Main Menu

dilipbhai

 

સાવરકુંડલા ના ઓળીયા પાસે અકસ્માત..થતા જસરાજ સેના ના પ્રમુખ હિતેશ સરીયા સહિત સેવા ભાવિ દોડી ગયા

સાવરકુંડલા ના ઓળીયા પાસે અકસ્માત..થતા જસરાજ સેના ના પ્રમુખ હિતેશ સરીયા સહિત સેવા ભાવિ દોડી ગયા

સાવરકુંડલા થી ૧૦ કિલોમીટર દૂર અમરેલી ક્રિષ્ના કેટરસ વાળા ની આઇસર ગાડી ને નડ્યો હતો અકસ્માત. જેથી તાલુકા પંચાયત પ્રમુખશ્રી  એ અકસ્માત ની જાણ સાવરકુંડલા તાલુકાના ૧૦૮ એવા શ્રી વીરદાદા જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા ને કરતા જ તુરંત જ પોતાની એમ્બ્યુલન્સ લઈને સિવિલ હોસ્પિટલ પોહચી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અપાવી વધુ સારવાર માટે જીજ્ઞેશભાઈ, વિશાલભાઈ, રવિભાઈ, નીતિનભાઈ, કૈલાસબેન, મુક્તાબેન, રશીદાબેન વગેરે ને પોતાની એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે રીફર કર્યા..


બ્રેકિંગ… રાજુલા નગરપાલિકા ના 18 સદસ્યો સસ્પેન્ડ થતા ખળભળાટ…

બ્રેકિંગ
અમરેલી : રાજુલા નગરપાલિકા ના 18 સદસ્યો સસ્પેન્ડ થતા ખળભળાટ……..

અગાવ રાજુલા નગરપાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ ની બહુમતી આવતા મીનાબેન વાઘેલા ને પ્રમુખ પદે વરણી કરવા માં આવી હતી…..

1 માસ બાદ કોંગ્રેસ ના 18 સદસ્યો અવિશ્વાસ લાવી બાઘુબેન વાણીયા ને પ્રમુખ પદે બેસાડ્યા હતા………

3 માસ બાદ આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ 18 સદસ્યો ને સસ્પેન્ડ ની નોટિસો આપી

પ્રમુખ સહિત 18 સદસ્યો કોંગ્રેસ પક્ષ સસ્પેન્ડ કરતા રાજુલા શહેર નો વહીવટ કથળશે……..

આગામી દિવસો માં નગરપાલિકા માં પ્રમુખ પદ ને લઇ ને કડાકા ભડાકા ના એંધાણ……..


બ્રેકીંગ …. અમરેલી-રાજુલાના કુંભારીયા નો બ્રીઝ ધરાશાઈ

બ્રેકીંગ ….

અમરેલી-રાજુલાના કુંભારીયા નો બ્રીઝ ધરાશાઈ  થયો
ઓચિંતા આવેલા પુરથી બ્રિજ પાણીમાં ધરાશાઈ થયો
તૂટેલા બ્રિજ પર લોકો જીવની પરવાહ કર્યા વિના તૂટેલા બ્રિજ પર ફરી રહ્યા છે….
બ્રિજ પરથી વહી રહ્યા છે પૂરના પાણી…..
પુર ના પ્રવાહ વચ્ચે ફોરવહીલ, બાઇકો ની આવનજાવન ચાલુ….
અર્ધ તૂટેલા બ્રિજ પર લોકોની સતત અવરજવર……
તંત્રના બાબુઓ કુંભારીયા બ્રિજ પર લોકોની અવરજવર અંગે નિષ્ક્રિય…
રાજુલા ડુંગર જોડતા જોલાપરી નદી ના પુરથી અડધો બ્રિજ થયો છે ધરાશાઈ…….


