Main Menu

January, 2018

 

આવતીકાલથી ઢસા,ખીજડીયા,લુણીધાર,જેતલસર ગેજ પરીવર્તન કામ શરૂ થશે : શ્રી કાછડીયા

અમરેલી,
ઘણા સમય થી ટેન્‍ડર બાદ એજન્‍સીઓ ૃારા કામગીરી શરૂ કરવામાં થતા વિલંબ પ્રશ્‍ને સાંસદશ્રી દ્વારા ઉચ્‍ચ કક્ષએ રજૂઆતો કરાઈ હતી.
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ૃારા અમરેલી સંસદીય વિસ્‍તારના લોકોના વિવિધ પ્રશ્‍નો અંગે સતત ઉચ્‍ચ કક્ષએ રજૂઆતો કરવામાં આવે છે જેના પરીણામે અમરેલી અને તેને સલગ્ન મીટરગેજ લાઈનોને બ્રોડગેજમાં પરીવર્તન કરવાના કામો મંજુર થઈ આવેલ છે. ત્‍યારે ઢસાલ્‍ખીજડીયાલ્‍વડીયાલ્‍લુણીધારલ્‍જેતલસર લાઈનના ગેજ કન્‍વર્જનના કામ માટે ઢસા થી લુણીધાર અને લુણીધાર થી જેતલસર એમ બે વિભાગમાં ટેન્‍ડરીંગ થયેલ હતુ. પરંતુ ટેન્‍ડરીંગ થયા બાદ એજન્‍સીઓ ૃારા કામગીરી શરૂ કરવામાં થતા વિલંબ પ્રશ્‍ને સાંસદશ્રી ૃારા કરવામાં આવેલ ઉચ્‍ચ રજૂઆતના પરીણામે આગામી તા. 1 ફેબ્રુઆરી, ર917 થી ઢસાલ્‍જેતલસર લાઈનના ગેજ કન્‍વર્જનની કામગીરી ચાલુ થનાર છે અને જેથી આગામી 1 ફેબ્રુઆરી થી જુનાગઢ અને વેરાવળ થી આવતી બધી ટ્રેનો અમરેલી સુધી જ ચાલશે તે બાબતે ડી.આર.એમ.શ્રી, ભાવનગર તરફ થી સાંસદશ્રીને જાણ કરવામાં આવેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.


ખાંભા ના રાયડી ગામે વૃદ્ધ દંપતી ને માર મારી ત્રણ લાખ રોકડ દાગીના મોટર સાયકલ ની લૂંટ..

ખાંભા..મોહસીન પઠાણ ડેડાણ

.. મોડિરાત્રી રાત્રી નો બનાવ ..

.. માત્ર 24 કલાક માં ખાંભા તાલુકા માં લૂંટ ચોરી ના બે બનાવ થી પોલીસ કામગીરી સામે ઉઠતા સવાલો..

.. રાયડી ગામે થયેલ લૂંટ બાદ ગામ માં અન્ય રહીશો માં પણ ડર નો માહોલ.

.. ખાંભા પોલિસ ને જાણ થતાં તાપસ માટે દોડી ગઈ.

.. ખાંભા પોલીસ દ્વારા એફ.એસ.એલ અને ડોગ સ્કોડવઃ ની મદદ માંગી..

.. મોટર સાયકલ ઉપર આવેલ 3 લૂંટારું એ આપ્યો અંજામ..

.. મકાન ના દરવાજા નો નકુચો તોડી લૂંટારું ત્રાટકીયા..

.. વૃદ્ધ દંપતી ને માર પણ માર્યો.

.. આ વિસ્તાર માં આજુ બાજુ ના ગામો માં ખેતી માં આદિવાસી ભાગીયા હોઈ પોલીસ હાલ તેમની ઉપર શંકા ની સોઈ..

.. ગત કાલે ડેડાણ માં પણ મોટરસાયકલ અને 2 દુકાનો ના શટર ઉંચા કરી ચોરી કરનારા પણ 4 તસ્કરો હતા..

.. ખાંભા પોલીસ માટે ચોરી લૂંટ બનાવો માં વધારો થતાં પોલીસ ની કામગીરી પાર ઉઠતા સવાલો..

.. રાત્રી ના પોલીસ પેટ્રોલિંગ વધારવા ની તાતી જરૂરિયાત..

.. ભોગ બનનાર મુળજીભાઈ અરજણભાઈ સાવલિયા ને લૂંટારું ઓએ માર માર્યો..

