાં પુત્ર શિવરાજ ગ્રેજયુએટ થયેલ છે જયારે પુત્રી જૂનાગઢમાં ભેસાણ રોડ સ્થિત નોબલ એન્જીનીયરીંગ કોલેજમાં એમ.ઇ.નો અભ્યાસ કરે છે.


મોરવાડાનાં સરપંચની મનમાની બેસવાનાં સરકારી બાંકડા ઘરે મોકલી દીધાં

રાજુ બસિયા

બેસવાનાં સરકારી બાંકડા ઘરે મોકલી દીધાં : મોરવાડાનાં સરપંચની મનમાની
મહિલા સરપંચનો હાસ્યાસ્પદ ખુલાસો છતાં પગલાં લેવાયાં નહી :
વાડ ચીભડાં ગળે એવો ઘાટ
    વડિયામાં : ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલ સરકારી બાંકડા મોરવાડાનાં સરપંચે પોતાનાં વાડીમાં મુકી અને અન્ય  લાગતાવળતાંઓને ફાળવી દીધાં હોવાની લોકોની ટીડીઓ પાસે રજુઆત થયાં બાદ પગે રેલો આવતાં સરપંચે આ પ્રકરણમાં ગળે ન ઉતરે એવો ખુલાસો કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતાં સરપંચ સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડિયા તાલુકાના કુલ ૪૫  ગામો પૈકી મોરવાડા ગામ સૌથી નાનું અને વસ્તી માત્ર ૮૦૦ લોકોની છે. આ ગામમાં સરકારી બાંકડા મુકવા માટે રજૂઆત થતાં ગત વર્ષે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગામ માટે દસ બાંકડા મંજૂર કરવામાં આવ્યાં હતા. પરંતુ મોરવાડાનાં મહિલા સરપંચ દ્વારા આ દસ માંથી છ બાંકડા પોતાની વાડીએ અને છ બાંકડા પોતાનાં મળતીયાઓને ત્યાં  મોકલી દેવાયાં હતા. આ બાબતે ગામમાં કચવાટ ફેલાયો હતો જેથી તેઓએ કુંકાવાવ ટીડીઓ પાસે રજુઆત કરી હતી.
 મહિલા સરપંચે લાજવાને બદલે  પોતાનાં બચાવમાં એવું જણાવ્યું હતું કે, મારી વાડીએ આવેલ મકાને ઘણાં અરજદારો પ્રશ્ર્નોની રજૂઆત કરવાં માટે આવતાં હોય એમને બેસવાં માટે બાંકડા ઘર પાસે મૂકેલા છે. આ બાબતે ગમે તે તપાસ કરી શકે છે. મેં કંઈ ખોટું કર્યું નથી. સરપંચે આ સિવાય બીજા છ બાંકડા પોતાનાં મળતીયાઓને ત્યાં મોકલી દેવાયાં હોવાનો જોકે ખુલાસો કર્યો નહોતો.
પોતાનાં હોદ્દાનો દુરુપયોગ કરનાર મોરવાડાનાં સરપંચે આપેલાં ખુલાસા સામાન્ય માણસને પણ ગળે ઉતરે એવો નથી. બીજીબાજુ આ બાબતે સત્તાધીશો મહિલા સરપંચ સામે પગલાં લેશે કે કેમ તે સવાલ  ગ્રામજનો ઉઠાવી રહ્યાં છે કેમકે બાંકડાઓ ગામની સુવિધા માટે છે, અંગત ઉપયોગ માટે નહીં. સરપંચ જો ગામનું હિત ઇચ્છતા હોય તો ગ્રામ પંચાયત કચેરી ખંઢેર જેવી બની ગઈ છે. ઓફિસ બહાર પગ મુકી ન શકાય એટલું ઘાસ ઉગ્યું છે તે બધું ચોખ્ખું રાખે. એવો કચવાટ ગ્રામજનોમાં ઉભો થયો છે સાથોસાથ મહિલા સરપંચનાં આવાં વલણથી ભારે રોષ ફેલાયો છે.
 મોરવાડાનાં મહિલા સરપંચે જવાબદારી માંથી છટકી જવાં માટે તેમનાં વિરોધીઓ ઉપર બેહુદા આક્ષેપો કર્યા હતા. ગામમાં એવું પણ ચર્ચાય છે કે, આઝાદીનાં આટલાં વરસોમાં કોઈ અરજદારને રજુઆતો કરવાં માટે સરપંચને ઘરે જવું પડ્યું હોય એવું બન્યું નથી અને જો જવું પડે તેમ હોય તો સરપંચનાં ઘરે બેસવાની એટલી સગવડ તો હોયજ. સરકારી બાંકડા ઘરે રાખવાની જરૂરિયાત ઊભી થાય નહીં. વડીયા તાલુકાના એક પણ સરપંચે ઘર પાસે સરકારી બાંકડા મુક્યા નથી.