રાજુલા તાલુકા ના વિસળિયા ગામમાં સિંહો દ્વારા ૬૨ જેટલા બકરાં અને નાના-નાના બચ્ચાંઓને ફાડી નાખ્યાં

રાજુલાના વિસળિયા ગામમાં સિંહો દ્વારા ૬૨ જેટલા બકરાં અને નાના-નાના બચ્ચાંઓને ફાડી નાખ્યાં
વરસાદના કારણે જંગલોમાં પાણી ભરાયાં જંગલના રાજા સિંહ રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે આવી ઘટના રાજુલા તાલુકાના વિસળિયા ગામમાં બની પશુપાલન આતુભાઈ બીજલભાઈ શિયાળે પોતાના બકરાં નદી કિનારે એક વાડામાં રાખ્યા હતા પરંતુ રાત્રિના સમયે ધોધમાર વરસાદના કારણે કોઈ વાડે ગયું ના હતું એટલે રાત્રે સિંહો દ્વારા ૬૨ જેટલા બકરાંને ફાડી નાખ્યાં હતાં તેમાં ૧૭ જેટલા નાના-નાના બચ્ચાં નો પણ સમાવેશ થાય છે ૩૫ જેટલા શિકાર કરેલાં બકરાં વાડામાં પડ્યા હતા જ્યારે અન્ય બકરાં નદીમાં ૧ કિલોમીટર સુધી તણાયા હતાં. ઘટનાની જાણ વિસળિયાના ગામનાં સરપંચ વિક્રમભાઈ શિયાળને થતાં તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી હતી ફોરેસ્ટ ગાર્ડ મંગાભાઈ ધાપા તથા ધીરુભાઈ સરવૈયા પણ તુરંત દોડી ગયા હતા ત્યારબાદ વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેવોએ પણ સ્થળ તપાસ કરી હતી


મોટા બારમણ પાસે આવેલ આજરોજ અતિવૃષ્ટિ ને કારણે રાયડી ડેમ વહેલી સવારે 5 કલાકે ઓવરફ્લો

ખાંભા દશરથ સિંહ રાઠોડ

મોટા બારમણ પાસે આવેલ આજરોજ અતિવૃષ્ટિ ને કારણે રાયડી નદી ગાંડીતુર , રાયડી ડેમ વહેલી સવારે 5 કલાકે ઓવરફ્લો થતા 1 દરવાજો 1 ફૂટ ખોલી 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી છોડાયું, નીચેના વિસ્તાર ને હાઇએલર્ટ , રાત્રી દરમ્યાન 6 ઇંચ વરસાદ ખાબક્યો


સિનિયર કક્ષાનાં ૨૧ આઇએએસ અધિકારીઓની બદલીઃ વિજય નહેરા અમદાવાદના નવા મ્‍યુનિ.કમિશ્નરઃ અજય ભાદુ વડોદરાના મ્‍યુનિ. કમિશ્નરઃ મુકેશ કુમાર એજ્‍યુકેશન વિભાગના (પ્રાઇમરી) વિભાગના સેક્રેટરી પદેઃ એ.એમ.તીવારી નવા ગૃહસચિવ