                    ખાંભા રાયડી ગામે વાડી વિસ્તાર ગામ ના છેવાડે રેહતા વૃદ્ધ દંપતી ને ગત રાત્રી ના લૂંટારું ઓએ મારમારી ત્રણ લાખ જેટલી રોકડ અને દાગીના મોટરસાયકલ ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે આ અંગે ખાંભા પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યારે આ વૃદ્ધ દંપતી ને સારવાર અપાવી વિગતો મેળવી હતી અને તાપસ હાથ ધરી હતી ત્યારે માત્ર 24 કલાક માં ખાંભા ના ડેડાણ આઉટ પોસ્ટ નીચે આવતા એક લૂંટ, 2 દુકાનો ના શટર ઉંચા કરી ચોરી ને એક મોટરસાયકલ ની ઉઠાંતરી થતા પોલિસ ની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે 

             મળતી માહિતી પ્રમાણે ખાંભા તાલુકા ના ડેડાણ આઉટ પોસ્ટ નીચે આવતા રાયડી ગામે ગત રાત્રી ના મોટરસાયકલ ઉપર ત્રણ લૂંટારું આવ્યા હતા ત્યારે રાયડી ગામના છેવાડે રેહતા મુળજીભાઈ અરજણ ભાઈ સાવલિયા અને સવિતાબેન મુળજીભાઈ સાવલિયા વૃદ્ધ દંપતી ને આ લૂંટારુઓએ ટાર્ગેટ બનાવીયા તેમના ઘર ને આડશ માં પતરા ના ડેલા નો નકુચો તોડી અંદર પ્રવેશ કરી આ વૃદ્ધ દાંપતિ ઉપર હુમલો કરી બેઠા હતા અને ઘર માં રહેલ રોકડ એને દાગીના મળી અંદાજે ત્રણ લાખ ની માલમાતા ની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા જ્યારે આ વૃદ્ધ દંપતી એ જ્યારે આ લૂંટારું ઓનો સામનો કરવા ની કોશિશ કરતા બને ને મૂઢ માર માર્યો હતો ત્યારે હજુ ગઈકાલે જ ડેડાણ માં ચાર જેટલા તસ્કરો 2 દુકાનો માં ચોરી અને એક મોટરસાયકલ ની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા છે ત્યારે તેવો ના સીસી ટીવી ફૂટેજ પણ છે તેના સુધી પોલીસ પોહચી નથી શકી ત્યારે આ બનાવ ના પગલે આ વિસ્તાર ના રહીશો એ પણ પોલીસ ની નિષ્ક્રિયતા સામે સવાલોના પહાડ ઉભા કરી દીધા છે જ્યારે બીજી તરફ ખાંભા પોલીસ દ્વારા આ લૂંટ ના લૂંટારું સુધી પોહચવા માટે ડોગ સ્કોડ અને એફ એસ એલ ની મદદ માંગી છે ત્યારે આ ઘટના ના ઘેરા પ્રત્યાઘાત પડતા અહીં ડી વાય એસ પી,એલ સી બી , ધારી પી આઈ , ખાંભા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને લૂંટારું ના સગડ મેળવવા તાપસ હાથ ધરી હતી..

બોક્સ.. રાયડી ગામે જે વૃદ્ધ દંપતી ભોગ બની છે તેમની પાસે થી લૂંટારું ચેન 1, કડી 1,વીંટી 3,કાન ટોટી 2, તેમજ તોડા,છડા,બુટી,કડા અને એક મોટરસયકલ ની લૂંટ ચલાવી હતી,,

બોક્સ.. લૂંટારું ઓએ આ વૃદ્ધ દંપતી ને મારા મારી ઘરમાં રહેલ કબાટ ની તિજોરી ખોલાવી લૂંટ ચલાવી હતી ત્યારે ઉતાવળ માં લૂંટારું નકુચા તોડવા જે હથિયાર નો ઉપયોગ કરતા હતા તે છોડતા ગયા હતા.

બોક્સ.. આ મુળજીભાઈ અરજણભાઈ સાવલિયા ને સંતાન માં 3 પુત્રો છે જે તમામ ના લગ્ન થયા બાદ રોજીરોટી માટે સુરત સ્થાયી થયેલા છે ત્યારે તેવો અહીં રહી ને પોતાની ખેતી કરતા હતા..