ગાંધીનગર : સિનિયર કક્ષાનાં ૨૧ આઇએએસ અધિકારીઓની બદલી થઇ છે, જેમાં પ્રોસ્‍ટીંગ વિહોણા રાજકોટના પુર્વ મ્‍યુનિ. કમિશ્નર વિજય નહેરા અમદાવાદના  મ્‍યુનિ.કમિશ્નર જયારે અજય ભાદુ વડોદરાના મ્‍યુનિ. કમિશ્નર તથા અમદાવાદ મ્‍યુ.કમિશ્નર મુકેશ કુમારને એજ્‍યુકેશન વિભાગના (પ્રાઇમરી) વિભાગના સેક્રેટરી તરીકે બદલવામાં આવ્‍યા છે આ સિવાઇ જેમની બદલી થઇ છે તેમાં જીએસએફસીલી (વડોદરા)ના મેનેજીંગ ડીરેકટર એ.એમ.તીવારી નવા ગૃહસચિવ તરીકે નિવૃત થતા એમ.એસ.ડાગુંરના સ્‍થાને મુકવામાં આવ્‍યા છે. ડો.ટી નટરાજને મેનેજીંગ ડાયરેકટર સ્‍ટેટ પેટ્રોલીયમ લીયમ કોર્પો.લીના એમ.ડી.તરીકે, જયારે અરવિંદ અગ્રવાલને (ફોરેસ્‍ટ) વિભાગને એડીશ્‍નલ ચીફ સેક્રેટરી (ફાયનાન્‍સ)સપૂર્ણ હવાલો, નિવૃત થતા એમ.એસ. ડાગુરને  ડીસ્‍પોઝલ ઓફએનર્જી, એનર્જી અને પેટ્રો કેમીકલ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી સુજીત ગુલાટીને ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર અને  કેમીકલ્‍સલી (વડોદરા) ખાતે, ફુડ સિવીલ સપ્‍લાઇઝ વિભાગના એડીશ્‍લ ચીફ સેક્રેટરી શ્રીમતી સંગીતા સીંઘને ફુલ ફલેજ તરીકે જીએડી વિભાગમાં,લેબર વિભાગના ડો.રાજીવ કુમાર ગુપ્તાને (ફોરેસ્‍ટ) વિભાગમાં, પંચાયત વિભાગના પ્રિન્‍સીપલ સેક્રેટરી રાજગોપાલને પેટ્રોકેમીકલ્‍સ વિભાગમાં,પોર્ટ અને ટ્રાન્‍સપોર્ટ વિભાગના વિપુલ મિત્રાને લેબર વિભાગમાં,કમિશ્નર ઓફ કોટેજ એ.કે. રાકેશને પંચાયત, રૂરલહાઉશીંગ અને રૂરલડેવલોપમેન્‍ટ, પ્રાયમરી એજ્‍યુકેશન વિભાગના પ્રિન્‍સીપલ સેક્રેટરી શ્રીમતી સુનયના તોમરને પોર્ટસ અને ટ્રાન્‍સપોર્ટ,કોટેજ અને રૂરલ ઇન્‍ડસ્‍ટ્રીના સંદીપ કુમારના એ.કે.રાકેશના સ્‍થાને કોટેજ અને રૂરલ ઇન્‍ડસ્‍ટ્રીમાં,વડોદરાના મ્‍યુનિ.કમિશ્નર વિનોદ રાવને (એગ્રીકલ્‍ચલર),ડેવલપમેન્‍ટ કમિશ્નર મનોજ અગ્રવાલને સામાજીક ન્‍યાય, સેટલમેન્‍ટ કમિશ્નર એન.પી.ઠક્કરને ડેવોલોપમેન્‍ટ કમિશ્નર પદે, સામાજીક ન્‍યાયના કમલ દયાનીને ફુડ અને સિવીલ સ્‍પલાયઝ,લોચન શહેરાને (હાઉસીગ અને નિર્મલ ગુજરાત) શ્રીમજી અંજુ શર્માને શૈક્ષણિ વિભાગનો ઓવરઓલ ચાર્જ, મેરીટાઇમ બોર્ડના અજય ભાદુને વડોદરા મ્‍યુનિ. કમિશ્નર, મોહમદ સાહીદને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (ગાંધીનગર) તથા લાબી તાલીમમાંથી પરંત ફર્યા બાદ પોસ્‍ટીંગ વગરના રાજકોટના પૂર્વ મ્‍યુનિ.કમિશ્નર વિજય નહેરાને અમદાવાદના મ્‍યુનિ.કમિશ્નર પદે મુકવામાં આવ્‍યા છે.