બોક્સ..એક વર્ષ પહેલાં આ જ રીતે ખાંભા ના જીવાપર ગામે ખાંભા માર્કટિંગ યાર્ડ ના પ્રમુખ ઉપર લૂંટારુઓએ ઘર માં ઘુસી હુમલો કરી લૂંટ ચલાવી હતી તે લૂંટ ના આરોપી પણ હોઈ તેવું અનુમાન મનાઈ રહ્યું છે …


ડેડાણ ગામ મા છેલ્લાં ચાર મહિના થી ચોર ટોળકી સક્રિય

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ
ખાંભા
ડેડાણ ગામ મા છેલ્લાં ચાર મહિના થી ચોર ટોળકી સક્રિય છે
ખાંભા પોલીસ માટે માથાનો દુઃખાવો સમાન બની ગઇ છે આ ટોળકી
ઉપરોક્ત વિગત અનુસાર ખાંભા તાલુકાના ડેડાણ ગામ છેલ્લાં ચાર મહિના થી સતત વધી રહેલા ચોરી ના બનાવો થી વેપારીઓ તથા ગામજનો મા ભય ફેલાયો છે ત્યારે ગત મોડી રાત્રે એક જ કલાક મા ત્રણ સ્થળે ચોરી ના બનાવ બન્યો છે તસ્કરો દ્વારા ડેડાણ હાઇવે ને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો અને જુદીજુદી ત્રણ જગ્યાએ ચોરી કરેલ છે તેમા દુકાન નં એક બાપા સીતારામ ટેડ્ડસૅ તેની અંદર પ્રવેશી ને કબાટ તોડી અંદર થી પંદરસો નૂ પરચૂરણ લઈ ગયા હતા અને પછી આગળ આવેલ ગેલકુપા ગેરેજ માથી લાલાભાઇ ભગાભાઇ મકવાણા નૂ મોટરસાયકલ નંબર જી જે જે – ૧૧ બી સી ૫૦૯૫ નંબર નૂ મોટરસાયકલ ચોરી કરી અને તેનાથી આગળ એક ફરસાણ ની દુકાન નૂ શટર તોડી અંદર પ્રવેશી ને પાંચ હજાર રૂપિયા રોકડા અને મિઠાઇ નો નો નાસ્તો કરી મહેમાનગતી માણી હતી અને રોકડ રકમ તેમજ મોટરસાયકલ મળી ૪૫૦૦૦ હજાર જેટલો મુદામાલ ની ચોરી કરી ગયેલ છે આ અંગે રાજુલા ના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ખાંભા પી એસ આઇ વાઘેલા ને ટેલીફોન દ્વારા તટસ્થ તપાસ કરવા સુચના આપી હતી અને ડેડાણ ગામ ના વેપારી ભાઇઓ તથા ગામ ના આગેવાનો મહેશભાઈ કોટીલા તથા બાબુભાઈ મકવાણા આદમભાઇ ટાંક નટુભાઈ રાઠોડ દિપકભાઇ લાતીવાળા મનસુખભાઇ સાવલયા બહાદુરભાઇ હીરાણી ચેતનભાઈ જાની ઇસ્માઇલખાં પઠાણ જાહીદખાંન તીન ગુલાબ સહિતના મોટી સંખ્યામાં ડેડાણ આઉટ પોસ્ટ ખાતે ભેગા થયા હતા અને અવારનવાર આવા બનાવો બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા ગામમાં પેટ્રોલિંગ કરવામાં આવે અને તસ્કરો ને પકડી પાડી જાહેર મા સરભરા કરવામાં આવે જે થી કરીને આવા બનાવો વારંવાર બને નહીં અને વધુમાં પી એસ આઇ વાઘેલા સાહેબ ને ડેડાણ ગામ ના રાજવી પરિવારના દરબાર શ્રી મહેશભાઈ કોટીલા દ્વારા મૌખિક રીતે રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી ડેડાણ ગામ મા કાયદો અને વ્યવસ્થા કથળેલી હોય બેફામ રીતે દેશી દારૃ ઠેર ઠેર હાટડીઓ ચલાવાય છે તે ક્યારે બંધ થશે તે અંગે પી એસ આઇ વાઘેલા દ્વારા આગામી દિવસોમાં ડેડાણ ગામ દારૂબંધીના નિયમ નો કડક અમલ કરવામાં આવશે ત્યારે મહેશભાઈ કોટીલા દ્વારા દબંગ પી એસ આઇ ગડ્ડુ સાહેબ નૂ ઉદાહરણ આપવામાં આવ્યું હતું