ખાંભા – સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત થયા બાદ અન્ય બે બસ નો અકસ્માત થતા.ખાંભા સાવર કુંડલા રોડ બે કલાક સુધી બંધ થતા રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો

ખાંભા
દશરથસિંહ રાઠોડ

ખાંભા – સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત થયા બાદ અન્ય બે બસ નો અકસ્માત થતા.ખાંભા સાવર કુંડલા રોડ બે કલાક સુધી બંધ થતા રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો

આજે સવારે ખાંભા સવાર કુંડલા રોડ લાપાળા પાસે સાવર કુંડલા રોડ પર તંત્ર ની બેદરકારી થી બે અલગ અલગ અકસ્માત થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા રોડ પર ચક્કાજામ થયો હતો પેહલા સવાર માં અમદાવાદ રૂટ ની જલારામ ટ્રાવેલ્સ નો પીપર ના ઝાડ સાથે અકસ્માત.મુસાફરો નો ચમતકારીક બચાવ થયો હતો.અને પાંચ વ્યક્તિ ને નાની મોટી ઇજા થયેલ હોવાનું જાણવા મળેલ હતું.ત્યાર બાદ આજ રોડ પર અગિયાર વાગે અન્ય એક ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની બસ બાજુ ની સાઈડ માં ઉતરી જતા બે કલાક સુધી રોડ બંધ થઇ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ જતાં વાહનો ની કતારો લાગી હતી આ જગ્યા પર એક જ મહિના મા નાના મોટા થી છ કરતા વધારે અકસ્માત .વળાક મા ખાડો હોવાથી વારંવાર અકસ્માત થતો હોય છે અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આ રોડ પર નો ખાડો બુરવા માં આવતો નથી જેના કારણે વાહન ચાલકો આ જગ્યા પર વરમવાર અકસ્માત સર્જાય છે અને કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ નો જીવ હોમાય તે પહેલાં યોગ્ય કરવા વાહન ચાલકો માં માંગ ઉઠવા પામી છે


અમરેલી જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ ના આંકડા….

અમરેલી-અમરેલી જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ ના આંકડા….

અમરેલી – 43 મી.મી.

બાબરા – 00 મી.મી.

જાફરાબાદ- 28 મી.મી.

લીલીયા-34 મી.મી.

સાવરકુંડલા-66 મી.મી.

વડિયા-35 મી.મી.

બગસરા-40 મી.મી.

ધારી – 33 મી.મી.

રાજુલા – 14 મી.મી.

લાઠી – 05 મી.મી.

ખાંભા – 23 મી.મી.

ધારી શહેર અને જંગલ વિસ્તારમાં વરસાદ….

સાવરકુંડલા માં ધોધમાર વરસાદ ની શરૂઆત….

અમરેલી શહેર માં વરસાદ ને પગલે રોડ પાણી પાણી….

ધોધમાર વરસાદ થી ખેતરો મા ભરાયા પાણી…

શેત્રુજી નદીનો ચેકડેમ છલકાયો, નદીમાં પુર ની શરૂઆત..


બ્રેકીંગ…. રાજુલા શહેર માં ધોધમાર દોઢ ઇંચ વરસાદ.

બ્રેકીંગ
અમરેલી : રાજુલા શહેર માં ધોધમાર દોઢ ઇંચ વરસાદ….

શહેર ની હવેલી ચોક માં પાણી ભરાયા…….

ઘાણો નદી માં પુર આવ્યું……

રાજુલા ગ્રામીણ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ થી અનેક ગામડા માં ભરાયા પાણી……

દાતરડી ગામ મા સાડા ત્રણ ઇંચ વરસાદ…….

નાનકડા ગામ માં પાણી ઘુસ્યા……

અનેક રસ્તા પર જળબંબાકાર ની સ્થિતિ સર્જાય……


અમરેલી : રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના……… ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ……… મુશળધાર વરસાદ વચ્ચે લાગી આગ

જયદેવ વરૂ

બ્રેકીંગ
અમરેલી : રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના………

ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ………

મુશળધાર વરસાદ વચ્ચે લાગી આગ

કારખાના આસપાસ મચી અફડા તફડી………

સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા ના પ્રયાસ………

શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન…….