દામનગર શહેર માં પુસ્તક મેળો અને વ્યસન મુક્તિ પ્રદર્શન   

નટુભાઈ ભાટિયા દ્વારા

દામનગર શહેર માં પુસ્તક મેળો અને વ્યસન મુક્તિ પ્રદર્શન                                                                  દામનગર શહેર માં બે દિવસ ચાલનાર પુસ્તક મેળો અને વ્યસન મુક્તિ પ્રદર્શન ગાયત્રી જ્ઞાન મંદિર અમરેલી દ્વારા આયોજિત દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન મહાજન વાડી ખાતે તા૩૦/૧ થી તા૩૧/૧ સુધી                                                                               પુસ્તક મેળો અને વ્યસન મુક્તિ પ્રદર્શન  ને ભવ્ય સફળતા.                                                                                                                                    પ્રથમ દિવસે જ હજારો છાત્રો દ્વારા પુસ્તક મેળા ની મુલાકત લીધી અને વ્યસન મુક્તિ  પ્રદર્શન નિહાળ્યું                                                                                 ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી દ્વારા ગુરૂદેવ રામશર્મા આચાર્ય રચિત ૪૨૦૦ કરતા વધુ પુસ્તકો વ્યક્તિ વિકાસ વિચાર પ્રેરક ઉર્જા સ્ત્રોત સમાં પુસ્તકો ની વિશાળ શ્રેણી ૫૦% ના દર થી પુસ્તક મેળા ને ભવ્ય સફળતા 


રાષ્ટ્રીય પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત સાવરકુંડલા ખાતે સમૂહ લગ્નોત્સવ માં અર્બન હેલ્થ કચેરી દ્વારા થયેલ પોલીયો બુથ પર હાઈએસ્ટ 400 ઉપરાંતના ટીપા બાળકોને પીવરાવીને સરકારના અભિગમને સાર્થક કરવા અર્બન હેલ્થ ડિપાર્ટમેન્ટ સફળ રહ્યું હતું

ફારૂક કાદરી દ્વારા

સાવરકુંડલા

રાષ્ટ્રીય પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત સાવરકુંડલા ખાતે સમૂહ લગ્નોત્સવ માં અર્બન હેલ્થ કચેરી દ્વારા થયેલ પોલીયો બુથ પર હાઈએસ્ટ 400 ઉપરાંતના ટીપા બાળકોને પીવરાવીને સરકારના અભિગમને સાર્થક કરવા અર્બન હેલ્થ ડિપાર્ટમેન્ટ સફળ રહ્યું હતું
સાવરકુંડલા ખાતે ઓપન એર થિયેટર ખાતે અર્બન હેલ્થ કચેરી દ્વારા પોલીયો નું બુથ ઉભું કરવામાં આવેલ હતું આ પોલીયો બુથનું ઉદ્ધાટન સૂફીસંત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીએ કર્યું હતું અને 0 થી 5 વર્ષના નાના ભૂલકાઓને પોલીયો નું દુષણ નેસ્ત નાબૂદ કરવાના સરકારના અભિગમને સારો પ્રતિસાદ મળ્યો અને 400 ઉપરાંતના બાળકો એ પોલિયા ના બે ટીપાં પી ને પોલીયો નાબુદી અભિયાન સાર્થક કર્યો હતો લાઠી ના ધારાસભ્ય વિરજી ઠુમમર, વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના બંધુ શરદ ધાનાણી, સાથે સાવરકુંડલા ના માનવતાના મસીહા કહેવાતા ડૉ. જે.બી.વડેરા, મેહુલભાઈ વ્યાસ (ગજાનન લેબોરેટરી), રફીકભાઈ કુરેશી, ડો.ગફારભાઈ જાદવ, બ્લોક હેલ્થ કચેરીના ડૉ. મીના, સહિતના નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અર્બન હેલ્થ કચેરીના ડો.સમીર સવટ ની જહેમત રંગ લાવી હતી અને 400 ઉપરાંતના બાળકોએ પોલીયા ના ટીપાં પીધા હતા


દલિત સમાજ ના અગ્રણી ઓ દ્વારાકલેકટર શ્રી ને આવેદન પાઠવામાં આવ્યું

શૈલેષ પરમાર દ્વારા

બાબરા પોલીસ માં નોકરી કરતો અને અસામાજિક પ્રવૃત્તિ માં સંકળાયેલ અરજણ વાજા દ્રારા બાબરા ના ક્રાઈમ ન્યૂઝ ના રિપોર્ટર અને દલિત સમાજ ના આગેવાન શ્રી જીવરાજ પરમાર ખોટા કેસ માં ફસાવી દેતા તેના વિરોધ માં સમાજ ના લોકો દ્રારા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને આવેદન આપી તાત્કાલિક પગલાં લેવા માગણી કરાઈ જેમાં શૈલેષ પરમાર , ધીરુભાઈ ખીટોલિયા , દીપકભાઈ પરમાર , રિપલભાઈ હેલૈયા , ગોવિંદભાઇ ધાંધલ , ભાવેશભાઈ બગડા, પપ્પુભાઈ વાઘેલા , નારણભાઇ સોંધરવા , હિમતભાઈ ખુમાણ , ગાંપતભાઈ ધાંધલ ,


ઓળીયા સિમરણ વચ્ચે અકસ્માત

સુભાષ સોલંકી દ્વારા
સાવરકુંડલાના ઓળીયા- સીમરણ વચ્ચે ગંભીર અકસ્માત – એકનુ ઘટના સ્થળે મોત.
જેસીબી મશીન વડે લાશ બહાર કઢાઈ.
બે ટ્રક સામસામે અથડાતા સજાૅયો ગંભીર અકસ્માત.
૨૪ કલાક પુરી નથી થઈ ત્યાં બન્યો બીજો અકસ્માત.
સા.કુંડલાથી અમરેલી રોડ પર પાંચ કિમી.દુર આવેલ ઓળીયા- સીમરણ ગામ વચ્ચે આજે સાંજના ૪ કલાકે બનેલ ગંભીર અકસ્માતના મળતા અહેવાલ મુજબ સા.કુંડલા- અમરેલી માગૅ પર ઓળીયા અને સીમરણ ગામ વચ્ચે આજ સાંજના ૪ કલાક આસપાસ સિમેન્ટ ભરેલા ટોરસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સજાૅયો હતો.બે ટ્રકો વચ્ચે ફસાયેલ એક વ્યક્તિનુ ઘટના સ્થળે કરૂણ મોત નિપજેલ.તેમજ અન્ય એકની હાલત ગંભીર હોય ૧૦૮ મારફત ઈમરજેન્સી હોસ્પિટલ ખસેડાયેલ. ફસાયેલ ડેડબોડીને કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી.તેમજ સાવરકુંડલા હિતેશ સરવયા સહિત જાબાળ નાં સરપંચ ભૂપેન્દ્ર ભાઈ ખુમાણ અહીં દોડી આવ્યા હતા સિમેન્ટ ભરેલા ટોરસનુ આગળનુ ટાયર ફાટતા ગંભીર અકસ્માત સજાૅયેલ.ઘાયલ થયેલા તમામ જાબાળ ગામ ના હોવાનું ભૂપેન્દ્ર ભાઈ એ જણાવ્યું હતું
અકસ્માતની જાણ થતા સા.કુંડલા રૂરલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ડેડબોડી બહાર કાઢી જરૂરી કાયૅવાહી હાથ ધરેલ.
( રિપોટૅ: સુભાષ સોલંકી)
સાવરકુંડલા


વીરપુર જલારામધામ માં આવિષ્કાર ઉનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયા અનોખા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન

કિશન મોરબીયા દ્વારા વીરપુર

*વીરપુર જલારામધામ માં આવિષ્કાર ઉનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયા અનોખા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન…*

વીરપુર જલારામધામ માં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ આવિષ્કાર મહિલા વિકાસ મંડળ દ્વારા એક અનોખો સમુહલગ્નોત્સવ યોજાયો હતો જેમાં 64 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા,વીરપુર ના કોઠારી સ્ટેડિયમમાં સાતમાં સમુહલગ્નની અનોખી રીતે યોજાયા હતા પોલિયો નાબૂદ અભિયાન અંતર્ગત પોલિયોબુથ ઉભા કરીને જેમાં 28 જાન્યુઆરી પોલિયો રવિવાર હોવાથી આ સમુહલગ્નમાં આવેલા વરપક્ષ તથા કન્યાપક્ષ ના એક થી પાંચ વર્ષના નાના બાળકોને પોલીયો ના ટીપા પીવડાવવામાં આવ્યા હતા સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો,આ સમુહલગ્નમાં લગ્નમંડપ માં “બેટી બચાવો” ,”બેટી પઢાવો” ,”સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવો”,તેમજ સ્વચ્છતા જાળવો ના બેનરો બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેમજ બેટી બચાવો – બેટી પઢાવો ની નવદંપતીઓને સમજ પણ અપાયી હતી સાથે સાથે નારી સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ખાંટ રાજપૂત સમાજની અગિયાર દીકરીબાઓ કે જે ગુજરાત સરકાર ના અલગ અલગ ક્ષેત્રે ફરજ બજાવે છે જેમકે પોલીસ ડિપારમેન્ટ,ફોરેસ્ટ ડિપારમેન્ટ વગેરે અલગ અલગ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી સરકારી જોબ કરે છે તેવા અગિયાર દિકરબાઓનું વિશેષ સન્માન કરવામાં પણ આવ્યું હતું,
નારી ને પ્રાધાન્ય આપી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સમૂહલગ્નોત્સ અનોખી રીતે યોજવામાં આવ્યો હતો.
આ સમુહલગ્નમાં નવદંપતિ ને આશીર્વચન પાઠવવા શ્રી જયેશભાઇ સોઢા બાપાસીતારામ કડબાલ તેમજ મુંબઈ થી ખાસ મહેમાનોએ હાજર રહ્યા હતા.
આ સમુહલગ્નમાં મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ભૂખી ગામ ના યુવાનો તેમજ ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગીર વિભાગ ના યુવાનોએ કરી હતી જ્યારે ટ્રાફિકની વ્યવસ્થા કનૈયા ગ્રુપ થોરાળા ગામના યુવાનોએ કરી હતી.
આ સમૂહલગ્નોત્સવ ને સફળ બનાવવા અવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ સરવૈયા, ટ્રસ્ટી મહેશભાઈ ભડેલીયા , ટ્રસ્ટી ભાવેશભાઈ સરવૈયા તેમજ અવિષ્કાર મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી જલ્પાબેન સરવૈયા તેમજ મંત્રીશ્રી કુ.દયાબેન ઉકાભાઈ મોરબીયા તથા ટ્રસ્ટી કુ.કાજલ રાઠોડ તેમજ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

🙏🏻


‘અમૂલ’ના ચેરમેન પદે શ્રી રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન પદે શ્રી કનિદૈ લાકિઅ જેઠા ભરવાડ ચૂંટાઇ આવ્યા છે

ગાંધીનગર : ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની ચૂંટણીમાં વાર્ષિક ર૭૦૦૦ કરોડના ટર્ન ઓવરવાળા ‘અમૂલ’ના ચેરમેન પદે શ્રી રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન પદે શ્રી કનિદૈ લાકિઅ જેઠા ભરવાડ ચૂંટાઇ આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની આ ચૂંટણીમાં 18 ડેરી સંધોના ચેરમેનેએ મતદાન કર્યું હતુ. આજે ચેરમેન અને વાઈસ કનિદૈ લાકિઅ ચેરમેન પદ માટે અકિલા યોજાયેલી ચૂંટણી પહેલા ડેરી સંઘના પ્રમુખોની બેઠક યોજાઈ હતી જેમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી શ્રી ઈશ્વર કનિદૈ લાકિઅ પટેલ હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ચેરમેન પદે શંકર ચૌધરીનું નામ અકીલા ચર્ચામાં હતુ અને આ પદ માટે શંકર ચૌધરી, જેઠાભાઈ પટેલ અને કનિદૈ લાકિઅ રામસિંહ પરમાર રેસમાં હતા. પરંતુ આજે રામસિંહ પરમાર ચેરમેન પદે ચૂંટાઇ આવતા આ અટકળનો અંત આવ્યો છે. નોંધનીય છે કે 2014થી જેઠાભાઈ પટેલ ચેરમેન કનિદૈ લાકિઅ તરીકે ચૂંટાતા હતા. વિપુલ ચૌધરી બાદ સતત ચૂંટાતા ચેરમેન તરીકે તેઓનું નામ હતુ.


વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત 11 સામે અમરેલી કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યુ

ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યુ છે. અમરેલીની ચીફ કોર્ટે પરેશ ધાનાણી સહિત 11 આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
લાઠીના ધારાસભ્ય સહિત 11 સામે ઇશ્યુ કરવામાં આવેલા આ વોરંટમાં પાલિકા પ્રમુખ અલકા ગોંડલિયાના નામનો પણ સમાવેશ થાય છે.
અગાઉ સરકાર વિરુધ્ધ કરેલા આંદોલન અને પૂતળા દહન કરવાના કેસમાં આ લોકો સામે કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું છે.